Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

ગ્રેજ્યુએટ થનાર કે થઇ ગયેલા માટે સ્કોલરશીપ મેળવવાનો અમુલ્ય મોકો

- એસ.સી.-એસ.ટી. સમુદાયના ગુજરાતના મૂળ નિવાસી વિદ્યાર્થીઓ માટે ગ્રેજ્યુએશન પછી શિષ્યવૃતિ ઉપલબ્ધઃ ઉપરાંત ગ્રેજ્યુએશનના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરનાર દેશના કોઇપણ વિદ્યાર્થી માટે શિષ્યવૃતિ.

રાજકોટ તા.ર૪ : સન્માનનીય અને સલામત ભવિષ્ય બનાવવા અનિવાર્ય એવું ઉચ્ચ શિક્ષણ દિવસે-દિવસે મોંઘુ બનતું જાય છે ત્યારે ગુજરાતના મૂળ વતનીઓ હોય તેવા એસસી-એસ.ટી.સમુદાયના ધોરણ ૧ર પાસ તથા ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ માટે હાલમાં સ્કોલરશીપ ઉપલબ્ધ છે.

આ ઉપરાંત ધોરણ-૧રમાં ૭પ ટકા સાથે ગેજ્યુએશનના પ્રથમ વર્ષમાં પ્રવેશ લેનાર અને આર્થિક સહયોગ ઇચ્છનાર કોઇપણ વિદ્યાર્થી માટે પણ શિષ્યવૃતિ ઉપલબ્ધ છે. આ તમામ વિગતો જોઇએ તો ....

 મારૂબેની ઇન્ડિયા પ્રાઇવેટ લી.(MIPL) દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ મારૂબેની ઇન્ડિયા મેરીટોરીયસ સ્કોલરશીપ ર૦૧૯-ર૦ અંતર્ગત ભારતના તેજસ્વી વિદ્યાર્થીઓ કે જેઓને આર્થિક સહયોગ જરૂરી છે. અને ર૦૧૮-૧૯ માં ધોરણ ૧ર પાસ કરીને કોઇપણ સ્ટ્રીમમાં ગ્રેજ્યુએશનના પ્રથમ વર્ષમાં માન્યતા પ્રાપ્ત કોલેજ-યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો હોય તેઓ આ સ્કોલરશીપ માટે અરજી કરી શકે છ.ે

- અરજી કરવા માટેની પાત્રતા

ધોરણ ૧રમાં ૭પ ટકા સાથે ગ્રેજ્યુએશનના પ્રથમ વર્ષમાં પ્રવેશ લેનાર વિદ્યાર્થી કે જેઓની કૌટુંબિક વાર્ષિક આવક ૪ લાખ રૂપિયાથી ઓછી હોય અને વિદ્યાર્થી ૬ હજાર રૂપિયા કે તેથી વધારે રકમની અન્ય કોઇ સ્કોલરશીપ મેળવતા ન હોય તેઓ રપ/૯/૧૯ તારીખ સુધીમાં ઓનલાઇન અરજી કરી શકે છે. સ્કોલરશીપ માટે પસંદ થયેલ વિદ્યાર્થીઓને એકવખત ૪૦ થી પ૦ હજાર રૂપિયા મળવાપાત્ર થશે.

- અરજી કરવા માટેની લીંક

http://www.b4s.in/Akila/MIM5

 પોસ્ટ મેટ્રીક સ્કોલરશીપ ફોર એસ.ટી.સ્ટુડન્ટસ, ગુજરાત ર૦૧૯ અંતર્ગત સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના અનુસૂચિત જનજાતિ સમુદાય સાથે જોડાયેલ ગુજરાતના મૂળ નિવાસી અને ધોરણ ૧ર તથા ગ્રેજ્યુએટ થયેલ વિદ્યાર્થીઓ આ સ્કોલરશીપ માટે અરજીપાત્ર છે. આ યોજના અંતર્ગત રેગ્યુલર તથા કોરસપોન્ડન્સ કોર્ષ કરવાવાળા વિદ્યાર્થીઓ પણ અરજી કરી શકે છ.ે

- અરજી કરવા માટેની પાત્રતા

અનુસૂચિત જનજાતિ શ્રેણીના વિદ્યાર્થીઓ કે જે ધોરણ ૧ર અને ગ્રેજ્યુએશનની ડીગ્રી ધરાવતા હોય અને માન્યતા પ્રાપ્ત કોલેજ, સંસ્થા અથવા તો યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશનથી પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્ષના વિદ્યાર્થીઓ હોય. ઉપરાંત તેઓ ગુજરાતના મૂળ નિવાસી હોય અને તેઓના પરિવારની વાર્ષિક આવક અઢીલાખથી ઓછી હોય, તેઓ આ સ્કોલરશીપ માટે અરજીપાત્ર છે. ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ ૧પ/૧૦/ર૦૧૯ છે સ્કોલરશીપ માટે પસંદ થયેલ વિદ્યાર્થીઓને તેઓની કક્ષા અનુસાર લાભ મળશે.

- અરજી કરવા માટેની લીંક

http://www.b4s.in/Akila/PMG1

 પોસ્ટ મેટ્રીક સ્કોલરશીપ ફોર એસ.સી. સ્ટુડન્ટસ, ગુજરાત ર૦૧૯ અંતર્ગત સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના અનુસૂચિત જાતિ સમુદાય સાથે જોડાયેલ ગુજરાતના મૂળ નિવાસી કે જેઓ ધોરણ ૧ર અને ગ્રેજ્યુએશન પાસ વિદ્યાર્થીઓ છે. તેઓ આ સ્કોલશીપ માટે અરજીપાત્ર છે. આ યોજના અંતર્ગત રેગ્યુલર તથા કોરસપોન્ડન્સ કોર્ષમાં ભણતા વિદ્યાર્થીઓ પણ અરજી કરી શકે છે.

- અરજી કરવા માટેની પાત્રતા

અનુસૂચિત જાતિ સમુદાય સાથે સંકળાયેલ ધોરણ ૧ર અને ગ્રેજ્યુએશન પુરૂ કરેલ વિદ્યાર્થીઓ કે જેઓ કોઇપણ સરકાર માન્ય કોલેજ, સંસ્થા અથવા યુનિવર્સિટીમાં ગ્રેજ્યુએશન કે પોસ્ટ ગ્રેજ્યુએશન કરતા હોય અને જેઓની કૌટુંબિક વાર્ષિક આવક અઢી લાખથી ઓછી હોય તેવા ગુજરાતના મૂળ નિવાસી વિદ્યાર્થીઓ તા.૧પ/૧૦/ર૦૧૯ સુધીમાં ઓનલાઇન અરજી કરી શકે છે. પસંદ થયેલ વિદ્યાર્થીઓને તેઓની કક્ષાના (શૈક્ષણિક કક્ષા) આધારે લાભ મળવાપાત્ર થશે.

- અરજી કરવા માટેની લીંક

http://www.b4s.in/Akila/PMG3

 જીવનમાં ઉપયોગી અને ઉજ્જવળ ભવિષ્ય બનાવવા અર્થે સ્કોલરશીપ ઉપલબ્ધ છે. ત્યારે યોગ્ય લાયકાત, આત્મવિશ્વાસ, સ્વપ્રયત્ન, હકારાત્મક અભિગમ તથા ઇશ્વરમાં શ્રદ્ધા રાખીને વિવિધ ફેલોશીપ માટે અરજી કરવા માંડો. ઉચ્ચ શિક્ષણ સાથેનું સોનેરી ભવિષ્ય આપ સૌની રાહ જોઇ રહ્યું છે. સાચી નિતિથી મહેનત કરનારને ઇશ્વર પણ સાથ આપે જ છ.ે સૌને ઓલ ધા બેસ્ટ.

સૌજન્ય

સ્માઇલીંગ સ્ટાર એડવાઇઝરી પ્રા.લી.

www.buddy 4 study.com

info@buddy4study.com

(3:29 pm IST)