Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

ગુર્જર સુતાર જ્ઞાતિ દ્વારા વિશ્વકર્મા અર્વાચીન નવરાત્રી મહોત્સવ

સૌરાષ્ટ્ર હાઈસ્કૂલના પટાંગણમાં જ્ઞાતિજનો માટે સૌપ્રથમ વખત આયોજન : ૧૨૦૦થી વધુ ખેલૈયાઓ રાસે રમશેઃ દરરોજ લાખેણા ઈનામોની વણઝારઃ વિશ્વકર્મા મંદિરે બાળાઓ પ્રાચીન રાસ રજૂ કરશે

રાજકોટઃ શહેરમાં વસતા સમસ્ત ગુર્જર સુતાર જ્ઞાતિનાં ભાઈ-બહેનો માટે આગામી નવરાત્રી મહોત્સવમાં નવ દિવસીય અર્વાચીન દાંડિયા રાસનું શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટ દ્વારા જાજરમાન અને ભવ્ય રીતે આયોજન કરવામાં આવેલ છે.

 ખેલૈયાઓ મુકત રીતે રાસોત્સવ ખેલી શકે તે માટે શહેરના હાર્દસમા કાલાવડ રોડ, કોટેચા ચોકમાં આવેલ શ્રી સૌરાષ્ટ્ર હાઈસ્કૂલનાં વિશાળ મેદાનમાં એક લાખ સ્કવેર ફુટમાં, એક લાખ વોટ સાઉન્ડ સિસ્ટમના સથવારે, નાઈટ વિઝન સીસીટીવી કેમેરા સાથે સિકયુરિટી  બાઉન્સરની વ્યવસ્થા તેમજ  ૧૨૦૦થી વધુ ખેલૈયા રમી શકે તેવી અદ્યતન સુવિધા રાખવામાં આવેલ છે. આ ઉપરાંત જયંત ગજ્જર (ઓરકેસ્ટ્રા ) ગજ્જર મ્યુઝીકલ ગ્રુપ ચાર વર્સેનટાઈલ પ્લેબેક સિંગર સાથે ધૂમ મચાવશે. સાથો સાથ નાના-મોટા સૌ માટે રોજ અવનવા ઇનામોની વણઝાર અને છેલ્લા દિવસે મેગા ફાઈનલ ઇનામ પણ રાખેલ છે.

શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિનાં ખેલૈયાઓ માટે પાસનું રજીસ્ટેશન રાજકોટમાં શ્રી વિશ્વકર્મા પ્રભુજી મંદિર દીવાન પરા રાજકોટ ઉપરાંત શ્રી રાજકોટ વિશ્વકર્મા કેળવણી મંડળ ૭/૧૦ ભકિતનગર સ્ટેશન્ પ્લોટ રાજકોટ તેમજ શ્રી ગુર્જર સુતાર પ્રગતિ મંડળ બાલાજી ઇન્ડ.પાર્ક ગોંડલ રોડ ખાતે એમ ત્રણ સ્થળે વ્યવસ્થા રાખવામાં આવેલ છે.

જ્ઞાતિના ઉત્સાહી ખેલૈયા પોતાના નામ અગાઉથી રજીસ્ટેશન કરવા ખુબજ ઉત્સાહથી આવી રહ્યા છે. આ માટે મેદાનમાં આમંત્રિતો માટે ચાર હજારથી વધુની બેઠક વ્યવસ્થા ર રાખવામાં આવેલ છે. ગુર્જર સુતાર જ્ઞાતિજનો માટે આ-પ્રથમ અર્વાચીન રાસોત્સવ નિહાળવા માટે ફ્રી પાસ આપવાની પણ સુંદર વ્યવસ્થા ગોઠવાયેલ છે. તેમજ રાસનું ખુબ મોટા લાઈવ સ્ક્રીન દ્વારા પ્રસારણ કરવામાં આવનાર છે.

ગુર્જર સુતાર જ્ઞાતિનાં ખેલૈયાઓ માટે વિશેષ અને આગવું આયોજન આયોજકો સંભાળી રહ્યા છે. જ્ઞાતિ પ્રમુખશ્રી રસિકભાઈ  ડી. બદ્રકિયા(મો.૯૨૨૭૬ ૧૨૦૭૩), શ્રી ચંદ્રેશભાઈ ખંભાયતા, શ્રી મહેશભાઈ વડગામા, શ્રી પ્રદીપભાઈ કરગથરા તેમજ અન્ય જ્ઞાતી આગેવાનો ની આગેવાની હેઠળ મુખ્ય કમિટીના સભ્યો છેલ્લા એક માસથી આગવું આયોજન કરી રાસોત્સવને ચીર સ્મરણીય બનાવવા કાર્યરત છે. આ કાર્યક્રમના આયોજન માટે ૧૮ સમિતિની રચના કરેલ છે.

સાથો સાથ વરસોથી શ્રી વિશ્વકર્મા મંદિરના આંગણે યોજાતી પ્રાચીન ગરબી પણ પરંપરાગત રીતે હર વર્ષની જેમ ચાલુ જ છે. આ પ્રાચીન ગરબીમાં નાની બાળાઓ દ્વારા અવનવા રાસ રજુ થાય છે. આ નવરાત્રીનો પણ લ્હાવો લેવા સમસ્ત જ્ઞાતિજનોને શ્રી ગુર્જર સુતાર જ્ઞાતી રાજકોટના ટ્રસ્ટી તેમજ કારોબારી સભ્યો આમંત્રણ અપાયું છે.

શ્રી વિશ્વકર્મા અર્વાચીન નવરાત્રી મહોત્સવ-૨૦૧૯નાં આયોજનને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખશ્રી રસિકભાઈ ડી. ખદ્રકિયા, શ્રી કાન્તીભાઈ પી. તલસાણીયા(ઉપ પ્રમુખશ્રી),  શ્રી પ્રદિપભાઇ કે. કરગથરા (મંત્રીશ્રી), શ્રી અરવિંદભાઈ બી. ત્રેટીયા(ખજાનચી), શ્રી ગોરધનભાઈ પી. ચાપાનેરા (સહમંત્રીશ્રી), શ્રી કિશોરભાઈ એમ. અંબાસણા, શ્રી નટુભાઈ જે. જાદવાણી, શ્રી હરિભાઈ કે. સીનરોજા, શ્રી દિનેશભાઈ જે. ઝીંઝુવાડીયા, શ્રી શાંતિલાલ ડી. સાંકડેચા, શ્રી હરકાંતભાઈ એ. વડગામા, શ્રી હર્ષદભાઈ આર. બકરાણીયા, શ્રી કિરીટભાઈ જી. જોલાપરા, શ્રી દિલીપભાઈ બી. પંચાસરા, મીતેશભાઇ એસ. ધ્રાંગધરિયા તેમજ, શ્રી કિશોરભાઈ બકરાણીયા, શ્રી પ્રકાશભાઈ દુદકિયા, શ્રી રમણીકભાઈ પાટણવાડિયા, શ્રી ચંદ્રેશભાઈ ખંભાયતા, શ્રી મહેશભાઈ વડગામા,નટુભાઈ ધ્રાંગધરિયા,  શ્રી નટુભાઈ ભારદીયા, શ્રી જયેશભાઈ વાલંભિયા, શ્રી અજયભાઈ  દુદકિયા, શ્રી કલ્પેશભાઈ વાડેસા, શ્રી કવિભાઈ ગોવિંદીયા, શ્રી અનીલભાઈ સાંકડેચા, શ્રી પ્રકાશભાઈ સાંકડેચા, શ્રી ચમનભાઈ ગોવિંદીયા, શ્રી જીજ્ઞાબેન ગજ્જર, શ્રી ભારદીયા, શ્રી જયેશભાઈ ગજ્જર, શ્રી નીલેશભાઈ આમરણીયા, શ્રી જનકભાઈ વડગામા,  શ્રી રવિભાઈ કુવારદીયા, શ્રી અશ્વિનભાઈ આમરણીયા, શ્રી દિવ્યેશ ધાંગધરીયા સહિતના  જહેમત ઉઠાવી રહ્યા છે.

શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટનાં અધ્યક્ષ શ્રી જગુભાઈ કે. ભારદીયા, ઉપાધ્યક્ષશ્રી જગદીશભાઈ એમ. સોંડાગર, શ્રી મગનભાઈ બોરાણીયા,શ્રી હરેશભાઈ આર. વડગામા, શ્રી ભરતભાઈ ખારેચા દ્વારા આમંત્રણ અપાયું છે.

તસ્વીરમાં 'અકિલા' પરિવારના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે ગુર્જર સુતાર જ્ઞાતિના આગેવાનો સર્વશ્રી રસિકભાઈ બદ્રકીયા, ચંદ્રેશભાઈ ખંભાયતા, મહેશભાઈ વડગામા, પ્રદિપભાઈ કરગથરા સહિતના જ્ઞાતિના આગેવાનો નજરે પડે છે.(તસ્વીરઃ અશોક બગથરીયા)

(3:43 pm IST)