Gujarati News

Gujarati News

News of Monday, 24th September 2018

પરિણિતા દ્વારા સાસરીયા વિરૂધ્ધ ત્રાસ આપવા અંગે થયેલ ફરિયાદ રદ

રાજકોટ તા.૨૪: પત્નીએ સાસરીયાસામે કરેલી ૪૯૮ (ક)ની ફરીયાદ હાઇકોર્ટ દ્વારા રદ કરવામાં આવી હતી.રાજકોટ અહીંના અંબાજી કડવા પ્લોટ વિસ્તારમાં રહેતી પરણીતા રીમા બહેનના લગ્ન રાજકોટ મુકામે પેલેસ રોડ પર કુંવરજી ટાવરમાં રહેતા પતી રાકેશભાઇ સાંગાણી સાથે થયેલ હતા અને પરણીતા પોતાના સાસરામાં સંયુકતમાં લગ્ન જીવન પસાર કરવા ગયેલ ત્યારબાદ પતી પત્ની વચ્ચે તકરાર થતાં પરણીતા પોતાના પિયરમા પરત ફરી અને તેણે રાજકોટના મહીલા પોલીસ મથકમા પોતાના પતી રાકેશ સાંગાણી સહીત કુલ ૯ સાસરાના સભ્યો સામે તેના સાસરીયા તેને કરીયાવર માટે શારિરીક માનસીક ત્રાસ આપે છે તેવી ફોજદારી ફરીયાદ આઇ.પી.સી.ની કલમ ૪૦૬,૪૯૮ (ક), ૧૧૪, તથા દહેજધારાની કલમ ૩ અને ૪ મુજબની નોંધાવેલ હતી.

આ કેસ ચાલવા પર આવતા તમામ સાસરીયા અદાલતમાં પોતાના વકીલ શ્રી અંતાણી મારફતે હાજર થયેલ અને અદાલતમા લાગતા વળગતા તમામ સાહેદોની જુબાની નોંધવામાં આવેલ હતી. જુબાનીઓ થયાબાદ સંજોગો બદલતા તમામ સાસરાના સભ્યો એ પોતા સામે જે આઇ.પી.સી.કલમ ૪૯૮ (ક) વી.મુજબની ફરીયાદ થયેલ છે તે રદ કરવા માટે હાઇકોર્ટમા કવોશીંગ પીટીશન પોતાના હાઇકોર્ટના વકીલ શ્રી બારોટ મારફતે દાખલ કરેલ હતી.

ગુજરાત હાઇકોર્ટમા આ બાબત નીસુંનાવણી થયાબાદ હાઇકોર્ટે સાસરીયા તરફી ચુકાદો આપેલ છે અને તમામ સાસરાના સભ્યોને પત્નીએ જે દહેજ માટે શારિરીક માનસીક ત્રાસ આપવાની સ્ત્રી અત્યાચાર ના ભારી ગુન્હાની કલમની ફરીયાદ મહીલા પોલીસ મથકમાં કરેલ તે ફરીયાદજ રદ એટલે કે કવોશ કરવાનો હુકમ આપેલ છે.

આ કેસમા ગુજરાત હાઇકોર્ટમા તમામ સાસરીયા તરફે એડવોકેટ શ્રી મુદુલ એમ.બારોટ રોકાયલ હતા જયારે રાજકોટમાં શ્રી સંદીપ કે. અંતાણી તથા સમીમબેન કુરેશી વકીલ તરીકે રોકાયેલ છે.

(3:50 pm IST)