Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

દેશી દારૂની ડ્રાઇવમાં ૨૩ દરોડામાં ૨૩ ઝડપાયા

બાપા સિતારામ નગરમાં ત્રણ સ્થળે દેશી દારૂની ભઠ્ઠી ચલાવતા ૮ ઝડપાયા

રાજકોટ તા ૨૪ : શહેરના અલગ અલગ વિસ્તારોમાં દારૂની બદીને નાબુદ કરવા માટે પોલીસ દ્વારા દેશી દારૂ અંગે ડ્રાઇવ રાખવામાં આવી હતી જેમાં પોલીસે ૨૩ સ્થળે દરોડો પાડી ૨૩ શખ્સોને ઝડપી લીધા હતા.

મળતી વિગત મુજબ શહેરના ઇન્ચાર્જ પોલીસ કિમશનર સંદીપસિંઘની સુચનાથી શહેરના અલગ અલગ વિસ્તારોમાં દેશી દારૂ અંગેની ડ્રાઇવ રાખવામાં આવી હતી જેમાં એ ડીવીઝન પોલીસે લોહાનગર પરામાંથી રૂ. ૪૦ ના  દારૂ સાથે ભાદા દુલા સોલંકી (ઉ.વ.૪૦) રહે. ઢેબર કોલોની મફતીયા પરા) ને, શાસ્ત્રીમેદાન નવા બસ સ્ટેશન પાસેથી રવજી શીવા સોલંકી (ઉ.વ.૩૦) (રહે. ઢેબર કોલોની મ. પરા) ને રૂ. ૪૦ ના દેશી દારૂ સાથે, ભવાની નગર-પ માંથી રૂ. ૬૦/- ના દેશી દારૂ સાથે સુરેશ ઉર્ફે સુરી હેમાભાઇ દેવી પુજક (ઉ.વ.૩૦) (રહે. ઢેબર કોલોની મ.પરા) ને, તથા બી ડીવીઝન પોલીસે લાલપરી મફતીયાપરા નદીના કાંઠા પાસેથી રૂ. ૧૪૦ નો દેશી દારૂ કબજે કરી સંગીતા મનસુખ સોલંકી (રહે. લાલપરી મ.પરા) ની શોધખોળ આદરી છે, ત્યારબાદ થોરાળા પોલીસે બાપાસીતારામ નગર શેરી નં.-૪ સ્મશાન પાસે નદીના કાંઠેથી ત્રણ દારૂની ભઠ્ઠી ઝડપી પાડી હતી, જેમાં રૂ. ૪૦૦ નો દેશી દારૂ તથા ભઠ્ઠીના સાધનો મળી કુલ રૂ. ૧૯૫૦ના  મુદ્દામાલ સાથે વિનુ રાજુભાઇ સોલંકી (ઉ.વ.૨૬) (રહે. બાપા સીતારામ નગર-૪), અતુલભાઇ ચંદુભાઇ લોહાણા (રહે. ચુનારાવાડ શેરી નં.-૪) તથા બાજુમાં રૂ.૨૦૦ ના દેશી દારૂ તથા  ભઠ્ઠીના સાધનો મળી રૂ.૧૭૫૦ ની મતા સાથે જયશ્રી સુનીલ સોલંકી (રહે. બાપા સીતારામનગર) તથા  અતુલ લોહાણાને અને ત્રીજી ભઠ્ઠીમાં રૂ.૪૦૦ નો દેશીદારૂ તથા ભઠ્ઠીના સાધનો મળી રૂ.૨૨૫૦ ના મુદ્દામાલ સાથે અનીલ મનસુખ રાઠોડ અને અતુલ ચંદુ લોહાણાને પકડી લીધા હતા, બાદ ચુનારાવાડ શેરી નં.-૧ માંથી રૂ.૧૦૦ ના દેશી દારૂ સાથે રીટા જીતેશભાઇ વ્યાસ (ઉ.વ.૩૫) (રહે. થોરાળા ચુનારાવાડ) ને રાજમોતી મીલ પાછળ મયુરનગર શેરી નં.-૭ માંથી રૂ. ૧૦૦ ના દેશી દારૂ સાથે કાંતા મગન  કોબીયા (ઉ.વ.૫૦) (રહે. મયુરનગર) ને પકડી લીધી હતી, જયારે કુવાડવા રોડ પોલીસે રૂડા ટ્રાન્સપોર્ટનગર ઝુપડામાંથી રૂ.૨૦૦ નો દેશી દારૂ અને રૂ.૩૦ નો આથો કબજે કર્યો હતો. જયારે શારદા સુરેશ જપાણીયાની શોધખોળ આદરી છે. કોઠારીયા સોલવન્ટ શીતાળાધાર મફતીયાપરામાંથી આજીડેમ પોલીસે રૂ. ૮૦ ના દેશી દારૂ સાથે આશા કેશવભાઇ ગોહેલ (ઉ.વ.૩૪) (રહે. શીતળાધાર મ.પરા) ને,  ખોખળદળ ગામ પડવલા રોડ પરથી રૂ. ૮૦ના દેશી દારૂ સાથે નિતેષ અવસરભાઇ સોલંકી (ઉ.વ.૩૦) (રહે. ખોખળદળ ગામ) ને, સરધાર ગામમાંથી રૂ. ૬૦ના દેશી દારૂ સાથે રામુ ઉર્ફે રામુડી રમેશ વાઘેલા (ઉ.વ.૪૦) (રહે. સરધાર ગામ) ને, તથા પ્ર.નગર પોલીસે રેફયુજી કોલોનીમાંથી રૂ. ૨૦ ના દારૂ સાથે જોની જેશીંગભાઇ ડાભી (ઉ.વ.૩૫) (રહે. જંકશન પ્લોટ  કીટીપરા મ.પરા) ને, રૂખડીયા પરામાંથી રૂ. ૪૦ ના દેશી દારૂ સાથે રાજુબેન અરજણ ખોરાણીયા (ઉ.વ.૫૮) (રહે.રૂખડીયા મ.પરા) ને, તથા ગાંધીગ્રામ પોલીસે હનુમાન મઢી છોટુનગર મ.પરામાંથી રૂ.૮૦/- ના દેશી દારૂ સાથે જીલુ ધરમશી અઘારીયા (રહે. છોટુનગર મ.પરા) ને, જામનગર રોડ ૨૫ વારીયા કવાર્ટર નં. ૫૦૭ માંથી રૂ.૮૦ નો દેશી દારૂ સાથે જયેશ સુનીલ વઢવાણીયા (ઉ.વ.૨૬) ને, તથા યુનિવર્સિટી પોલીસે રૈયાધાર મ.પરા ઇન્દીરાનગર-૩ માંથી રૂ. ૧૪૦ ના દેશી દારૂ સાથે અમૃત કલા વાઘેલા ને, ઇન્દીરાનગરમાંથી રૂ.૧૦૦ ના દેશી  દારૂ સાથે કમશી ગોવિંદ પાંણખીયાને, રૈયાગામ જુનાવાસમાંથી રૂ.૨૦૦ ના દેશી દારૂ સાથે પ્રવીણ  તેજા મેરીયા (રહે.રૈયા ગામ)ને, રૈયાગામ મ.પરામાંથી રૂ.૨૨૦ ના દેશી દારૂ સાથે તેજલ ગોપાલ અઘારીયા (રહે. રૈયા ગામ)ને, ધરમનગર આવાસયોજના કવાર્ટર પાછળ મફતીયા પરામાંથી રૂ.૨૦૦ ના દેશી દારૂ સાથે વસંત બાબુભાઇ વાજલીયા (રહે. રૈયાધાર મફતીયાપરામાંથીે, તથા ધરમનગર કવાર્ટર પાસેથી રૂ. ૪૦ ના દેશી દારૂ સાથે રાહુલ ઉર્ફે ટાલો રાજુ ચોૈહાણ (રહે. ભારતીનગર-ર)ને પકડી લઇ કાર્યવાહી કરી હતી.

દારૂ ઢીંચી કાર હંકારતો હાર્દીક કાલરીયા પકડાયો

તાલુકા પોલીસ મથકના એ.એસ.આઇ. અજીતસિંહ તથા રીતેષભાઇ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે કાલાવડ રોડ સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસેથી જીજે-૩જેઆર-૮૭૬૦ નંબરની એસક્રોસ કાર નં. જીજે-૩જેઆર ૮૭૬૦ નંબરની એસક્રોસ કાર નીકળતા તેને શંકાના આધારે રોકી તપાસ કરતા ચાલક હાર્દિક ભગવાનજીભાઇ કાલરીયા (ઉ.વ.૩૪) (રહે. મોટામવા ગામ) દારૂ પીધેલી હાલતમાં જણાતા તેને પકડી લઇ કાર્યવાહી કરી હતી.

(3:40 pm IST)