Gujarati News

Gujarati News

News of Monday, 24th September 2018

કાયદેસર રેતી કપચી નું વહન કરતા ડમ્પર માલીકોનું કલેકટરને આવેદનઃ કાયદો તોડતા હોય તેને ઝપટે લ્યો

અમુક ખાતાના અધીકારીઓ ખોટી રીતે હેરાન કરે છેઃ ૩ હજાર ડમ્પર માલીકો છેઃ તાકિદે યોગ્ય કરવા માંગણી : અમે ટ્રસ્ટ બનાવ્યું છેઃ રપ થી વધુ સભ્યો છેઃ દરેક પોતાની ગાડી કાયદેસર ચલાવે છે

રેતી-કપચીનું વહન કરતા ડમ્પર માલીકોએ આજે ''અકિલા'' ખાતે મહત્વની વિગતો આપી હતી, કલેકટરને આવેદન પણ પાઠવ્યું હતું. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ તા. ર૪: રાજકોટ બિલ્ડીંગ મટીરીયલ સપ્લાયર ટ્રાન્સપોર્ટ એસો. વેલફેર ટ્રસ્ટે કલેકટરને લેખીતમાં જાણ કરી ઉમેર્યું છે કે, અમો રેતી, કપચી તથા ભોગાવો ને અમારા ટ્રકમાં નાખી જે જગ્યાએ જરૂરીયાત હોય ત્યાં માલ આપીએ છીએ. અમારૃં ટ્રસ્ટ તથા તેના સભ્યો ટ્રકના માલીક તથા ડ્રાઇવર છે. અને અમારા સભ્યોના કુટુંબીજનોનું આવકનું એક માત્ર સાધન છે. અમારા ટ્રસ્ટ રજી. નં.F-3516-Rajkot નંબરથી રજીસ્ટ્રેશન કરાવેલ છે. ટ્રસ્ટમાં રાજકોટ, શહેર તથા જીલ્લો સુરેન્દ્રનગર, મોરબી, ઉપલેટા, ધ્રોલ તાલુકો તથા જીલ્લાના ઉપરોકત ધંધો કરતા ટ્રકના માલીકો તથા ડ્રાઇવરો સભ્યો છે. સદરહું ધંધામાં આશરે ૩૦૦૦ ડમ્પર છે. જેના ઉપર ૧૦,૦૦૦ કુટુંબની રોજી રોટી નિર્ભર છે.

અમારા ટ્રસ્ટ દ્વારા રેતી, કપચી તથા ભોગાવોનું વહન નિયમ અનુસાર કરવું અને સરકારશ્રીના ધારા ધોરણ મુજબ કરવું તે નકકી કરેલ છે અને બધાજ લોકોની સંમતી હોવાથી આ ટ્રસ્ટની રચના કરવામાં આવી છે. અને આવતા દિવસોમાં જે લોકો ટ્રસ્ટમાં જોડાણા છે. તે બધા લોકો ડમ્પરના માલીકો તથા ડ્રાઇવરો બધા અન્ડર લોડ ખનીજ વહન કરવા સહમત છે.

વધુમાં ઉમેર્યું છે કે, અમારા ટ્રસ્ટમાં જોડાયેલ છે. તે બધા સભ્યોને અમારા ટ્રસ્ટનોઆધાર આપેલ છે. તેઓએ બધા સભ્યોની સંમતીથી કાયદા વિરૂધ્ધ કોર્ટ કૃત્ય કરવાનું નથી તેવું અમો સંમતીથી બંધાયેલા છીએ પરંતુ અમારા કમીટી સભ્યોને જાણ થશે કોઇપણ જગ્યાએ ગેરકાયદેસર ખનીજ વહન થતું જાણ થશે તો તુરંત કમીટીના સભ્યો આપની કચેરીનો તથા આપના અધીકારીનો સંપર્ક કરશું જેથી આપશ્રી દ્વારા પુરો સહકાર મળશે તેવી આશા રાખીએ છીએ.

આવેદનમાં પરબતભાઇ ડાંગર તથા અન્યોએ ઉમેર્યું હતું કે, અમો ટ્રક માલીકો બિલ્ડીંગ મટીરીયલ્સના ધંધા સાથે સંકળાયેલા છીએ. જેમાં અમોની પાસે ટ્રેકટર, ડમ્પર, ટ્રકથી રેતી, કપચી, ભોગાવાનું પરિવહન કરી છીએ. અમારા ટ્રકમાં કાયદેસર આર.ટી.ઓ. પાર્સીંગ પ્રમાણે માલ ભરીએ છીએ. જે મોટા ધંધાર્થીઓ છે તેઓની પાસેના વાહન બધા અવરલોડ આર.ટી.ઓ. નિયમ વિરૂધ્ધ ત્થા ગેરકાયદેસર માલ ખનીજ ભરીને ચાલે છે. જેમાં જવાબદાર અધીકારીઓ સાથે સાંઠગાંઠ છે જેની રહેમથી તેના વાહન બેફામ ચાલે છે. અને નાના માણસોના વાહન માલીકોને આકરો દંડ કરાય છે, અંદાજે પ થી ૭ લાખનો દંડ ફટકારાય તે વ્યાજબી નથી, નાના માણસો કે એકાદ-બે વાહન ધરાવતા માલીકો ભરી શકે તેમ નથી, આથી ગેરકાયદે દોડતા વાહન માલીકો સામે તાકિદે પગલા ભરવા અમારા એસો.ની માંગણી છે, આવેદન દેવામાં સર્વશ્રી રમેશભાઇ સેગલીયા, પ્રભાતભાઇ કુંભારવાડીયા, રામભાઇ આહીર, ભાનુભાઇ ખીમાણીયા, હરેશભાઇ દાફડા, દિલીપભાઇ ટોપીયા, ચંદ્રસિંહ વિગેરે જોડાયા હતાં.

(3:44 pm IST)