Gujarati News

Gujarati News

News of Monday, 24th September 2018

સુખી જીવન સંપ, સ્વધર્મ, સમજણથી થાય છે : પૂ.અપૂર્વમુનિ સ્વામી

બી.એ.પી.એસ. સ્વામીનારાયણ મંદિરે 'સુખી જીવનનું ચણતર' વિષય પર કડીયા સમાજ પ્રેરણા સમારોહ સંપન્નઃ મકાનની અંદર તિરાડ પડે તો સંધાય શકે છે પણ સંબંધોમાં તિરાડ પડે તે સાંધવા સમજણની જરૂર છે

રાજકોટ : પૂજય પ્રમુખસ્વામી મહારાજના ૯૮મા જન્મજયંતી મહોત્સવ ઉપક્રમે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર દ્વારા પ્રમુખસ્વામી સભાગૃહ ખાતે  કડિયા જ્ઞાતિજનો માટે શ્નકડિયા સમાજ પ્રેરણા સમારોહલૃનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજકોટ મંદિરના સંત નિર્દેશક પૂજય અપૂર્વમુનિ સ્વામીએ 'સુખી જીવનનું ચણતર' વિષય પર પ્રેરક વકતવ્યનો લાભ આપ્યો હતો.

આ સમારોહમાં ગુજરાત પછાત વિકાસ નિગમ બોર્ડના અધ્યક્ષ, કડિયા જ્ઞાતિ સમાજ સમસ્તના પ્રમુખ અને ચોટીલા આપાગીગા જગ્યાના મહંત નરેન્દ્રભાઈ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા. પૂજય અપૂર્વમુનિ સ્વામીએ કડિયા જ્ઞાતિજનોને ઉદ્દબોધન કરતા જણાવ્યું હતું કે, લોકોના મકાનના સારા ચણતર આપણે કર્યા પરંતુ હવે આપણા મનના ચણતરને સારું કરવું છે. સુખી બનવું સહેલું છે પરંતુ બીજાથી વધુ સુખી થવું અઘરું છે. પૈસાથી ભૌતિક વસ્તુ ખરીદી શકાય, પૈસાથી સાચું સુખ ખરીદી શકાતું નથી. સુખ માત્ર ભૌતિક પદાર્થોમાં નથી, સાચું સુખ સમજણમાં છે. આપણે આપણાં ભૌતિક પદાર્થો માં અપડેટ કરીએ છીએ, તો આપણા જીવનમાં અપડેટ ન કરી શકીએ!!?

સમારોહના અંતે ડિસેમ્બરમાં યોજાનાર  પૂજય પ્રમુખસ્વામી મહારાજના જન્મજયંતી મહોત્સવના આકર્ષણોનો વિડીયો રજૂ કરવામાં આવ્યો હતો.(૩૭.૮)

(૧) કોઈને સંભળાવો નહી પણ સાંભળો અને સંભાળો.  'દરેકને કાન આપો, દરેકને ધ્યાન આપો અને દરેકને માન આપો.' - પરમ પૂજય પ્રમુખસ્વામી મહારાજ.  ક્રિકેટના સ્કોર અને શેરબજારના ભાવ કરતાં સંતાનના માકર્સની ખબર રાખો. (૨) સમજાવો ઓછુ પરંતુ સમજો વધુ.  સંતાન માટે સમય નથી આપી શકતા તો સંતાનને જન્મ આપવાનો અધિકાર નથી.  મંગળ પર પાણી છે એ શોધ શકય બની છે પરંતુ માતા પિતા કે પરિવારના સભ્યોના આંખના પાણીને સમજી શકતા નથી.  (૩) સહન કરો અને સમાધાન કરો.  તકલીફ તો થાય પરંતુ સમાધાન પણ શકય છે માટે સમાધાન તરફ જવું. (૪) માફી માંગો અને માફી આપો.  બિલ્ડીંગની ઉંચાઈ બનાવીએ છીએ, પરંતુ સારા વ્યકિતત્વની ઉંચાઈ બનાવી શકતા નથી.  સંતોએ સંસાર છોડ્યો આપણા માટે તો આપણે સંબંધો સાચવવા સ્વભાવ ના છોડી શકીએ !! (૫) ઘરસભા કરો અને સત્સંગ સભા ભરો.  મંદિર જીવન ઘડતરની પાઠશાળા છે.  સત્સંગથી માનસિક રીતે મજબૂત બનીએ છીએ.

(3:54 pm IST)