Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

હેન્ડરાઈટીંગ એનાલીસીસ દ્વારા નરેન્દ્રભાઈ મોદીનુ પર્સનાલિટી એસેસમેન્ટ

અમેરિકા અને બીજા પશ્યિમના દેશોમાં ૧૫૦થી પણ વધુ વર્ષોથી જાણીતું અને વપરાતું હસ્તાક્ષર વિશ્લેષણ વિજ્ઞાન - (હેન્ડરાઇટિંગ એનાલિસિસ) એ વ્યકિતના હસ્તાક્ષર ઉપરથી કોઈપણ વ્યકિતના અંદરના સાચા આંતરિક વ્યકિતત્વના આંકલન માટે અન્ય આવા વિજ્ઞાનો કરતા દ્યણુજ શ્રેષ્ઠ પરિણામ આપે છે એ હવે ભારતના લોકો પણ સારી રીતે જાણી ગયા છે.

આમ કોઈપણ વ્યકિતની સિગ્નેચર ઉપરથી તે વ્યકિતનું બાહ્ય વ્યકિતત્વ જાણી શકાય છે. એટલે કે જાહેરમાં કે સામાજિક પ્રસંગોએ અને પાર્ટીમાં વ્યકિત બીજા લોકો ની હાજરીમાં પોતાને કેવી રીતે દર્શાવવા કે રજુ કરવા માગે છે તે વ્યકિતની સિગ્નેચર પરથી જાણી શકાય છે.

આમ વ્યકિતનું ખરેખર આંતરિક વ્યકિતત્વ અને જાહેરમાં બતાવવા માટેનું બાહય વ્યકિતત્વ એક જ સરખું અથવા અલગ હોઈ શકે છે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વ્યકિતત્વ પૈકીના કેટલાક ખાસ અને વિવિધ ભાષાઓને હેન્ડરાઇટીંગ એનાલિસિસ દ્વારા જોઈએ.

આ સાથેના હેન્ડરાઇટિંગ નું સેમ્પલ મોદીજી ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૪ના રોજ અમેરિકા પહેલી વખત યુ.એસ.એ પ્રેસિડન્ટઙ્ગ ડોનાલ્ડ ટ્રમ્પ ને મળવા ગયા ત્યારની ત્યાં લખેલી વિઝીટ નોટનું છે.

પત્રનો ઉપરનો પ્રમાણમાં મોટો ટોપ માર્જીન મોદીજીનું ટ્રમ્પ પ્રત્યેનું વધારે પડતુ માન અને આદર દર્શાવે છે. મોદીજી પ્રથમ વખત મળવા ગયેલા એટલે સ્વાભાવિક છે આદર વધારે હોઈ શકે, હાલની પરિસ્થિતિ મુજબ તેવું શકય હોય તેવું બની શકે છે, કારણ કે હાલ તેઓ પોતાને એમના (ટ્રમ્પના) સમાન અથવા તો ચડિયાતા ગણે છે એવું એમણે સાબિત કરી બતાવ્યું છે, ખાસ કરીને કાશ્મીરની મધ્યસ્થી વાળી મેટરમાં ખુલ્લેઆમ ટ્રમ્પ ની સામે જ ટ્રમ્પની વિરૂદ્ધ વાત કરીને, કોન્ફિડન્સથી હાથની ટપકી મારીને !

પત્રની ડાબી બાજુનો એકસરખો સાધારણ મોટો માર્જિન એમનું બુદ્ઘિશાળી, ભારતીય સંસ્કાર વાળુઅને બહિર્મુખી વ્યકિતત્વ બતાવે છે, સાથોસાથ અન્ય લોકોથી થોડું અંતર જાળવી રાખતા હોવાનું અને થોડો સંકોચ અને રિઝર્વ હોવાનુ દર્શાવે છે.

એક ઇંચ જેવો માર્જીન ધરાવતા લેખક વ્યકિત પોતાના ભૂતકાળથી પોતાને અલગ રાખતા હોય એવું દર્શાવે છે પરંતુ સાથોસાથ નીચે જતા નાનો થતો જતો ડાબી બાજુનો માર્જિન થોડું શરમાળપણું અને સાધારણ નિરાશા દર્શાવે છે જે કદાચ મોદીની અમેરિકાની અને ટ્રમ્પ સાથેની હા ૨૦૧૪ની પહેલી મુલાકાત ને લીધે હોઈ શકે.

જમણી બાજુનો પહોળો માર્જીન જે તે સમયે ભવિષ્યની ચિંતા કર્યા વગર હાલ પૂરતું વર્તમાન બાબતો પર જ ધ્યાન કેન્દ્રિત કરવું એમ દર્શાવે છે.

સિગ્નેચર

પોતાના નોર્મલ રાઇટીંગ કરતા થોડી મોટી સાઇઝ ના અક્ષરો ધરાવતી સિગ્નેચર તેમનું પોતાના પ્રત્યેનું ઉચ્ચ આત્મસન્માન, આત્મગૌરવ અને આશાવાદી લાક્ષણિકતાઓ એકદમ સચોટ રીતે બતાવે છે.

હસ્તાક્ષર કરતા મોટી સિગ્નેચર તેમની પોતાની જાતને છે એના કરતાં થોડી વધારે સ્ટ્રોંગ, કેપેબલ, આશાવાદી, ઉત્સાહી, અને વધારે સામર્થ્યવાન બતાવવાની ઈચ્છા અને લાગણી સુપર કોન્ફિડન્સથી રજૂ કરે છે, જેને ઓવર કોન્ફિડન્સ કે વિરોધીઓની ફેન્કૂ આદત તરીકે જરા પણ ગેર સમજ કરી શકાય નહીં

એમને પોતાના ફેમીલી સરનેમ મોદી માટે પૂરતું ગૌરવ ને સન્માન છે જ પરંતુ એમણે જીવનમાં જે કંઈ એચિવ કર્યું છે તેબધું પોતાની રીતે, જાતે મહેનત કરીને, સ્વ પ્રયત્નથી, અતિ સંઘર્ષ થી, અથાક મહેનત થી મેળવેલું હોય એમને પોતાના ખુદને માટે તથા પોતાના નામ પ્રત્યે ઉચ્ચકક્ષાનું ગૌરવ અને આત્મસન્માન છે જે તેમના નામનો પ્રથમ અક્ષર એવા મોટા પહોળા અક્ષર ઙ્કનઙ્ખ ને જોઈને પ્રતીતિ થાય છે કે જે મોદી ના મો કરતા પ્રમાણમાં ઘણો મોટો અને વિશાળ છે.

સિગ્નેચરમાં રે ની ઉપરની તરફ ના રેફની બાજુના અક્ષર ન સાથેની કનેકિટવિટી તે તેમની ઓછા ટાઈમ માં વધારે કામ કરવાની ઉચ્ચ કાર્યદક્ષતા ની, કાર્યક્ષમતા high efficiency ની ખાસ આવડત પ્રદર્શિત કરે છે.

પત્રના અંતમાં કાગળની જમણી જમણી સાઈડ માં કરેલી સિગ્નેચર વ્યકિતની સેન્સિટિવિટી અને સેલ્ફ કોન્ફિડન્સ દર્શાવે છે જે બંને બાબતો મોદી માં પૂરેપૂરી છે.

સિગ્નેચરમાં દ્ર નો નીચે તરફ જતો રેફ અને મોદી શબ્દમાં દીની ઉપર તરફ જતી અને છેક નીચે સુધી લંબાયેલી દીર્ઘ દી તેમની હાઇ ઇમેજને ઈમેજીનેશન ક્રિએટિવિટી બુદ્ઘિશકિત અને કોઈપણ બાબતમાં ઊંડે સુધી ઉતરીને પૂરેપૂરું વિશ્લેષણ કરી સમાધાન લાવવાનો સ્વભાવ દર્શાવે છે.

પેરેગ્રાફની લાઈનોની બેઇઝ લાઇનને સમાંતર બેલેન્સ એલાઈમેન્ટ તેમનો સ્થિર, વ્યવહારૂ, વાસ્તવવાદી, સ્થિર અને કન્ટ્રોલ્ડ દિમાગ ઉપરાંત બહેતર આયોજન શકિત દર્શાવે છે.

આજ પેરેગ્રાફની છેલ્લી ૩ લાઈનો જે જમણી તરફ આગળ જતા થોડી ઉપર તરફ જતી જણાય છે તે નરેન્દ્રભાઈનો મહત્વાકાંક્ષી, ઉર્જાવાન, ભવિષ્યમાં વિશ્વાસ રાખનાર, એકીસાથે ઘણી પ્રવૃત્ત્િ।ઓ કરવાની ઈચ્છા ધરાવનાર તથા આનંદી, ઉત્સાહી, અને હકારાત્મક સ્વભાવ દર્શાવે છે.

પૂર્ણ રૂપે વર્તુળ ટાઈપ ગોળા કાર તથા અંદર એકદમ ચોખા અને કલીન અંગ્રેજી ૦ અને એ નરેન્દ્ર મોદીની જગ જાહેર સો ટકા પ્રમાણિકતા તથા બધી જરૂરી અગત્યની વાતો જાહેરમાં કહી નહીં દેવાની સિક્રેટીવનેસ બતાવે છે દર્શાવે છે. વાચકોને તેમના દ્વારા કરાયેલી બંને સર્જીકલ સ્ટ્રાઈક યાદ હશે જ સ્ટાન્ડર્ડ પ્રિન્ટેડ type કેપિટલ આઇ- I  તથા પ્રમાણમાં થોડા મોટા કેપિટલ અક્ષરો નરેન્દ્ર મોદીના હેલ્ધી સેલ્ફ કોન્ફિડન્સ, વીલ પાવર, પૂર્વગ્રહ વગર નો, બધા પાસાઓ વિચારીને બાદમાં જાતે સ્વતંત્ર નિર્ણય લેવા વાળો, સ્વતંત્ર વિચારસરણી વાળો તથા બિઝનેસ માઈન્ડેડ સ્વભાવ દર્શાવે છે.

તેમના અપર ઝોન, મિડલ ઝોન તથા લોઅર ઝોન, તમે ઝોનમાં લખાયેલા તેમના બે પ્રકારના અંગ્રેજી અક્ષર f  તેમની આયોજન અને વ્યવસ્થાપન સ્કીલ ની માસ્ટરી છતી કરે છે.

ડાર્ક અને હાઈ પ્રેસર વાળા દબાણ યુકત અક્ષરો તેમની ઉચ્ચ કક્ષાની પાવરફુલ મેમરીના લક્ષણો જણાવે છે. વધારે દબાણ વાળા અક્ષર લખતા વ્યકિત ની જેમ શ્રી મોદી સેન્સિટિવ અને ઈમોશનલ છે જે દરેક પ્રકારની અનુભૂતિઓ , લાગણીઓ અને ભાવનાને પૂરેપૂરી રીતે અને સમાન રીતે સમજી અને અનુભવી શકે છે.

તેમના અંગ્રેજી હસ્તાક્ષરમાં દરેક અક્ષરો ના વર્ટિકલ અને હોરીઝન્ટલ સ્ટ્રોકસ ડાબી તરફ ઝૂકેલા અથવા જમણી તરફ ઝૂકેલા જણાતા નથી પરંતુ મુખ્યત્વે બેઝલાઈન ને ૯૦ અંશને ખૂણે ઉભા -વર્ટિકલ લખાયેલા છે જે તેમની હૃદય દ્વારા ભાવનાશીલ અને લાગણીશીલ બન્યા વગર માત્ર દિમાગ વડે તાર્કિક અને બુદ્ઘિગમ્ય તટસ્થાથી નિર્ણય લેવાની લાક્ષણિક આવડત દર્શાવે છે.

તેમના એકસરખા સંપૂર્ણ ગોળાકાર ટાઈપના અંગ્રેજી મુળાક્ષરો “o” અને “a” તેમની લઘુતાગ્રંથિ વગરની અને ઓવરકોન્ફિડન્સ વગર ની તટસ્થતા અને પુખ્તતાની લાક્ષણિકતા સાથે ઓછું અને જરૂર પૂરતું પણ કામનું જ વ્યકતવ્ય આપવાનું લક્ષણ જણાવે છે.

તેમના સરળતાથી વાંચી શકાય તેવા ચોખા અને મરોડદાર અક્ષરો તેમની લખવાની અને બોલવાની શ્રેષ્ઠ કમ્યુનિકેશન સ્કીલ છતી કરે છે,

સ્મોલ લેટર “t” ની રીટ્રેસિંગ કર્યા વગરની, સિંગલ લાઈન ટાઈપની ઉભી વર્ટિકલ સ્ટેમ આડી અવળી વાત કર્યા વગર ડાયરેકટ મુદ્દા અને વિષય પર આવવાની બાબત ઉજાગર કરે છે. એ જ રીતે સ્મોલ લેટર “t” ની વર્ટિકલ સ્ટેમને બંને તરફ સરખી રીતે ક્રોસ કરતી હોરીઝોન્ટલ ટી બાર લાઈન તેમની ચોક્કસ, બેલેન્સડ અને ત્વરિત નિર્ણય લેવાની શકિત બતાવે છે.

તેમના અક્ષરમાં , શબ્દોમાં અને લાઈનો વચ્ચે નું નોર્મલ કરતાં વધુ સ્પેસીંગ ખુલ્લા ઓછા અંગત મિત્રો હોવાનું તથા મર્યાદિત હળવદ હળવા મળવાનું તો દર્શાવે છે પરંતુ સાફ અને ખુલ્લા દિલથી નિખાલસતાથી કોઈ પણ જાતના સંકોચ કે પૂર્વગ્રહ વગર, અજાણ્યાઓ તથા મિત્રો સાથે હળવા મળવાની અને જાહેરમાં બધા ને મળતા રહેવાના ગુણો વિશે જણાવે છે, આ ગુણોને લીધે તેઓ બધાને મિત્ર બનાવી લે અથવા સામેવાળા મિત્ર બની જાય છે.

અંગ્રેજી સ્મોલ લેટર “ g” તથા “ y” ના નીચેના નીચે તરફ જતા ફુલ લુપ-બલુન તેમની બધી બાબતોમાં , બધા વિષયોમાં પૂરેપૂરો રસ લઈ, સામેલ થઈ અને ઊંડા ઉતરી સમાધાન શોધવાની લાક્ષણિકતા દર્શાવે છે.

તેમના “h”, “l”, “t” ane “b” અક્ષરોમાં પહેલી ઊભી લાઈન દર્શાવાતો વિકસિત અપર ઝોન તેમની આધ્યાત્મિકતા, બુદ્ઘિપ્રતિભા અને સર્જનાત્મક શકિતઓ પ્રદર્શિત કરે છે ચાહે તે નવી સ્કીમ હોય સ્કીમના નામ સિલેકટ કરવામાં હોય સ્કીમ ની ડિઝાઇન અને લોગો તૈયાર કરવામાં હોય કે આવકની સાથે લોકોનું ભલું થાય તેવી મલ્ટિપર્પઝ સ્કીમ હોય જેના વિશે આપણે સૌ પરિચિત છીએ જ.

સ્મોલ લેટર “ p” ની p ના લુપ થી પણ વધારે ઉપર જતી પહેલી ઊભી લાઈન-વર્ટિકલ સ્ટેમ એ વ્યકિતનો કરકસરયુકત તથા યોગ્ય લોજીકલ દલીલો કરી ભાવતાલ તથા વાટાઘાટ કરી ઓછી અથવા વ્યાજબી કિંમતે ખરીદારી કરનારની લાક્ષણિકતા બતાવે છે. શ્રી મોદીના આપણે આ ગુણોથી વાકેફ છીએ જ.

નિખિલેશ મહેતાનો પરિચય

હંમેશા સત્ય જાણવાની જિજ્ઞાસા અને અને સતત જ્ઞાન મેળવતા રહેવાની જન્મજાત તીવ્ર ઈચ્છા ધરાવતા, સિવિલ એન્જિનિયર અને આર્કિટેકટ શ્રી નિખિલેશ મહેતાએ ૨૦૦૦ સાલમાં કેલિફોર્નિયા (યુ.એસ એ) થી આશરે દોઢસોથી પણ વધારે વર્ષ જૂના અને વ્યકિતની પર્સનાલિટી બાબતે ૭૦ થી ૯૯ ટકા પરિણામ આપતા આ એકમાત્ર સાયન્સ હેન્ડરાઇટિંગ એનાલિસીસનો માસ્ટર ડિપ્લોમાં પ્રાપ્ત કર્યો.

આજ સુધી આશરે ૮ હજારથી પણ વધુ હસ્તાક્ષર વિશ્લેષણ કરી વ્યકિતની પર્સનાલિટી પૃથક્કરણ કરી તેમને કેરીયર ગાઈડન્સ, બિઝનેસ, જોબ સિલેકશન, રિલેશનશિપમાં, મેરેજ પાત્ર પસંદગી વગેરેની સેવાઓ આપી છે.

હાલ જ ભારતની પ્રખ્યાત કન્સ્ટ્રકશન કંપનીના બેંગ્લોર, દિલ્હી, મુંબઈ, પુના, સુરત, અમદાવાદના બાંધકામ પ્રોજેકટસમા કવોલીટી તથા ઓપરેશનલ ફન્કશનલ હેડના ટોપ મેનેજમેન્ટના હોદ્દા પરથી નિવૃત્ત્। થયા છે.

વિશ્લેષણ :

નિખિલેશ મહેતા

(એમડીએચએ, એમ.ટેક. સિવિલ, ડી.આર્ક. ડી.બી.એમ.)

nikhilesh.ha@gmail.com

(મો. ૮૮૬૦૦૨૨૪૧૨)

(1:25 pm IST)
  • મધ્યપ્રદેશમાં કોર્ટ પરિસરમાંથી જજ લાપતા : ગૂમ થયાનો મામલો નોંધાયો : સતનામાં અદાલત પરિસરમાંથી 35 વર્ષીય ન્યાયધીશ આર,પી, સિંહ લાપતા થયા access_time 1:06 am IST

  • અફઘાનીસ્તાનમાં લશ્કરની આતંક વિરોધી કાર્યવાહીમાં નિર્દોષ જાનૈયાઓનો ભોગ લેવાયોઃ લગ્ન મંડપ ઉપર હવાઇ હુમલોઃ બાળકો સહિત ૪૦ના મોત : હેલમંદ પ્રાંતની ઘટનાઃ આતંકીઓને બદલે બાજુમાં ચાલતા લગ્ન સ્થળ ઉપર બોંબ ઝીંકાયાઃ ગયા અઠવાડીયે અફઘાનના નાંગરહાર પ્રાંતમાં અમેરિકી લશ્કરે ભૂલમાં નાગરીકો ઉપર બોંબ ઝીંકતા ૩૦ નિર્દોષ નાગરિકો માર્યા ગયેલા access_time 1:13 pm IST

  • કોલસા કૌભાંડ મામલે રેવતી સિમેન્ટસ પ્રા.લી. તથા તેના ડીરેકટર ઉમેશ શાહરાની ૨૦.૨૨ કરોડ રૂપિયાની સ્થાવર તથા જંગમ મિલ્કત જપ્ત કરતું એન્ફોર્સમેન્ટ ડીપાર્ટમેન્ટ access_time 8:54 pm IST