Gujarati News

Gujarati News

News of Monday, 24th September 2018

કાળીપાટના ચકચારી ''ડબલ મર્ડર'' કેસમાં આરોપીઓ દ્વારા એફ.એસ.લેવાની અરજી રદ

રાજકોટ તા. ર૪ : રાજકોટ તાલુકાના ભાવનગર રોડ પર આવેલા કાળીપાટ ગામમાં અલગ અલગ કોમના બે જુથો વચ્ચે ખેલાયેલા ધિંગાણામાં બે યુવકોની હત્યા થયેલી જેના આરોપીઓ દ્વારા એફ.એસ.સાથે લેવાની અરજી નામંજુર કરવામાં આવેલ છે.

આ બનાવની ટુંકી વિગત જોઇએ તો ભાવનગર રોડ પર આવેલા કાળીપાટ ગામના બે દરબાર યુવાનોની હત્યા થયેલી જેમાં તાલુકા પોલીસ મથકના સ્ટાફે સત્યસિંહ અનિરૂધ્ધસિંહ જાડેજાની ફરીયાદ પરથી કોળી જુથના ૧૦ શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી ધરપકડ કરી હતી. જેમાં છગન રઘા દુધરેજીયા, ધીરૂ રઘા, સુરેશ રઘા, દિનેશ દેવશી, સવજી દેવશી, જેન્તી પ્રેમજી, બાબુ ઉકા, મનસુખ દેવશી, જયોત્સનાબેન જેન્તીભાઇ, લાભુબેન પ્રેમજી વિગેરે આરોપીઓને જેલ હવાલે કરેલા આરોપીઓએ સામા પક્ષે અન્ય દસ આરોપીઓ વિરૂધ્ધ હુમલો કર્યાની વળતી ફરીયાદ નોંધાવી હતી. જેમાં ડબલ મર્ડરવાળો કેસ ચાલી જતા આ કામના આરોપીઓએ બન્ને કેસના એફ.એસ.સાથે લેવાની અરજી કરેલ હતી. જેમાં સ્પે. પી.પી.અનિલભાઇ દેસાઇએ આ અરજી ટકવાપાત્ર નથી તેવી દલીલો કરી સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ ટાંકયા હતા.આ અરજી પર બન્ને પક્ષની દલીલો હાઇકોર્ટ ના ચુકાદાઓ ધ્યાને લઇ રાજકોટની એડી.સેશન્સ કોર્ટ હાલની અરજી નામંજુર કરી  હતી.આ કેસમાં સ્પે.પી.પી.તરીકે અનિલભાઇ દેસાઇ તથા મુળ ફરીયાદી વતી રાજકોટના વકીલ રૂપરાજસિંહ પરમાર, અજીત પરમાર, કુલદિપસિંહ જાડેજા વિગેરે રોકાયેલા હતા. (૬.૧૪)

(3:58 pm IST)