Gujarati News

Gujarati News

News of Monday, 23rd September 2019

અમે જેલમાં જઇશુ પણ હેલ્મેટ નહીં પહેરીએ

મતદાર એકતા મંચના નેજા તળે સત્યાગ્રહીઓ મેદાને : હેલ્મેટ અને સીટ બેલ્ટ કાયદાનો વિરોધ

રાજકોટ : બંધારણના મૂળભૂત હકકો ભુલીને લોકોને ડરાવવા અમલી બનાવાયેલ હેલ્મેટ અને સીટ બેલ્ટના કડક કાયદા સામે રાજકોટ મતદાર એકતા મંચના નેજા તળે સત્યાગ્રહીઓએ જબબર વિરોધ દર્શાવ્યો છે. જરૂર પડયે જેલમાં જવુ પડે તો જવાની તૈયારી પણ દર્શાવી છે. લોકોના મૃત્યુની ચિંતા કરવા કરતા હેલ્મેટના ઉત્પાદકોને ફાયદો કરાવવાની વાત વધુ સ્પષ્ટ બનતી હોવાનો આક્ષેપ સત્યાગ્રહીઓએ એક સંયુકત યાદીમાં કર્યો છે. અશોકભાઇ પટેલ, પ્રવિણભાઇ લાખાણી, મહેશભાઇ મહીપાલ, અમિતકાંતા પટેલ, હરેશ સાંગાણી, દિપક પુજારા, મગનભાઇ ડરાણીયા, માયાબેન મલકાણ, ઋષીકેશ ધીંગાણી, ઇશ્વરભાઇ મકવાણા સહીતના સત્યાગ્રહીઓ મેદાનમાં આવ્યા છે. હેલ્મેટ કે સીટ બેલ્ટ નહીં પહેરનારા લોકો ગુન્હેગાર નહી પરંતુ પીડીત છે. તેમની પીડા ઓછી કરવાની માંગણી આ સત્યાગ્રહીઓએ ઉઠાવી છે.

(4:06 pm IST)