Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

ઓકટોબરમાં 'શ્રૃંગાર એકિઝબીશન'

અમૃત સાગર પાર્ટી પ્લોટમાં ફર્નીચર, જવેલરી, કલોથનો ખજાનો ખુલ્લો મુકાશે : કલ્પા રાજીવ કારીયા અને અમિત પટેલનું આયોજન : સેલ્ફી ઝોન, કિડ્ઝ ઝોન, ફુડ ઝોન સાથે ૧૦૮ સ્ટોલ

રાજકોટ તા. ૨૪ : મુંબઇ ઉપરાંત સૌરાષ્ટ્રના અનેક શહેરોમાં અવનવા એકઝીબીશનો કરી ચુકેલ કલ્પા રાજીવ કારીયા અને અમિતભાઇ પટેલ દ્વારા વધુ એક 'શ્રુંગાર એકિઝબીશન' નું રાજકોટમાં આયોજન થયુ છે.

આ અંગે 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા તેઓએ જણાવેલ કે આમ તો રાજકોટમાં આ અમારૂ ૭ એકિઝબીશન છે. જેતપુર, જુનાગઢ સહીતના શહેરોમાં પણ લાભ આપી ચુકયા છીએ. આગામી ફેબ્રુઆરીમાં દુબઇ ખાતે પણ એક એકિઝબીશન યોજવાના છીએ.

ખાસ કરીને રંગીલા રાજકોવાસીઓ માટે તા.૧૧ થી ૧૩ ઓકટોબર દરમિયાન અમૃત સાગર પાર્ટી પ્લોટ, ૧૫૦ ફુટ રીંગ રોડ ઉપર 'શ્રૃંગાર એકિઝબીશન' ગોઠવેલ છે. કુલ ૧૦૮ સ્ટોલ તેમજ સેલ્ફી ઝોન, કીડઝ ઝોન, ફુડ ઝોનમાં આ પ્રદર્શન વહેંચાયેલુ હશે.

ત્રણ દિવસ સવારે ૧૦ થી રાત્રે ૯ સુધી આયોજીત આ પ્રદર્શનમાં ફર્નીચર, જવેલરી, એન્ટીક વસ્તુઓ, વસ્ત્રો, બેડ સીટ, ઇલેકટ્રોનીકસ આઇટેમો અને દિવાળીના તહેવારોને ધ્યાને લઇ અવનવા દીવડા, રંગોળી અને સુશોભનની સામગ્રી મુકવામાં આવશે.

મુંબઇમાં કલ્પા રાજીવ ફાઉન્ડેશનના માધ્યમથી રકતદાન કેમ્પ, ગરીબોને અનાજ વિતરણ, વિદ્યાર્થી સહાય જેવી પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહેતા કલ્પાબેન કારીયા દ્વારા આગામી જાન્યુઆરીમાં વેડીંગ શો યોજવાની પણ તૈયારી કરાઇ છે.

તસ્વીરમાં 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા કલ્પા રાજીવ કારીયા (મો.૯૮૭૦૬ ૬૫૫૭૭) અને અમિત પટેલ (મો.૯૦૯૬૪ ૦૦૩૯૮) નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(3:30 pm IST)