Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

ભગવતીપરામાં ઓરડીમાં પોલીસે દરોડો પાડી જુગાર રમતા ૪ને દબોચ્યા

હનીફ સોલંકી, દીલીપ સોનારા, દીલીપ ચૌહાણ, અને અર્જુન મંડોલેની ધરપકડ

રાજકોટ, તા.૨૪: ભગવતીપરામાં મહિલાની ઓરડીમાં બી ડીવીઝન પોલીસે દરોડો પાડી જુગાર રમતા ચાર શખ્સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ બી ડીવીઝન પોલીસ મથકના પીએસઆઇ આર.એસ સાકરીયા તથા હરપાલસિંહ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે બાતમીના આધારે ભગવતીપરા શેરી નં.૩માં લાભુબેનના મકાનની ઓરડીમાં દરોડો પાડી જુગાર રમતા ઓરડીમાં ભાડે રહેતા હનીફ અલ્લારખાભાઇ સોલંકી(ઉ.વ.૩૭), દિલીપ બચુભાઇ સોનારા (ઉ.વ.૪૪), દિલીપ બાલસીંગભાઇ ચૌહાણ (ઉ.વ.૪૦) અને અર્જુન નામદેવભાઇ મંડોલે (ઉ.વ.૩૦)ને જુગાર રમતા પકડી લઇ રૂ.૩૩૦૦ની રોકડ સહિતની મતા કબજે કરી કાર્યવાહી કરી હતી.

(3:29 pm IST)