Gujarati News

Gujarati News

News of Monday, 24th September 2018

'ત્રિકોણ બાગ કા રાજા' ને માનભેર વિદાયઃ મહોત્સ્વનું સમાપન

રાજકોટ :.. છેલ્લા ૧૯ વર્ષથી રાજકોટમાં યોજાતા ત્રિકોણ બાગ કા રાજા ગણપતિ મહોત્સવનું ગઇકાલે રવિવારે સુચારૂ સમાપન થયું. પુર્ણાહૂતિ પુજા પશ્ચાત શહેરની ગણપતિ વિસર્જન યાત્રામાં જોડાઇ, ત્રિકોણ બાગ ચોક ખાતે શહેરની વિશાળ વિસર્જન યાત્રાનું શિવસેના દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.  ત્રિકોણ બાગ કા રાજા ગણપતિ મહોત્સ્વના અંતિમ ચરણોમાં શનિવારે સાંજે સાર્વજનીક સત્યનારાયણ ભગવાનની કથા શ્રવણ અને પ્રસાદનો ભાવિકોએ વિશાળ સંખ્યામાં લાભ લીધો હતો. દાંડીયા રાસ સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ૧૦ ભાઇઓ તથા ર૦ બહેનોને વિવિધ ભેટ-પુરસ્કારો અપાયા હતાં. આ ભવ્ય આયોજનને સફળ બનાવવા ૧૧ દિવસ સુધી સેવાઓ આપનાર ૯૦ ઉપરાંત સ્વયં સેવકોને પુરસ્કાર, સ્મૃતિ ચિન્હ, અને પ્રશસ્તિપત્ર આપીને આયોજન સમિતિ તરફ સ્વાગત કરાયુ હતું. શનીવારે અંતિમ  મહાઆરતીમાં શહેરના વિવિધ ક્ષેત્રના મહાનુભાવોએ હાજરી આપીને ગણેશ વંદના કરી હતી, જેમાં આઇબીએ ન્યુઝ અને આઇઆઇએમએ નેશનલ કોર્ડીનેટર ચંદ્રશેખર સીંગ, ડાયરેકટર અશોકભાઇ ગઢીયા, હેલ્પ લાઇન સર્વિસના રાજેશભાઇ ખેતાણી, હાસમભાઇ મેતાજી, કોંગ્રેસ અગ્રણી રહીમભાઇ સોરાના પુત્ર ઉમરભાઇ, પ્રભુદાસભાઇ વિઠલાણી, દિલસુખભાઇ પરમાર, હંસાબેન પરમાર, એન્ટીકરપ્શન બ્યુરોના યોગેશ પીઠડીયા, હંસાબેન પીઠડીયા, કિંજલબેન પીઠડીયા, હિન્દુસ્તાન ઇલેકટ્રોનીકના જયંતભાઇ અગ્રવાલ, જયેશ પટેલ, રિધ્ધિબેન મહેતા, ટ્રેકોન કુરીયરના પિયુષભાઇ ચંદારાણા, આત્મીય કોલેજના પ્રો. જિજ્ઞેશભાઇ રાઠોડ, સીટી કલબના કેતનભાઇ કોમલ હેન્ડ ક્રાફટના નરેન્દ્રભાઇ વગેરે ભાવિક મહાનુભાવોએ હાજરી આપીને ગણેશ વંદના કરી હતી. શહેર ભાજપ ગણપતિ મંગલ મહોત્સવ દ્વારા શહેરના કેટલાંક શ્રેષ્ઠ ગણેશોત્સવોને ખાસ પ્રસસ્તિ પત્ર આપીને સન્માનવામાં આવ્યા છે, જેમાં ત્રિકોણ બાગ કા  રાજા ગણપતિ મહોત્સવને પ્રથમક્રમે સન્માનપત્ર આપીને શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મીરાણી, દેવાંગભાઇ માંકડ,  જીતુભાઇ કોઠારી વગેરેએ બિરદાવ્યા હતાં. (પ-ર૧)

(3:44 pm IST)