Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

પૂ.મહંત સ્વામીજીનો ૮૬મો જન્મોત્સવ વિશ્વભરમાં ઉજવાયો

 રાજકોટઃ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક ગુરૂ અને અસંખ્ય લોકોના પ્રેરણામૂર્તિ ગુરુદેવ વિશ્વવંદનીય સંતવિભૂતિ બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના અનુગામી એટલે પ્રગટ બ્રહ્મસ્વરૂપ પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની ૮૬મી જન્મજયંતી તેઓની ઉપસ્થિતિમાં આફ્રિકા ખાતે ધામધૂમ પૂર્વક ઉજવાયો હતો, સમગ્ર વિશ્વના બી.એ.પી.એસ.ના સેન્ટરોમાં પણ જન્મજયંતી ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. બી.એ.પી.એસ.સ્વામિનારાયણ મંદિર, રાજકોટ ખાતે પણ સમગ્ર દિવસ  દરમ્યાન પ.પૂ. મહંતસ્વામી મહારાજની ૮૬મી જન્મજયંતી નિમિતે સંતો-ભકતો વિવિધ કાર્યક્રમોમાં જોડાયા હતા. મંદિરે સવારે ઠાકોરજીની શણગાર આરતી બાદ ઉપસ્થિત સૌ સંતો હરિભકતો વિશેષ માળા, પ્રદશિક્ષણા અને દંડવતથી ભકિત અદા કરી હતી. મંદિર પરિસરમાં પ્રવેશ કરતા જ પૂ. મહંતસ્વામી મહારાજની પ્રતિમા કલાત્મક રંગોળી સાથે શોભી રહી હતી. 'સ્વામિનારાયણ' મહામંત્રની ધુન તેમજ સમગ્ર વિશ્વમાં શાંતિ પ્રસરે તે માટે સૌ ભકતો-ભાવિકો પ્રાર્થનામાં જોડાયા હતા.

(3:46 pm IST)