Gujarati News

Gujarati News

News of Monday, 24th September 2018

મોહરમ પર્વની કોમી એખલાસ -અમનના સંદેશા સાથે પુર્ણાહુતિઃ ફુલછાબ ચોકમાં હિન્દુ-મુસ્લિમ એકતાનું ભાવનાત્મક વાતાવરણ

અમન- શાંતિ, ભાઇચારાનો ભાવનાત્મક સંદેશ ઇસ્લામ દ્વારા પાઠવાયો છે, ઈસ્લામનો અર્થ શાંતિ થાય છે

રાજકોટ : સદર તાજીયા કમિટીના પ્રમુખ હબીબભાઇ ગનીબાપુ કટારીયા અને મહામંત્રી એઝાઝબાપુ બુખારીની અખબારી યાદીમાં જણાવ્યું છે કે, સદર વિસ્તારમાં બનતા તાજીયા, નાની મોટી ડોલીઓ, દુલદુલ, ન્યાજ કમિટી, વાએજ કમિટી, બે દિવસ એખલાસભરી શાંતિ સાથે હિન્દુ-મુસ્લિમ જનતાએ ભાગ લઇને ઉજવેલ. બીજા દિવસે પુર્ણાહુતિ સદર ફુલછાબ ચોકમાં થયેલ આ પ્રસંગે તમામ તાજીયાના સંચાલકોને ફુલહાર કરી કમિટી તરફથી સન્માન કરાયું હતું.

પોલીસ તંત્ર દ્વારા ખડેપગે તટસ્થપણે પોતાની સેવાઓ બજાવી હતી. કોઇપણ અનિચ્છનીય બનાવ બનવા પામેલ નથી. એકદમ સરસ રીતે પોલીસે પોતાની જવાબદારી નિભાવી હતી. રાજકોટ શહેર પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલનો આભાર વ્યકત કરવામાં આવેલ. નાયબ પોલીસ કમિશનરશ્રી, ઝોન-ર મનોહરસિંહજી જાડેજાને ફુલહારથી સન્માન કરતા મહામંત્રી એઝાઝબાપુ બુખારી, તાજીયા કમિટીના પ્રમુખ હબીબભાઇ ગનીબાપુ કટારીયા, ઉપ પ્રમુખ હાજી હુસૈનભાઇ માંડરીયા ઝોન-ર મનોહરસિંહજી જાડેજા સાહેબનું ફુલહારથી સન્માન કરતા નજરે પડે છે. પ્ર.નગરના પી.આઇ. શ્રી બી.એમ. કાતરીયાનું મોહનભાઇ સોઢા તથા સોહેલભાઇ મલિક, ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના પી.આઇ. શ્રી વિજયભાઇ ઓડેદરાનું સ્વાગત કરતા ઉપ પ્રમુખ ઇકબાલબાપુ બુખારી તથા અકીબભાઇ મામટી, પ્ર.નગરના પી.એસ.આઇ. એમ.એમ. ગોસાઇનું સ્વાગત કરતા મંત્રી શબીરભાઇ કુહાડીયા, પ્ર.નગરના પી.આઇ. શ્રી બી.એમ. કાતરીયાનું સ્વાગત કરતા પરવેઝનભાઇ કુરેશી, ક્રાઇમ બ્રાન્ચના પી.એસ.આઇ. કે.કે. જાડેજાનું સ્વાગત કરતા હબીબભાઇ ગનીબાપુ કટારીયા, એ.સી.પી. હેડ કવાર્ટર શ્રી બારૈયાનું સ્વાગત કરતા એઝાઝબાપુએ કરેલ, પ્ર.નગર ડિ-સ્ટાફના પ્રદિપસિંહ ગોહેલ, હેમેન્દ્રભાઇ વાભીયા, દેવસીભાઇ થાંભલા, મોહસીનભાઇ મલેક, અરવિંદભાઇ મકવાણા, અશોકભાઇ કલાલ, મનજીભાઇ, જયેન્દ્રસિંહ પરમાર, જયદિપસિંહ ધોળકિયા દ્વારા ફુલહારથી સ્વાગત કરી તેમની કામગીરીને બિરદાવેલ હતી.

સદર તાજીયા કમિટીના પ્રમુખ ગનીબાપુ કટારીયા (મો. ૯૮૨૪૪ ૧૬૦૬૯), એઝાઝબાપુ બુખારી, હાજી હુસેનભાઇ માંડરીયા, મોહનભાઇ સોઢા, રતિભાઇ બુંદેલા, જાફરભાઇ બાવાણી, આરીફભાઇ સોદાગર, ઇકબાલબાપુ બુખારી, આસીફભાઇ પાઘરસી, ઇરફાનભાઇ ઠેબા, શબ્બીરભાઇ કુહાડીયા, અમીનભાઇ થાનાણી, સુરજભાઇ નારેજા, પરવેઝભાઇ કુરેશી, યુસુફભાઇ મકરાણી, મેરાજભાઇ વિધાણી, અકીબભાઇ મામટી, દાઉદભાઇ સુમરા, અમીનબાપુ સૈયદ, સમીરભાઇ સંધાર, ડાડાભાઇ જુણાચ, એડવોકેટ મુનીરભાઇ ખોખર, આરીફભાઇ કટારીયા, લોઇડભાઇ દલવાણી, મુનાભાઇ ઠાસરીયા, ઇમરાનભાઇ શેખ-બેંક મેનેજર, અનવરભાઇ કારીયાણી, સંજયભાઇ પાટડીયા, રફીકભાઇ કટારીયા, નરેશભાઇ મકવાણા, સતારભાઇ કટારીયા, સાબીરભાઇ કટારીયા, નીતિનભાઇ ચોૈહાણ, આબીદભાઇ શેખ વગેરે સતત તાજીયાની સાથે રહેલ હતા તેમ સદર તાજીયા કમિટીના પ્રમુખ હબીબભાઇગનીબાપુ કટારીયા અને મહામંત્રી એઝાઝબાપુ બુખારીની યાદીમાં જણાવેલ છે.(૧.૨૧)

(3:51 pm IST)