Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

રેસકોર્ષમાં સહિયર રાસોત્સવના વિશાળ ગ્રાઉન્ડનું ભૂમિપૂજન

સહિયરના સીઝન પાસ મેળવવા ખેલૈયાઓનો ધસારોઃ સહિયરના ખેલૈયાઓના રાસનું જીટીપીએલ ચેનલ ઉપર જીવંત પ્રસારણઃ સુરેન્દ્રસિંહ વાળા અને કમીટી દ્વારા તૈયારીનો ધમધમાટ

રાજકોટ, તા. ૨૪ :. અર્વાચીન રાસોત્સવમાં પ્રથમ હરોળના સહિયર ગ્રુપ દ્વારા આ વર્ષે પણ ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે.

સહિયર રાસોત્સવ-૨૦૧૯ના આયોજનની સફળતા માટે પ્રતિબદ્ધ આયોજકો રેસકોર્ષ ગ્રાઉન્ડ પર આયોજનના 'શ્રી ગણેશ' કર્યા છે. નવરાત્રી 'માં'ની આરાધનાનો ઉત્સવ છે. સહિયરના ચેરમેન તથા શહેર ભાજપના મંત્રી સુરેન્દ્રસિંહ વાળા, ઉપપ્રમુખ ચંદુભા પરમાર, યશપાલસિંહ જાડેજા, કૃષ્ણસિંહ જાડેજા, ક્રિષ્નપાલસિંહ વાળા સહિતના મિત્રોએ માંના નામથી શરૂઆત કરતા ભૂમિપૂજનથી સમસ્ત આયોજનના અમલના શ્રીગણેશ કર્યા છે.

રેસકોર્ષ ગ્રાઉન્ડ પર જ્યાં 'સહિયર' આકાર લેશે તે ધરતી પર માં નવદુર્ગાનું આહવાન સ્મરણ કરી...માં ધરતીનું પૂજન કરી... આયોજનની સફળતાની કામના કરી છે.

સહિયરની વિશેષતા જોતા જે ખેલૈયાઓ એકવાર આયોજનમાં જોડાય છે, તે હંમેશા માટે સહિયરને પોતાનું 'ઘર' છે તેવી લાગણીથી જોડાયેલ રહે છે, પારીવારીક વાતાવરણ અને મજબુત સુરક્ષા એ બન્ને સહિયરની વિશેષતા છે. તેથી જ સહિયરમાં હંમેશા બહેનોની સંખ્યા ખૂબ જ મોટી હોય છે કેમ કે માબાપ પોતાની દિકરીને પોતાના ઘરની બહાર સમગ્ર રાજકોટમાં સુરક્ષિત ઉત્સવ મનાવી શકે તેવું એકમાત્ર આયોજન 'સહિયર'માં બિન્દાસ્ત રમવા માટે મોકલે છે તે રાજકોટની જનતાનો સહિયર પરનો વિશ્વાસ છે.

ખેલૈયાઓ, પ્રેક્ષકો અને મહેમાનોની સંપૂર્ણ વ્યવસ્થા માટે જવાબદારીથી પરંતુ શ્રેષ્ઠ બને તે માટે અડીખમ પ્લાનીંગ થઈ ચુકયુ છે, સંપૂર્ણ મોકળાશવાળો ફલોરીંગથી સજ્જ પ્લે એરીયા, પ્રેક્ષકો માટે સ્ટેડીયમ - ખુરશીવાળુ સીટીંગ પ્લાનીંગ, વોર્મ વ્હાઈટ લાઈટીંગ, ટૂસ-લાઈટીંગથી સજ્જ જાજરમાન મંચ અને મંચ પરથી સૂર તાલની રમઝટ કરતા ગાયકો સહિયરની વિશેષતા છે.

આ વર્ષે કલાકારોની મીટીંગ બાદ ખેલૈયાઓને નવી જમાવટ કરાવવા તેજસ શિશાંગીયા તથા જીલ એન્ટરોનમેન્ટ મ્યુઝીક ગ્રુપના સથવારે ખોડીદાસ વાઘેલાની મજબુત રીધમના તાલે, દિપક વાઢેરના કી-બોર્ડ, રવિ વ્યાસના ગીટાર અને બેન્જોમાં સાગરના સથવારે ધૂમ મચાવશે.

લોકલાડીલો ગાયક 'રાહુલ મહેતા' ઉત્તર ગુજરાતના રાસનો આખો રાઉન્ડ રમાડશે, જ્યારે સૌરાષ્ટ્રની લોક સંસ્કૃતિનો ધબકાર સાજીદ ખ્યારના કંઠે ધબકશે સૂરનો સથવારો આપતા ડાંડીયા કવીન ચાર્મી રાઠોડ ગીતોની જમાવટ કરશે. ઉપરાંત બધા ગાયકો સાથે મળી યુ.કે., લંડનનું પ્રખ્યાત 'રણઝલીયા'નો રાસ રમાડશે.

ગ્રાઉન્ડ પર ગીતો અને તાલને ગ્રાઉન્ડ પર ગજાવવાની જવાબદારી સંભાળતા સુનિલ પટેલ (પેરેમાઉન્ટ સાઉન્ડ) દ્વારા સીકસ ફલાઈંગ બેલે દ્વારા જબરી જમાવટ કરવામાં આવશે.

સમગ્ર વ્યવસ્થાની કવોલીટીથી સરખામણીમાં ખેલૈયાઓમાં જબરો ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે અને સહિયર કલબ તરફ ખેલૈયાઓનો અભૂતપૂર્વ ધસારો થઈ રહ્યો છે. સહિયરના બોન્ડ પ્લેયર્સ બાકી ન રહી જાય તે માટે પાસ બુકીંગ ચાલુ છે.

સંપર્કઃ ૮૯૮૦૦ ૨૧૩૨૧, કાર્યાલયઃ ૩૧૨, સીલ્વર ચેમ્બર, ૩જે માળે, ટાગોર રોડ રાજકોટ.

સહિયર રાસોત્સવના આયોજકો સર્વશ્રી સહિયર કલબના ચેરમેન અને રાજકોટ શહેર ભાજપના મંત્રી સુરેન્દ્રસિંહ વાળા, વાઈસ ચેરમેન ચંદુભા પરમાર, યશપાલસિંહ જાડેજા, સેક્રેટરી કૃષ્ણસિંહ જાડેજા, ઈવેન્ટ પ્લાનર ક્રિષ્નપાલનસિંહ વાળા, રાજેન્દ્રસિંહ ચુડાસમા (મામા સરકાર) તથા આયોજકો સર્વશ્રી વિજયસિંહ ઝાલા, જયદિપભાઈ રેણુકા, સમ્રાટ ઉદેશી, પ્રકાશભાઈ કણસાગરા, જતીન આડેદરા, હિરેન ચંદારાણા, બંકિમભાઈ મહેતા, ડી.એન. પટેલ, રાજવિરસિંહ ઝાલા, મિથુનભાઈ સોની, પરેશભાઈ પાટડીયા, નિલેષભાઈ ચિત્રોડા, રાહુલસિંહ ઝાલા, જગાભાઈ પટેલ, પંકજભાઈ ફીચડીયા, ભરતભાઈ ઢોલરીયા, ધૈર્ય પારેખ, સુશીલભાઈ ફીચડીયા, કર્ણભાઈ, દિપકસિંહ જાડેજા, અહેમદ સાંધ, મનસુખભાઈ ડોડીયા, દિવ્યરાજસિંહ જાડેજા, શૈલેષભાઈ ખખ્ખર, શૈલેષભાઈ પંડયા, મિલનભાઈ ગોહેલ, સુનિલ પટેલ, નીકુભાઈ, કે.સી. ગોહિલ, જગદીશ દેસાઈ, નરેન્દ્રસિંહ જાડેજા, વિકી ઝાલા, અભિષેક અઢીયા, કરણ આડતીયા, રાજન મહેતા અને રવિરાજસિંહ જાડેજા સહિયરની સફળતા માટે જહેમત ઉઠાવી રહ્યા છે.

(3:28 pm IST)