Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

સરગમ ચિલ્ડ્રન કલબ દ્વારા પપેટ શો

સરગમ ચિલ્ડ્રન કલબ દ્વારા તેના બાળ સભ્યો માટે ધી ઇન્ટરનેશનલ લાઇવ પપેટ શો હેમુ ગઢવી નાટયગૃહ ખાતે યોજાયો હતો. ધી ઇન્ટરનેશનલ લાઇવ પપેટ શોમાં ધી એનિમલ પપેટ, રાઇડર પપેટ, ઝુટોપીયા પપેટ, ઓસામા બીન સ્મોકિંગ પપેટ, બોડી કટિંગ પપેટ, હોર્મમેન પપેટ, રેલમંડી પપેટ,  ડેંઝર બીબીઓન મોબાઇલ, મેક ઇન ધી જેલ પપેટ, મુસ્કર મેન સુમો પપેટ, ધી એગ્રીમેન ઓન કેર પપેટ, નાથાચા બાલાચા પપેટ, ડોકટર મરીઝ પપેટ, મેન ઇન ધી બોકસ, સ્મોલ બેબી ઓન રેડિયમ લાઇટ, સ્ટીલ હોલીવીન પપેટ, ડોગ ઇન ધી બોકસ પપેટ, સિલ્વર જુદાઇ પપેટ, એલિયન લેડી પપેટ, રોમિયો જુલિયેટ પપેટ, માઇકલ જેકશન પપેટ, ધી મહાત્મા ગાંધી થીમ, નાચા બાલાચા-ર વગેરેના અદભૂત કરતબ રજૂ કરાયા હતા. આ શો નિહાળી બાળકોએ અદભૂત રોમાંચ અનુભવ્યો હતો અને આનંદવિભોર બન્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઇ ડેલાવાળાના માર્ગદર્શન હેઠળ સરગમ ચિલ્ડ્રન કલબના પ્રમુખ જયશ્રીબેન રાવલ, નીલુબેન મહેતા, અલ્કાબેન કામદાર, ગીતાબેન હિરાણી, ભાવનાબેન મહેતા, ચેતનાબેન સવજાણી, અલ્કાબેન ધામેલિયા, ભાવનાબેન ઘનેશા,  વૈશાલીબેન શાહ, જયશ્રીબેન મહેતા, હેતલબેન થડેશ્વર, આશાબેન ભુછડા સહિતના લેડીઝ-જેન્ટસ કમિટિમેમ્બરોએ જહેમત ઉઠાવી હતી.

(3:43 pm IST)