Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

પીડીયુ મેડિકલ કોલેજમાં સિવિલ હોસ્પિટલના દર્દીઓના લાભાર્થે રકતદાન કેમ્પ

રાજકોટઃ પંડિત દિનદયાલ ઉપાધ્યાય મેડિકલ કોલેજના બ્લડ ડોનર્સ એસોસિએશન દ્વારા સિવિલના જરૂરિયાતમંદ દર્દીઓના લાભાર્થે રકતદાન કેમ્પનું આયોજન કરાયું હતું. જેમાં મેડિકલ કોલેજના સ્ટુડન્ટ્સ અને સ્ટાફ દ્વારા ઉત્સાહભેર ભાગ લઇ બ્લડ ડોનેટ કરવામાં આવ્યું હતું. કેમ્પનું ઉદ્દઘાટન મેડિકલ કોલેજના ડીન ડો. ગોૈરવી ધ્રુવ, ડો. પ્રજ્ઞેશ શાહ, ડો. ચિન્મય, ડો. તલવેલકર, ડો. અમિત અગ્રાવત, ડો. શોભા મિશ્રા તથા ડો. મનસ ત્રિવેદીએ દિપ પ્રગટાવીને કર્યુ હતું. કેમ્પને સફળ બનાવવા બીડીએના દિવ્યકાંત બારોટ, ગોૈરવ ચોટલીયા, જય ડોડીયા, દિપાલી રાઠોડ, ભાવીન ભાડેશીયા, કરણ પેઢડીયા, રોઝમીન પરમાર, પ્રિયા બાલેજા, વિવેક પટેલ સહિતે જહેમત ઉઠાવી હતી. ૧ ઓકટોબરના પરિક્ષા હોવાથી આજે આ કેમ્પ યોજવામાં આવ્યો હતો. ૬૭ બોટલ રકત એકઠુ થયું હતું. રકતદાન કરનાર દાતાઓને સિવિલ હોસ્પિટલ સેવા મંડળ દ્વારા આકર્ષક ભેટ અપાઇ હતી. બ્લડ ડોનર્સ દ્વારા ટેગલાઇન અપાઇ હતી-એટલીસ્ટ ડોનેટ બ્લડ, વન્સ ઇન એ લાઇફ ટાઇમ...એટલે કે જિંદગીમાં ઓછામાં ઓછું એક વખત રકતદાન જરૂર કરજો. રકતદાન કેમ્પની તસ્વીરો જોવા મળે છે. (ફોટોઃ સંદિપ બગથરીયા)

(3:41 pm IST)