Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

જંગલેશ્વરના રેઢા કવાર્ટરમાં અલ્તાફ ઉર્ફ અલ્તાએ દારૂ ઉતાર્યોઃ ક્રાઇમ બ્રાંચે દબોચ્યો

એએસઆઇ વિજયસિંહ ઝાલા અને હેડકોન્સ. ફિરોઝભાઇ શેખની બાતમીઃ ૪૨ બોટલ કબ્જે

રાજકોટ તા. ૨૪: જંગલેશ્વર પટેલ સોસાયટીના શખ્સને ક્રાઇમ બ્રાંચની ટૂકડીએ જંગલેશ્વર કવાર્ટરમાંથી રૂ. ૧૩,૯૨૦ના ૪૨ બોટલ દારૂ સાથે પકડી લીધો હતો. આ શખ્સે રેઢા પડેલા કવાર્ટરમાં દારૂનો જથ્થો છુપાવ્યો હોવાની અને તે સગેવગે કરવા તજવીજ કરી રહ્યો હોવાની બાતમી ે મળતાં દરોડો પાડવામાં આવ્યો હતો.

ક્રાઇમ બ્રાંચના એસીપી જે. એચ. સરવૈયાની રાહબરી અને પી.આઇ. એચ. એમ. ગઢવીની સુચના મુજબ પીએસઆઇ પી.એમ. ધાખડા, એએઅસાઇ વિજયસિંહ ઝાલા, હેડકોન્સ. પ્રતાપસિંંહ ઝાલા, ફિરોઝભાઇ શેખ, યોગેન્દ્રસિંહ જાડેજા, સોકતખાન અને અમિતભાઇની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે એએસઆઇ વિજયસિંહ ઝાલા અને હેડકોન્સ. ફિરોઝભાઇ શેખને બાતમી મળતાં જંગલેશ્વર અંકુરનગર-૬ આરએમસી કવાર્ટર બ્લોક નં. ૨૭ કવાર્ટર નં. ૩૧૯માંથી રૂ. ૧૩૯૨૦નો ૪૨ બોટલ દારૂ કબ્જે કરી જંગલેશ્વર પટેલ સોસાયટી-૪ સમા મંજીલમાં રહેતાં અલ્તાફ ઉર્ફ અલ્તો અબ્દુલભાઇ સમા (ઉ.૨૮)ની ધરપકડ કરી હતી. આ શખ્સ અગાઉ પણ દારૂના કેસમાં પોલીસ ચોપડે ચડી ચુકયો છે. રેઢા કવાર્ટરનો દારૂ છુપાવવા ઉપયોગ કરતો હતો.

(1:23 pm IST)