Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

ગોંડલ રોડ ચોકડીથી જામનગર રોડને જોડતા નવા રીંગ રોડ પર લાઇટો મુકોઃ અકસ્માતનો સતત ભય

રસુલપરા-કોઠારીયાથી ગોંડલ રોડ તરફનાં રસ્તા પર અને કટારીયા ચોકડીથી જામનગર ચોકડી તરફ જતાં રસ્તા પર રાતે વાહન ચાલકોને ભારે હાલાકી

રાજકોટ, તા., ૨૪:  શહેરની ભાગોળે આવેલ રીંગરોડ-ર અને વાવડી વિસ્તારમાં નવા રસ્તાઓ પર રાત્રીના વાહન ચાલકોમાં અકસ્માતનો ભય ફેલાઇ રહયો છે ત્યારે આ રસ્તાઓ પર લાઇટ-સ્પીડ બ્રેકર મુકવા જાગૃત નાગરીક દ્વારા રૂડા અને કોર્પોરેશનમાં અવાર નવાર રજુઆત કરવા છતાં આ સમસ્યા ઉકેલાઇ નથી. આ પ્રશ્નો તાકીદે હલ કરવા જાગૃત નાગરીક દ્વારા માંગ કરવામાં આવી છે. આ અંગે જાગૃત નાગરીકેપાઠવેલ પત્રમાં જણાવ્યું હતું કે શહેરના વાવડી વિસ્તારમાં હાલમાં નવો રોડ બનાવેલ હોય જે હાલ પુનીતનગરથી ૮૦ ફુટ રોડ પાછળથી વાવડી થઇને રસુલપરા, કોઠારીયાથી ગોંડલ રોડ તરફ બનાવ્યો છે. ત્યાં રાધેશ્યામ ગૌશાળા પાસે ચોક આવેલ હોય ત્યાં વારંવાર અકસ્માત સર્જાય છે.

વધુમાં જાગૃત નાગરીકે જણાવ્યું હતું કે જયાં રાત્રે લાઇટની વ્યવસ્થા નથી અને સર્કલ નથી કોઇ સ્પીડ બ્રેકર નથી જેના કારણે વારંવાર અકસ્માત બને છે. તેને અટકાવવા માટે સ્પીડબ્રેકરની કાર્યવાહી કરવામાં આવી છે.

(3:40 pm IST)