Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

રાજકોટ શનિવારે નોટરી વકિલો માટે લીગલ સેમિનાર

નોટરી એકટ અને એથીકસ ઉપર નોટરી વકિલોને કાયદાકીય માર્ગદર્શન અપાશેઃ સીનીયર ધારાશાસ્ત્રી અભયભાઇ ભારદ્વાજ બાર.કાઉ.ના દિપેનભાઇ દવે અને અમદાવાદના યતિનભાઇ સોની નોટરી એકટ ઉપર વકતવ્ય આપશેઃ નોટરી એકટ ઉપર પ્રથમ વખત સેમિનાર યોજાશે

રાજકોટઃ નોટરી એડવોકેટો આજે ''અકિલા''ની શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા. પ્રસ્તુત તસ્વીરમાં 'અકિલા'ના મોભી કિરીટભાઇ ગણાત્રા તથા પત્રકાર નયનભાઇ વ્યાસ સાથે નોટરી એડવોકેટશ્રી રાજેન્દ્રસિંહ ગોહિલ, સંજયભાઇ જોષી, ઓમદેવસિંહ જાડેજા ,અશ્વિનભાઈ સેખલીયા, હેમલભાઈ ગોહિલ,ભુપેન્દ્રસિંહ જાડેજા,અજયભાઇ ચૌહાણ, શૈલેષભાઇ દવે વગેરે દર્શાય છે.

રાજકોટ તા.૨૪: નવનીયુકત નોટરી તેમજ નોટરી તરીકે પ્રેકટીશ કરતાં વકીલ મિત્રોને નોટરી એકટ તેમજ નોટરી એથીકસ જેવા કાયદાકીય સબ્જેકટ ઉપર પુરતુ માર્ગદર્શન મળી રહે તેવા શુભ હેતુથી રાજકોટમાં આગામી તા.૨૮/૯/૧૯ ને શનિવારના રોજ બપોરે ૩ થી ૭ દરમ્યાન હેમુગઢવી મીનીહોલ ખાતે નોટરી લીગલ સેમીનાર, તેમજ સેમીનાર બાદ સ્વરૂચી ભોજનનું આયોજનઁઁગુજરાત નોટરી ફેડરેશનઁના ઉપક્રમે કરેલ છે, - જેમાં વકતા તરીકે માનનીય શ્રી અભયભાઈ ભારદ્વાજ તેમજ માનનીય શ્રી દિપેનભાઈ દવે તેમજ માનનીય શ્રી યતીનભાઈ સોની પોતાના જ્ઞાનનો લાભ આપશે જે સેમિનાર માટે આખરી ઓપ અપાઈ રહેલ હોય, આ સેમીનારની શોભા વધારવા માટે બાર કાઉન્સીલ ઓફ ઈન્ડીયાના મેમ્બર દીલીપભાઈ પટેલ, તથા રાજકોટ બારના પ્રમુખ શ્રી બકુલભાઈ રાજાણી, તથા ઉપપ્રમુખ એસ.કે.જાડેજા, સેક્રેટરી જીજ્ઞેશ જોષી, જોઈન્ટ સેક્રેટરી નીલેષ પટેલ, ટ્રેઝ૨૨ અમીત ભગત, મહીલા મેમ્બર રેખાબેન પટેલ, લાઈબ્રેરી સેક્રેટરી મોનીશ જોષી તથા આખી કારોબારી  ટીમ હાજરી આપશે, તેમજ ગુજરાત બાર કાઉન્સીલના કો-ઓપ્ટ મેમ્બર હીતેષભાઈ દવે તેમજ રાજકોટ ખાતે કાર્યરત રેવન્યુ બારના પ્રમુખ, નોટરી એશોસીએશનના પ્રમુખ પ્રકાશ ગોહીલ, ક્રીમીનલબારના પ્રમુખ તુષાર બસલાણી, યુવા લોયર્સ બારના પ્રમુખ કીરીટ નકુમ,એમએસીટીપ્રમુખ રાજેષ મહેતા, લેબર બારના પ્રમુખ, એલએસએફના પ્રમુખ ઈન્દુભા, મહીલા બારના પ્રમુખ લતાબેન અબોટી, સહીતના મહાનુભાવો આ કાર્યક્રમમાં હાજરી આપશે. નોટરી વકીલો માટે રાજકોટમાં પ્રથમ લીગલ સેમીનાર થઇ રહ્યો છે.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે  રાજેન્દ્રસિંહ ગોહીલ,  અશ્વિનભાઈ સેખલીયા,  ભુપેન્દ્રસિંહ જાડેજા,  અજયસિંહ ચૌહાણ,  સંજયભાઈ જોષી,  શૈલેષભાઈ દવે,  ઓમદેવસિંહ જાડેજા,  હેમલભાઈ ગોહીલ જહેમત ઉઠાવી રહેલ છે.

(3:33 pm IST)