Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

પખવાડીયામાં બે-બે મોભીઓનું નિધન થતાં પરીવારજનો શોકાતુર

વરીષ્ઠ પત્રકાર સ્વ. કાંતિભાઇ કતિરાના ભાઇ મુકુંદભાઇ પણ કોરોના સામે જંગ હાર્યા

બીએપીએસના સત્સંગી હતા, મંદિરે નિયમીત પણે સેવા આપતા : આજે સાંજે ટેલીફોનીક બેસણું

રાજકોટઃ વરિષ્ઠ પત્રકાર સ્વ. કાંતિભાઇ કતિરાનું થોડા દિવસ પહેલા જ કોરોનાથી નિધન થયા બાદ તેમના નાનાભાઇ અને બીએપીએસના સત્સંગી એવા મુકુન્દભાઇને પણ કોરોના વળગતા તેઓ પણ જીંદગીનો જંગ હારી જતા ૮૬ વર્ષની વયે દુઃખદ નિધન થયું છે.

કાંતિભાઇને કોરોના થયા બાદ સમગ્ર પરિવાર હોમકવોરન્ટાઇન થઇ ગયુ હતુ અને તમામે રીપોર્ટ પણ કરાવ્યા હતા. જેમાં મુકુન્દભાઇને પોઝીટીવ રીપોર્ટ આવતા તેઓ પોતાના ઘરે જ હોમ કવોરન્ટાઇન થયા હતા. સારવાર ચાલુ હતી.

દરમિયાન ગત શુક્રવારે તેઓની તબિયત લથડતા તેઓને સૌપ્રથમ ક્રાઇસ્ટ હોસ્પિટલ લઇ જવાયા હતા પરંતુ ત્યાં બેડની વ્યવસ્થા ન હોય સિવીલ હોસ્પિટલમાં  દાખલ કરવામાં આવ્યા હતા. દાખલ થયાના  બીજા જ દિવસે વેન્ટીલેટર ઉપર રાખવામાં આવેલ. દાખલ થયાના ૩૬ કલાકમાં તેઓનું નિધન થયુ હતુ.

સદગતનું મુકુંદભાઇએ સ્વસ્તીક શીકાકાઇ કંપનીમાં સેલ્સમેન તરીકે નોકરી કરેલી. બાદ બામણબોરમાં સનરાઇઝ શોપ ફેકટરીમાં લાંબા સમય સુધી જોડાયા હતા. ધર્મપત્નિ મીનાબેનનો ર્સ્વગવાસ થયા બાદ પુત્રીઓ રૂપાબેન, પ્રિતીબેન, ભકિતબેન અને પૂર્વીબેનના લગ્ન કર્યા બાદ  ધર્મભકિતમાં પોતાનું જીવન પસાર કરતા હતા. તેઓ બીએપીએસ સ્વામીનારાયણ મંદિરે નિયમીતપણે ભજન કિર્તન કરતા અને સેવા પણ આપતા હતા.

સ્વ. મુકુંદભાઇ લલીતભાઇ અને સ્વ. કાંતિભાઇના નાનાભાઇ અને સુરેશભાઇના મોટાભાઇ હતા. માત્ર એક પખવાડીયામાં બે-બે મોભીઓના દુઃખદ  નિધનથી પરિવાર ઉપર વ્રજઘાત આવી પડયો છે.

સ્વ. લક્ષ્મીદાસ હેમરાજ કતિરાના પુત્ર મુકુન્દરાય કતિરા તે સ્વ. લલીતભાઇ તથા સ્વ. કાંતિભાઇ લક્ષ્મીદાસ કતિરાના નાનાભાઇ અને સુરેશભાઇ કતિરાના મોટાભાઇ તેમજ ચી. રૂપાબેન, પ્રિતીબેન, ભકિતબેન તથા પૂર્વીબેનના પિતાશ્રી તા.૨૧ના સોમવારના રોજ અક્ષરનિવાસી થયા છે. તેઓ બીએપીએસ સ્વામીનારાયણ સંસ્થાના અત્યંત સેવાભાવી કાર્યકર હતા. બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજની આજ્ઞાથી સાંજની આરતી અષ્ટકનું પઠન કરવાની સેવા આપતા.

હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લઇને સદગતનું ટેલીફોનીક બેસણું તા.૨૪ ગુરુવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે.સુરેશભાઇ લક્ષ્મીદાસ કતીરા મો.૯૮૨૪૯ ૦૪૦૦૦, જયકિશનભાઇ લલીતભાઇ કતીરા ૯૩૭૪૧ ૧૧૫૯૫, કિરણભાઇ લલીતભાઇ કતીરા ૯૩૭૫૭ ૫૫૫૫૫, હેપી સુરેશભાઇ કતીરા ૯૨૭૪૦ ૦૦૦૪૦, રૂપાબેન પરેશકુમાર પોપટ ૯૪૦૮૧ ૮૧૬૧૩, પ્રીતીબેન સંજયકુમાર અરોરા ૮૩૪૭૮ ૯૨૪૪૮, ભકિતબેન પરેશકુમાર અરોરા ૯૦૬૭૭ ૨૯૨૩૨, પૂર્વીબેન વિપુલકુમાર હાથી ૯૦૩૩૯ ૦૪૪૦૦

(4:15 pm IST)
  • આજ ગુરુવારે સેન્સેક્સમાં 1115 પોઈન્ટનો ઘટાડો થતા રોકાણકારોએ એક જ દિવસમાં 3.95 લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા : મે મહિના પછીનું સૌથી સૌથી મોટું ગાબડું access_time 6:25 pm IST

  • દેશમાં કોરોનાનો કહેર : રાત્રે 12 વાગ્યા સુધીમાં નવા 84,269 પોઝીટીવ કેસ નોંધાયા : કુલ કેસની સંખ્યા 57,27,750 થઇ: હાલમાં 9,68,690 એક્ટિવ કેસ : વધુ 82,686 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 46,67,078 લોકોએ કોરોનાને મ્હાત આપી : વધુ 1113 લોકોના મોત સાથે મૃત્યુઆંક 91,163 થયો access_time 1:03 am IST

  • બિહાર ચૂંટણી : સરકારી નોકરીમાં સવર્ણ ગરીબોને નવી ભેટ આપવાની તૈયારીમાં બિહાર સરકાર : 10 ટકા અનામતના કેન્દ્ર સરકારના નિર્ણયની સાથોસાથ ઉંમરની મર્યાદામાં પણ વધારો કરવાના સંકેત access_time 1:41 pm IST