Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

કોર્પોરેશનના કચરા કૌભાંડ અંગે ગાયત્રીબા વાઘેલાએ ૬ મહીના અગાઉ રજુઆતો કરેલ છતાં તંત્ર નિંભર રહ્યું

ટે્રકટરના ફેરા-દંડ-ટેન્ડર પ્રક્રીયા સહીતની બાબતોએ માર્ચ મહીનામાં જ તત્કાલીન મ્યુ. કમિશનરને રજુઆત કરાયેલ છતાં કોઇ સામે પગલા નથી લેવાયા કે અધિકારીઓએ માહીતી પણ નથી આપીઃ જો..ભ્રષ્ટાચાર-થયો ન હોય તો વિગતો કેમ છુપાવાઇ રહી છે ? પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખનો સણસણતો સવાલ

રાજકોટ તા.ર૪ : શહેર કોંગ્રેસ દ્વારા આજે કચરાના ફેરામાં ૧૦૦ કરોડથી વધુનું કૌભાંડ થયાના આક્ષેપો કરી આ અંગે કરેલા સ્ટ્રોગ ઓપરેશની વિડીયો  કલીપ પત્રકાર પરિષદમાં જાહેર કરી હતી ત્યારે પૂર્વ વિપક્ષી નેતા સ્થાને હાલના પ્રદેશ મહીલા કોંગ્રેસના પ્રમુખ ગાયત્રીબા અશોકસિંહ વાઘેલાએ પત્રકાર પરિષદમાં જાહેર કર્યું હતું. કે ''કચરાના ફેરાનાં આ કૌભાંડ અંગે તેઓએ આજથી ૬ મહિના અગાઉ તત્કાલીન મ્યુ. કમિશનરને રજુઆત કરેલ છતા પગલા કેમ નથી'' લેવાયા ? તેવો સણસણતો  સવાલ કર્યો હતો.

ગાયત્રીબા જાહેર કર્યું હતું કે તેઓએ ૬ માર્ચે મ્યુ.કમિશનરને લખીતમાં જણાવેલ કે ''કચરાના ટીપરવાનના ફેરામાં કોન્ટ્રાકટરને કેટલી પેનલ્ટી કરાઇ ? સોલીડ વેસ્ટ વિભાગમાં વાહનોના જી.પી.એસ.રીપોર્ટ શું છે ? રાત્રી સફાઇના કોન્ટ્રાકટના બીલની ચુકવણીની વિગતો ટ્રેકટર-ડમ્પરના ફેરાની વિગતો આપવી. ગાયત્રીબાએ સ્વીપર મશીનના ખરીદીમાં પણ એકજ કોન્ટ્રાકટરના ટેન્ડર મંજુર થતા હોવાનો આક્ષેપ કર્યોહતો.  અને મ્યુ. કમિશનરને રૈયા-નાકરાવાડીમાં કચરો ઠાલવતી ''ઓલ-સ્વચ્છતા'' એજન્સીના નામજોગ ફરીયાદ કરાયેલ છતાં કોઇ કાર્યવાહી થઇ નથી.

આમ ૬ મહીનાથી રજુઆતો થઇ છે છતાં અધિકારીઓ કોઇ પગલા નથી લેતા અનેમાહીતી નથી જાહેર કરતા જો કચરાના કોન્ટ્રાકટમાં ભ્રષ્ટાચાર થયો ન હોય તો તંત્ર વાહકો વિગતો કેમ છુપાવે છે? તેવો સણસણતો સવાલ  આ તકે ગાયત્રીબાએ ઉઠાવ્યો હતો.

(3:47 pm IST)