Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

મુળ રાજકોટની ૧૬ વર્ષની કિશોરી બની સૌથી નાની વયની પાઇલોટ

બેંગ્લોરની સરકારી ફલાયિંગ ટ્રેનિંગ સ્કૂલમાંથી પોતાની ટ્રેનિંગ પુરી કરી : રાજયપાલ વજુભાઇ વાળાએ પ્રસંશાના પુષ્પો વેર્યા : વડાપ્રધાન મોદી બેઠા હોય એ વિમાન ઉડાડવાની ઈચ્છા

રાજકોટ, તા.૨૪:ઙ્ગ સામાન્ય રીતે ૧૬ વર્ષની વયે કોઈને રસ્તા ઉપર વાહન ચલાવવાની મંજૂરી પણ મળતી નથી પરંતુ મૂળ રાજકોટની ગર્લ અને હાલમાં બેંગ્લોરમાં રહેતી વૃંદા શિહોરાએઙ્ગ દેશની સૌથી નાની વયની પાઇલોટ બનવાનું ગૌરવ મેળવ્યું છે. વૃંદા શિહોરાએ ૧૬ વર્ષની વયે પ્રાઇવેટ પાયલોટ લાયસન્સ પ્રાપ્ત કર્યું છે અને ઇતિહાસ રચ્યો છે. વૃંદા શિહોરા બેંગ્લોરની ઇન્ટરનેશનલ સ્કૂલમાં ૧૨માં ધોરણમાં અભ્યાસ કરે છે અને તેણેઙ્ગ બેંગ્લોરની સરકારી ફલાયિંગ ટ્રેનિંગ સ્કૂલમાંથી પોતાની ટ્રેનિંગ પુરી પણ કરી લીધી છે. આશ્ચર્યની વાત એ છે કે, વૃંદા પાસે કાર ચલાવવાનું લાઇસન્સ વય ઓછી હોવાને કારણે નથી.

વૃંદા કહે છે કે, મને નાનપણથી જ એડ્વેન્ચરનો શોખ છે અને મને નાની ઉંમરે જ કઈંક કરી બતાવવાની તમન્ના હતી. મેં ૧૫ વર્ષની વયે અમેરિકામાં ૯૦૦ ફૂટની ઉંચાઈએથી સ્કાય ડાઇવિંગ કર્યું હતું અને ૧૬ વર્ષની વયે યુરોપમાં ૧૮ હજાર ફૂટની ઉંચાઈએથી ડાઇવિંગ કર્યું હતું.આ સાહસ પછી પણ મારે અટકવું ન હતું અને તેથી મેં પાઇલોટ બનવાનું નક્કી કર્યું હતું.૨૦૧૬માં ગુજરાતમાંથી કણાર્ટકમાં શિફટ થયા પછી વૃંદાએ જકકુરમાં આવેલી પાઇલોટ ટ્રેનિંગ સ્કૂલ જોઈન કરી હતી.ઙ્ગ

પ્રાઇવેટ પાયલોટ બનવા માટે ૧૬ વર્ષની ઉમર હોવી જરુરી છે પણ કોમશિર્યલ પાઇલોટનું લાઇસન્સ મેળવવા માટે ૧૮ વર્ષ થવા જરુરી છે.

વૃંદા કહે છે કે, પુરતી તાલીમ પ્રાપ્ત કર્યા પછી મારે જયારે એકલા હાથે વિમાન ઉડાડવાની ક્ષણ આવી ત્યારે મારા રોમાંચનો કોઈ પાર ન હતો.મારામાં જબરો આત્મવિશ્વાસ આવી ગયો હતો અને મને ખાતરી હતી કે, હું કોઈ પણ પ્રકારની મુશ્કેલી વગર વિમાન ઉડાડી શકીશ.મેં એકલા હાથે ૨૦ કલાકની તાલીમ લીધી હતી અને ૨૧ કલાકની તાલીમ નિરીક્ષણ હેઠળ લીધી હતી.ઙ્ગ

સૌથી નાની વયે વિમાન ઉડાડવાની  સિધ્ધી હાંસલ કરનાર વૃંદા શિહોરાના સપનાની ઉડાન ઘણી ઉંચી છે. તે કોમશિર્યલ પાઇલોટનું લાયસન્સ તો પ્રાપ્ત કરવા માટે છે પણ તેની ઈચ્છા નાણામંત્રી બનવા માંગે છે. કદાચ એટલે જ, વૃંદાએ કોલેજના અભ્યાસ દરમિયાન અર્થશાસ્ત્ર અને પોલિટિકલ સાયન્સ જેવા વિષયો રાખ્યા છે. વૃંદા કહે છે કે, મારુ એક સપનું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જેમાં બેઠા હોય તે વિમાન ઉડાડવાનું છે. મને આશા છે કે, હું એક દિવસ આ સપનું પણ પૂરું કરીશ.

વૃંદા એટલા માટે વધુ ખુશ છે કે, તેને કણાર્ટકના રાજયપાલ વજુભાઇ વાળાના મોઢે પ્રશંશા સાંભળવા મળી. વજુભાઈ વાળાએ અભિનંદનનો પત્ર પણ આપ્યો છે. હું અત્યારે ફોર સિટર અને સેવન સિટર વિમાન ઉડાડી શકું છું.

(3:32 pm IST)