Gujarati News

Gujarati News

News of Monday, 23rd September 2019

પટેલ સેવા સમાજ દ્વારા માં અમૃતમ કાર્ડ માટે કેમ્પ

રાજકોટઃ પટેલ સેવા સમાજના ઉપક્રમે સ્પીડવેલ પાર્ટી પ્લોટ ખાતે પ્રમુખ અરવિંદભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને 'માં અમૃતમ કાર્ડ' વિતરણ અને સમાજ તથા સરકારી સહાય યોજનાઓના માર્ગદર્શન અંગેનો કાર્યક્રમ આયોજિત થયો હતો. જેમાં સરકારની અને સમાજની કલ્યાણકારી યોજના સમાજના ઘેર-ઘેર સુધી પહોચાડવા સમાજના પ્રમુખ અરવિંદભાઇ પટેલએ અપીલ કરી હતી. કોર્પોરેશનના નાયબ કમિશનરશ્રી એચ.કે.કગથરાએ સરકારની વિવિધ યોજનાઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન પુરૂ પાડયુ હતું. વિવિધ યોજનાઓનો લાભ લેવા તથા અન્ય તમામ સમાજના જરૂરિયાતવાળા લોકો સુધી આ માહિતી પહોચાડવા અપીલ કરી હતી. આરોગ્ય અધિકારી ડો.રાજેશભાઇ માકડીયાએ માં અમૃતમ કાર્ડની આવશ્યકતા જણાવી તેના અંગે જાગૃતતા લાવવા અપીલ કરી હતી. બિન અનામત નિગમના રાજકોટ જીલ્લાના મેનેજર દિનેશભાઇ આરદેશણએ બિન અનામત નિગમ અને બિન અનામત આયોગની કામગીરી પર પ્રકાશ પાડયો હતો. પટેલ સેવા સમાજની સંગઠન સમિતિના ચેરમેન મનીષભાઇ ચાંગેલાએ વિવિધ સમાજ અને મંદિરો દ્વારા મળતી સહાય અંગે તથા વિવિધ સમાજ, સંસ્થાઓ, છાત્રાલયો વગેરેમાં મળતી સુવિધાઓ અને સમાજના ભાવી સેમીનાર વિશે વિસ્તૃત માહિતી આપી હતી. સમાજના મંત્રી કિશોરભાઇ ઘોડાસરાએ સ્વાગત પ્રવચન કર્યુ હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રો. ડો. જે.એમ. પનારાએ કર્યુ હતું. મહિલા સંગઠન સમિતીના ઇન્ચાર્જ ગીતાબેન ગોલ એ આભાર વિધી કરી હતી. આ કાર્યક્રમમાં પટેલ સેવા સમાજ તથા પટેલ પ્રગતિ મંડળના ટ્રસ્ટીઓ તથા કારોબારી સભ્યો ઉપસ્થિત રહયા હતા. કાર્યક્રમના અંથે ૭૦૦ જેટલા લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે માં અમૃતમ કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સમારંભમાં સમાજના પ્રમુખ અરવિંદભાઇ પટેલ, પટેલ પ્રગતિમંડળના ઉપપ્રમુખ પ્રવીણભાઇ ગરાળા, નંદલાલભાઇ માંડવીયા, જીવનભાઇ ગોવાણી, વલ્લભભાઇ વડાલીયા, મગનભાઇ ધીંગાણી, જમનભાઇ ભલાણી, નાથાભાઇ કાલરીયા, મુળજીભાઇ ભીમાણી, બીપીનભાઇ હદવાણી, શિવલાલભાઇ ઘોડાસરા, હિવલાલભાઇ આદ્રોજા, અમુભાઇ ડાઢાણીયા, રામજીભાઇ પનારા, કિશોરભાઇ ઘોડાસરા,મગનભાઇફ ફળદુ, પરશોતમભાઇ ડઢાણીયા, ગોૈતમભાઇ ધમસાણીયા, જમનભાઇ વાછાણી, મનસુખભાઇ વિરપરીયા, કાન્તીભાઇ મકાતી, જગદીશભાઇ પરસાણીાયા, રમેશભાઇ ઘોડાસરા, વિજયભાઇ પાડલીયા, કિશોરભાઇ કાલરીયા, રમેશભાઇ વરાસડા, કિાંતિભાઇ કરડાણી, મગનલાલ વાછાણી, રમણીકભાઇ વાછાણી, આર.એમ.સી.ના કાનાણી, બીઆરટીએસના માકડીયા તથા યુવા સંગઠન ટીમ ડો. વિશાલ વાછાણી, ચિરાગ વાછાણી, ઋત્વિક ફળદુ, બ્રિજેશ બેચરા, તથા મહિલા સંગઠન ઠીમ નયનાબેન ડાંગરેશીયા, કંચનબેન મારડીયા, અંજુબેન કણસાગરા, રીટાબેન કાલાવડીયા, જાગૃતિબેન હુડકા, ચંદ્રિકાબેન ટીલવા, ગીતાબેન સાપરીયા, નીતા બેન પરસાણીયા, નીતાબેન માખસણા, પ્રફુલાબેન નાર, કિરણબેન માકડીયા, હર્ષાબેન કાલરીયા, જલ્પાબેન નંદાસણા, રાજશ્રીબેન રોજીવાડીયા, હેતલબેન કાલરીયા સહિત હાજર રહયા હતા.

(3:45 pm IST)