Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

આત્મન પ્રિ-સ્કૂલ દ્વારા વેલકમ નવરાત્રી

આસુરી શકિત ઉપર દેવી શકિતના વિજયનું પર્વ એટલે નવરાત્રી માં ભગવતીની આરાધના માટે નવ દિવસ એટલે નવરાત્રી પર્વ આ આદ્યશકિતની આરાધના માટે આત્મન પ્રિ-સ્કૂલના નાના નાના ભૂલકાઓ માટે નિરાલી રિસોર્ટ મહેક દાંડીયામાં કાલાવડ રોડ ખાતે રાસોત્સવનું આયોજન કરાયું હતું. આ રાસોત્સવ કાર્યક્રમમાં સર્વેશ્વર ચૌહાણ, સંચાલકશ્રી હરિવંદના કોલેજ, પુષ્પદીપસિંહ જાડેજા, મનદીપ પટેલ આત્મન પ્રિ-સ્કૂલ, ભાવેશભાઇ લાઠીયા હાજર રહ્યા હતાં. સર્વપ્રથમ મહેમાનો અને સંસ્થાના સંચાલકો દ્વારા માં અંબેની આરતી ઉતારી રાસોત્સવના કાર્યક્રમને આગળ ધપાવાયો હતો. મોગલ રહજો રાજીના ફેમ શાન્તવની ત્રિવેદીના રંગીલા સુરથી બાળકો અને બાળકોના વાલીઓ ઉમંગથી ઝુમી ઉઠયા હતાં. શાળા પરિવાર દ્વારા નાના નાના ભુલકાઓને પ્રિન્સ અને પ્રિન્સેસ, વેલ ડ્રેસ, બેસ્ટ હેયર સ્ટાઇલને ગીફટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં.  કાર્યક્રમને સફળ બનાવવા ધવલ પટેલ, ઋત્વિરાજસિંહ, શ્વેતા મેડમ, સોનલ મેડમ, આશામેમ, ખુશ્બુમેમ, પ્રિયામેમ, સીમરનમેમ, કિંજલમેમ, અંકિતામેમ વગેરેએ જહેમત ઉઠાવી હતી.

(3:34 pm IST)