Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

શ્રી જય અંબે ગરબી મંડળ.... અંબાજી કડવા પ્લોટ

રાજકોટ : આદ્યશકિત આરાધનાનું પાવન મહાપર્વ આસો નવરાત્રી.... આસો નવરાત્રીએ આડે હવે માત્ર પાંચ દિવસ બાકી છે ત્યારે માઈ ભકતો દ્વારા અનેકવિધ ધર્મભીના મંગલ આયોજન કરવામાં આવી રહ્યા છે. શહેરની ૫૦૦થી વધુ પ્રાચીન ગરબી મંડળો દ્વારા પરંપરાગત નવરાત્રી રાસ ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ છે. શહેરના અંબાજી કડવા પ્લોટ સ્થિત શ્રી જય અંબે ગરબી મંડળ દ્વારા છેલ્લા ૪૦ વર્ષથી નવરાત્રી મહોત્સવનું ભવ્ય દિવ્ય આયોજન કરવામાં આવે છે. હાલ ૬૫ દિકરીઓ રાસ ગરબાની તાલીમ લે છે. જેમાં સાજીંદા વૃંદ સંગ દુહા છંદની રમઝટ રમે તાલી રાસ, ટિપ્પણી રાસ, હિંડોળા રાસ સહિતના રાસની તાલીમ લેવામાં આવી રહી છે. નવરાત્રી દરમિયાન ગરબે ઘૂમતી બાળાઓને પ્રસાદી, લ્હાણીનું વિતરણ કરવામાં આવે છે. ગરબી મંડળના આયોજનને યાદગાર બનાવવા શ્રી અંબાજી કડવા પ્લોટ ગ્રુપ દ્વારા તડામાર તૈયારી શરૂ કરવામાં આવી છે. પ્રસ્તુત તસ્વીરમાં રાસની તાલીમ લેતી બાળાઓ અને આયોજકો નજરે પડે છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

(3:36 pm IST)