Gujarati News

Gujarati News

News of Monday, 24th September 2018

સસ્તા અનાજની દૂકાનોમાંથી સત્વરે કેરોસીન-અનાજ મળે તેવી કાર્યવાહી કરોઃ BPL ની નવી યાદી બનાવો

હજારો રેશનકાર્ડ નકકામાં બન્યા છેઃ ગેસ કનેકશન નથી ત્યાં કેરોસીન આપોઃ દુકાનો નિયમીત ખૂલતી નથીઃ લોકોમાં દેકારો :કોંગી કોર્પોરેટર અગ્રણી ગાયત્રીબા વાઘેલા અને અન્યોનું કલેકટરને વિસ્તૃત આવેદન...

કોર્પોરેટર શ્રી ગાયત્રીબા વાઘેલા અને અશોકસિંહ વાઘેલાએશહેરમાં સસ્તા અનાજની દુકાનો ઉપરથી કેરસીન-અનાજ મળતુ ન હોવાની વ્યાપક ફરીયાદો અંગે ડીએસઓ શ્રી જોષીને આવેદન પાઠવી વિસ્તૃત રજુઆતો કરી હતી.(તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ તા. ર૪ : કેર્પોરેશનના સિનિયર મોસ્ટ કોર્પોરેટર અને કોંગ્રેસ અગ્રણી શ્રમતી ગાયત્રીબા વાઘેલા અને અન્ય આગેવાનોએ કલેકટરશ્રીને આવેદનપત્ર પાઠવી શહેરમાં આવેલ સસ્તા અનાજની દુકાનોમાં મળતું કેરોસોન તેમજ મળવાપાત્ર અનાજ સત્વરે મળી રહે તે  અંગે યોગ્ય કરવા માંગણી કરી હતી.

આવેદનમાં ઉમેર્યું હતું કે રાજય સરકાર દ્વારા બહેનોને એલપીજી કનેકશન મફતમાં આપવાની વાતો કરી રાજકોટ જીલ્લામાં સવા લાખ કનેકશનોનો ટાર્ગેટ રાખવામાં આવ્યો હતો. ત્યારબાદ ટાર્ગેટ ઘટાડી ૪૦,૦૦૦નો કર્યો હોવા છતાં આ યોજના સદંતર નિષ્ફળ નિવડી છ.ે કારણ કે આ યોજનામાં માત્ર એલ.પી.જી. કનેકશન જ મફતમં આવે છે.ત્યારબાદ દર મહિને રૂ.૭૦૦ ની કિંમતનો બાટલો ખરીદવો પડેછે. જે ગરીબ માણસને પોયાસ તેમ નથી જયરે કેરોસીન સસ્તા અનાજની દુકાનમાંથી રૂ. ૧૩ થી લઇને રૂ. ૧પ, સુધી લીટરના ભાવે મળી રહે છે જેથી ગરીબ માસણ એનો ચુલો સળગાવી શકે.

છેલ્લા ઘણા સમયથી સસ્તા અનાજની સરકારી દુકાનોમાં રાશન કાર્ડ પ્રમાણે શહેરની ગરીબ જનતાને મળવાપાત્ર કેરોસીન તેમજ મળવા પાત્ર ઘઉ-ચોખા સહીતની વસ્ુતોઓ આપવાનું સદંતર બંધ કરી દેવામાં આવ્યું છે ને શહેરનાં હજારો રેશનકાર્ડ ધારકોના રેશનકાર્ડ નકામાં બની ગયા છે અને છતાં પણ રાજય સરકાર દ્વારા એવો ફતવો જાહેર કરવામાં આવ્યો છે કે રાશનકાર્ડ ધારકે દર મહિન સસ્તાં અનાજની દુકાને રૂબરૂ જઇ લાઇનમાં ઉભા રહી પોતાના કામના કલાકો ખોટી કરી હાજરી પુરવાર કરવી પડે છે.

ત્યારે શહેરમાં પછાત વિસ્તારમાં વસવાટ કરતા હજારો રાશનકાર્ડ ધારકોએ જે અતિ ગરીબી રેખા નીચે જીવે છે સમયે-સમયે નિયમ અનુસાર બી.પી.એલ. ધારકોની નવી યાદી બનાવવા માટેની કાર્યવાહી થવી જોઇએ. તે સરકારની ઘોર બેદરકારી અને ગરીબો પ્રત્યેના ઓરમાયા વર્તનને કારણે થઇ શકી નથી.

આવેદનમાં કરાયેલ માંગણી મુજબ સમગ્ર શહેરમાં નવી બી.પી.એલ. અંગેની કામગીરી શરૂ કરી સાચી અને વાસ્તવિક યાદી બનાવવામાં આવે જયાં સુધી નવી બી.પી.એલ. યાદી બની તૈયાર ન થાય ત્યાં સુધી હાલમાં એ.પી.એલ.કાર્ડ ધારકોને ગેસ કનેકશન ધરાવતા ન હોય તેવા કાર્ડ ધારકોને કેરોસીનનો કોટા ફાળવવામાં આવે  શહેર વિસ્તારમાં પછાત અને ગરીબ વિસ્તારના સર્વે કરીએ ગરીબોને મળવા પાત્ર ઘઉં-ચોખા અને અન્ય રાશન મળી રહે તેવી વ્યવસ્થા કરવી.

રાજકટ શહેરના પોપટપરા, રૂખડીયાપરા, પ૩ કવાર્ટર, સંતોષીનગર, મિયાણાવાસ, જેવા વિસ્તારોમાં આજે પણ ગેસ કનેકશન ઉપલબ્ધ નથી. ત્યારે આ વિસ્તારના ગરીબોને સસ્તા દરે ગેસ કનેકશન પ્રાપ્ત થાય તે અંગેની વ્યવસ્થા કરવી. અને ત્યાં સુધી મળવાપાત્ર કેરોસીનનો જથ્થો ઉપલબ્ધ કરાવવો.

શહેરમાં આવેલ સસ્તા અનાજની સરકારી દુકાનો ખોલવા-બંધ કરવા અંગેના કોઇ નિયમોનું પાલન થતું નથી. જેથી વ્યાપક ફરીયાદ છે. તે અંગે પગલાઓ ભરવા.

આવેદનપત્ર દેવામાં કોંગી અગ્રણી અશોકસિંહ વાઘેલા તથા અન્યો પણ જોડાયા હતા.

(3:45 pm IST)