Gujarati News

Gujarati News

News of Monday, 24th September 2018

બાર કાઉ. ઓફ ઈન્ડીયામાં મેમ્બર તરીકે નિમણૂંક થતા દિલીપભાઈ પટેલનું સન્માન

રાજકોટ, તા. ૨૪ :. રાજકોટ કલેઈમ બાર એસો. દ્વારા રાજકોટ બાર એસો.ના સભ્ય દિલીપભાઈ પટેલ બાર કાઉન્સીલ પૂર્વ ચેરમેન દિલીપભાઈ પટેલની નિમણૂંક બાર કાઉન્સીલ ઓફ ઈન્ડીયાના મેમ્બર તરીકે નિમણૂંક કરવામાં આવેલ હોય તથા હીતેશ દવે એડવોકેટની બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના કોપ્ટ મેમ્બર તરીકે નિમણૂંક થતા પ્રમુખ કે.જે. ત્રિવેદી, ઉપપ્રમુખ જી.આર. પ્રજાપતિ, સેક્રેટરી એસ.ટી. જાડેજા, વી.સી. પટણી, જે.બી. નારીગ્રા દ્વારા કલેઈમ બારના વકીલો દ્વારા સન્માન કરવામાં આવેલ હતું.

આ કલેઈમ બારના સન્માન કાર્યક્રમમાં કારોબારી મેમ્બર પ્રિયાંક ભટ્ટ, વી.એમ. વાઢેર, શૈલેષ પંડયા, સ્તવન મહેતા, કલ્પેશ નશીત, જ્યોતીબેન પંડયા, ઈરફાન મારવીયા એ સમગ્ર આયોજન કરેલ હતું. આ કાર્યક્રમમાં ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજશ્રી ગીતા ગોપી મેડમ તથા અન્ય સેશન્સ કોર્ટના જજશ્રીઓ હાજર રહેલ હતા. આ પ્રસંગે પ્રસંગોને અનુસાર કાર્યક્રમ યોજાયેલ હતો.

આ કાર્યક્રમને સફળ બનાવવા સુનીલ મોઢા, ભાવેશ મકવાણા, રાજેશ મહેતા, જે.જે. ત્રિવેદી, કલ્પેશ વાઘેલા, પી.એચ. કોટેચા, એન.આર. શાહ, જયદેવ શુકલ સહિતના સિનીયર ધારાશાસ્ત્રીઓ હાજર રહેલ હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન જિલ્લા સરકારી વકીલ એસ.કે. વોરાએ આગવી શૈલીમાં કરેલ હતું.

(3:50 pm IST)