Gujarati News

Gujarati News

News of Monday, 23rd September 2019

રાજકોટ જીલ્લામાં જૂગારના ૩ દરોડામાં ૧૭ પતાપ્રેમી પકડાયાઃ ૩ શખ્સો છનન

મોટી મારડમાં પ, સાતોદડમાં ૭ અને વાડોદર ગામે જૂગાર રમતા પ શખ્સો પકડાયાઃ ૩ શખ્સો ભાગી ગયા

Alternative text - include a link to the PDF!

રાજકોટ તા. ર૩ :.. જીલ્લામાં જૂગારના ૩ દરોડામાં ૧૭ પતાપ્રેમીઓ પોલીસની ઝપટે ચડી ગયા હતાં. જયારે ૩ શખ્સો છનન થઇ ગયા હતાં.

પ્રથમ દરોડામાં પાટણવાવના પીએસઆઇ વાય. બી. રાણા તથા પો. કો. દિવ્યરાજસિંહ પઢીયાર સહિતના સ્ટાફે મોટી મારડ ગામે મનસુખભાઇ જેઠાભાઇ પરમારના કબ્જા ભોગવટાના મકાનમાં રેઇડ કરી જૂગાર રમતા મનસુખ જેઠાભાઇ પરમાર, ભનુ માલદેભાઇ ચાવડા, દીલીપ રણમલભાઇ રાજગોર, વિપુલ સામતભાઇ પરમાર, મોહન નાથાભાઇ સોલંકી, રે. તમામ મોટી મારડને રોકડા રૂ. ૧૪૭૦૦ અને ૪ મોબાઇલ મળી કુલ ર૧,ર૦૦ ના મુદામાલ સાથે ઝડપી લીધા હતાં.

બીજા દરોડામાં જામકંડોરણા પોલીસે સાતોદડ ગામની સામાકાંઠા નામની સીમમાં રેઇડ કરી જૂગાર રમતા મહાવીરસિંહ ઉર્ફે ગીડુભા નવલસિંહ જાડેજા, પ્રવિણ કુરજીભાઇ રાઠોડ, જયપાલસિંહ જીવુભા જાડેજા, જયસુખ ઉર્ફે કાળુભાઇ છગનભાઇ ઠુમ્મર, જગદીશભાઇ ઉકાભાઇ મહીડા, લાલુભા મંગળસંગ જાડેજા, તથા કેશુ કારાભાઇ મકવાણા, રે. તમામ સાતોદડને રોકડા રૂ. ૧૬૪૮૦ અને ગંજીપતા સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

ત્રીજા દરોડામાં પાટણવાવના પીએસઆઇ વાય. બી. રાણા તથા સ્ટાફે વાડોદર ગામે રેઇડ કરી જૂગાર રમતા ભાવેશ પરબતભાઇ ચાવડા, ગીરીશ ગોરધનભાઇ શીંગલ, અશ્વિન રાયમલભાઇ વીરડા, દેવાયત કુંભાભાઇ મૈયાત્રા તથા રાજન નાથાભાઇ વીરડા, રે. તમામ વાડોદરને રોકડા રૂ. ૧૦,૮રપ તથા મોબાઇલ નંગ-પ, મળી કુલ રૂ. ર૩,૮રપ ના મુદામાલ સાથે ઝડપી લીધા હતાં. આ રેઇડ દરમિયાન ભરત આંબાભાઇ શિંગલ, કિરણ ગોપાલભાઇ સીંગલ તથા બાવ ધનાભાઇ પરમાર રે. વાડોદર નાસી છૂટતા તેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરાયા છે. (પ-૧૧)

(12:05 pm IST)