Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

નવા જી.ડી.સી.આર. મોટા બિલ્ડરોને ફાયદોઃ સામાન્ય નાગરિકોને મુશ્કેલીઃ સરકારને અબજોનું નુકશાન

૭/પ૦ મીટરનો રોડ પર લો-રાઇઝ હકક છીનવાયોઃ કોમન ફેસેલીટીનાં બાંધકામ ફ્રી થવાથી સરકારને નુકશાનીઃ રાજકોટ બિલ્ડર એસો.નાં પ્રમુખ સુરેશભાઇ મણિયારનાં આક્ષેપો

રાજકોટ તા. ર૪: રાજય સરકારનાં નવા જી.ડી.સી.આર. (બાંધકામ નિયમો) ફાયદો માત્ર મોડા બિલ્ડરોનેજ થનાર હોવાનું અને સાામન્ય નાગરીકો આ નવા નિયમોથી મુશ્કેલીમાં મુકાઇ જશે. તેમ રાજકોટ બિલ્ડર એસો.ના પ્રમુખ સુરેશભાઇ મણીયારે એક નિવેદનમાં જણાવ્યું છે.

તેઓએ નવા જી.ડી.સી.આર.નું વિશ્લેષણ રજુ કરતાં જણાવેલ કે ''નવા નિયમોમાં ૭/પ૦ મીટરનાં રસ્તા પર લોરાઇઝ બિલ્ડીંગનાં તમામ હકક છીનવી લેવાયા છે. એટલું જ નહીં હવે કોમન ફેસેલીટીમાં ગમે તેટલું બાંધકામ ફ્રીમાં થઇ શકશે. જેથી સરકારને પેઇડ એફ.એસ.આઇ.માં અબજોની રકમનું નુકશાન થવાની શકયતા છે.

અંતમાં શ્રી મણીયારે એવો આક્ષેપ કર્યો છે કે નવા જી.ડી.સી.આર.ની જાહેરાત સરકારી કચેરીને બદલે ''ક્રેડાઇ''ની ઓફીસેથી કરાઇ આ બાબત પણ ઘણું સુચવી જાય છે. ટૂંકમાં નવા બાંધકામ નિયમોથી મોટા બિલ્ડરોને ફાયદો થનાર હોવાનું શ્રી મણીયારે નિવેદનનાં અંતે જણાવ્યું હતું.

(3:39 pm IST)