Gujarati News

Gujarati News

News of Monday, 24th September 2018

ફલોટેક પંપમાં ગાય આધારિત શાકભાજીનું ઉત્પાદન

રાજકોટઃ જળક્રાંતિ, ગીરગાય ક્રાંતિ અને ગાય આધારિત કૃષિનાં પ્રણેતા મનસુખભાઈ સુવાગીયાની ફલોટેક સબમર્સિબલ પંપ કંપનીમાં તેઓ જાતવાન ૧૦ ગીર ગાયો પાળે છે અને તેનો ગોબર- ગોમૂત્ર- ખાટી છાશથી રીંગણ, ગલકા, દૂધી, તુરિયા, કારેલા ભીંડો, ગુવાર, મેથી, પાલક, કોથમીર, ટામેટા જેવા શાકભાજી ઉગાડે છે. છેલ્લા રાસાયણિક ખાતર- ઝેર વગર ચોમાસામાં રીંગણ- ભીંડો જેવા પાકો સફળ કરીને ખેડૂતોને ક્રાંતિકારી માર્ગ ચિંધ્યો છે. લીટર ગોમૂત્રમાં ૫૦૦ ગ્રામ દેશી ગાયનું તાજું છાણ, ૧૦૦ ગ્રામ સુકી તમાકુ અને ૧૦૦ ગ્રામ તીખા મરચાનો ઉકાળો બનાવી એક પંપમાં નાખી છંટકાવ કરવાથી થ્રિપ્સ, મીશ તમામ પ્રકારના ચૂસિયા જીવાતનું નિયંત્રણ થાય છે. આમ ફલોટેક પંપની સાથે મનસુખભાઈ(મો.૯૪૨૬૨ ૫૧૩૦૧)ના શાકભાજી પણ ભારતમાં પ્રસિધ્ધ થયાં છે. મનસુખાભાઈ સુવાગીયા જણાવે છે કે દરેક ખેડૂત ૪ થી ૫ એકર દીઠ એક જાતવાન દેશી ગાય પાળીને ગાય આધારિત કૃષિ અપનાવશે તો ઝેર- રસાયણથી થતા કેન્સર જેવા રોગો- અકાળ મૃત્યુથી બચીને સક્ષમ અમૃત અને સમૃદ્ધિ અવશ્ય પામશે.(૩૦.૭)

(3:56 pm IST)