Gujarati News

Gujarati News

News of Monday, 24th September 2018

સામાકાઠે-યુનિવર્સિટી રોડ પરની પપ બોર્ડ-બેનરો હટાવાયા

શહેરના મુખ્ય રાજમાર્ગો પરથી ૨૭ રેકડી-કેબીન ૪૬૦ કિલો શાકભાજી-ફળ, ઘાસચારો-લીંલુ જપ્તઃ રૂ. ૧.૧૫ લાખનો દંડઃ દબાણ દટાવ શાખા દ્વારા કાર્યવાહી

રાજકોટ, તા.૨૪: રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા  શહેરમાં જુદી જુદી જગ્યાએ જાહેર માર્ગો પર દબાણ રૂપ એવા ૨૭ રેંકડી-કેબીન, અન્ય ચીજવસ્તુઓ, ૪૬૦ કિલો શાકભાજી-ફળો, ધાસચારો-લીલું-ફૂલ તથા ૫૫ બોર્ડ-બેનરો વગેરે જપ્ત કરી  રૂ. ૧.૧૫ લાખનો વહીવટી ચાર્જે વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે.

 આ અંગે મુનિ. કોપોરેશનની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ દબાણ હટાવ શાખા દ્વારા રસ્તા પર નડતર ૨૫ રેંકડી-કેબીનો એ.જી.ચોક, એ.ક.ચોક, ગાંધીગ્રામ હો.ઝોન, મવડી રોડ, જંકશન રોડ, શ્રધ્ધા પાર્ક, હેમુ ગઢવી હોલ ની પાછળ વિગેરે જગ્યાએથી જપ્ત કરવામાં આવી હતી, જુદીજુદી ૨ અન્ય પરચુરણ ચીજ વસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી જે જંકશન રોડ વિગેરે જગ્યા પરથી જપ્ત કરવામાં આવી હતી, ૪૨૦ કી.ગ્રા. શાકભાજી-ફળો કે જે ઉપયોગમાં લઇ શકાય તેમ ન હતા તેને  રામાપીર ચોકડી, યુનિવર્સીટી રોડ, જંકસન રોડ, જયુબેલી, ધરાર માર્કેટ પરથી જપ્ત કરવામાં આવ્યા હતા, પારેવડી ચોકથી ૪૦ કી.ગ્રા. ધાસચારો- લીલું અને ફૂલ જપ્ત કરવામાં આવેલ હતા, તેમજ રૂ/-૧,૧૫,૫૦૦/- વહીવટી ચાર્જ મોરબી રોડ, ઢેબર રોડ, કાલાવડ રોડ, રામાપીર ચોકડી થી રેયાધાર રોડ, એસ.કે.ચોક, મહાપુજાધામ ચોક, રેયા રોડ, પુષ્કરધામ હો.ઝોન, યુનિવર્સીટી રોડ, કોટેચા ચોક, અમીન માર્ગ, ૧૫૦ ફૂટ રોડ, નાનામોવા, જામનગર રોડ, હેમુ ગઢવી હોલ, કનક રોડ, કરણસિહજી રોડ, ઢેબર રોડ, કોઠારીયા રોડ, રેસકોર્ષ, ૮૦ ફૂટ રોડ, યાજ્ઞિક રોડ, મોટી ટાંકી ચોક, જીલ્લા પંચાયત ચોક, પેલેસ રોડ, ગાયત્રી નગર મેઈન રોડ, પેડક રોડ, રીંગ રોડ, ભાવનગર રોડ વિગેરે જગ્યા પરથી વસુલ કરવામાં આવ્યો હતો. 

બોર્ડ-બેનર

શહેરમાંથી નડતરરૂપ એવા ૫૫ બોર્ડ-બેનરો પેડક રોડ, એ.જી. ચોક તેમજ સંત કબીર રોડ પરથી જપ્ત કરવામાં આવ્યા હતા.

હોકર્સઝોન

શહેરના અલગ અલગ ૩૦૭ હોકર્સ ઝોન ગંગેશ્વર મહાદેવ ટી.પી પ્લોટ, સાધુ વાસવાણી હો.ઝોન, પ્રેમ મંદિર હો.ઝોન, એરપોર્ટ ફાટક, જી.આઈ.ડી.સી.રોડ, દેવપરા હો.ઝોન, મોરબી જકાતનાકા, ધરાર શાક માર્કેટ, ગોવિંદબાગ શાક માર્કેટ, માંડા ડુંગર, શાક માર્કેટ, આજી જી.આઈ.ડી.સી, કોઠારીયા રોડ, પેડક રોડ માંથી જપ્ત કરવાની કામગીરી કરવામાં આવી હતી.(૨૨.૧૨)

(3:47 pm IST)