Gujarati News

Gujarati News

News of Monday, 24th September 2018

સિદસર જવા ૧૧૦૦ પદયાત્રીકોનું રાજકોટથી પ્રસ્થાન

ડ્રેસકોડમાં ૧૩૦ કાર્યકરો સેવામાં: મા ઉમીયાના જય જયકારથી માર્ગો ગુંજયાઃ ગામોગામ સ્વાગતઃ કાલે સિદસરમાં ૧૧ કુંડી મહાયજ્ઞમાં ભાગ લેશે

રાજકોટ, તા., ૨૪: કડવા પાટીદાર સમાજના કુળદેવી ઉમીયા માતાજી સિદસર પ્રાગટયની ૧૧૯ મી પુર્ણાહુતી પ્રસંગે શ્રી ઉમીયા પદયાત્રીક પરીવાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રાજકોટથી સિદસર સુધી પદયાત્રાનું રવિારે વહેલી સવારે સંસ્થાની ઓફીસ રાજકોટથી પ્રસ્થાન થતા ૧૧૦૦ જેટલા પદયાત્રીકો જોડાયા હતા.

રાજકોટ ઉપરાંત જામનગર, જુનાગઢ, પોરબંદર, ધ્રોલ સહીતના અનેક વિસ્તારોમાંથી પદયાત્રાનો પ્રવાહ સિદસર તરફ રવાના થઇ રહયો છે.

રાજકોટની પદયાત્રા પ્રસ્થાનમાં ઉમીયા માતાજી મંદિર સિદસરના ટ્રસ્ટી રમણીકભાઇ ભાલોડીયા, પુર્વ સાંસદ હરીભાઇ પટેલ, પુર્વ મેયર મંજુલાબેન પટેલ, પુર્વ સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મહેન્દ્રભાઇ ફળદુ ઉમીયા પરીવાર સંગઠન સમીતીના કાંતીભાઇ ઘેટીયા, ્પ્રફુલભાઇ કાથરોટીયા, હરીભાઇ કણસાગરા, મનસુખભાઇ ઘોડાસરા, ગોવિંદભાઇ સવસાણી, અશોકભાઇ ટીલવા, અશ્વીનભાઇ ભોરણીયા, વિજયાબેન વાછાણી, ઇશ્વરભાઇ વાછાણી, જમનભાઇ ભલાણી, જીગ્નેશભાઇ આદ્રોજા, સુરેશભાઇ ઓગણજા, રજનીભાઇ ગોલ સહીતના અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા.

રાજકોટથી ઉમીયા માતાજી મંદિર સિદસર જતાં પદયાત્રીકો ઢેબર રોડ પી.ડી.માલવીયા કોલેજ, ગોંડલ રોડ, ક્રિષ્ના પાર્ક જેવા વિસ્તારમાં થઇ વેરાવળ(શાપર) મુકામે પહોંચ્યો હતો. શાપર-વેરાવળ ખાતે કડવા પાટીદાર સમાજ શોપરના પ્રમુખ મનસુખભાઇ પાણની આગેવાની હેઠળ પદયાત્રીકોનું આતીશબાજી તથા સામૈયા સાથે ભવ્ય સ્વાવત કરવામાં આવ્યું હતું. પદયાત્રીકો ચા-નાસ્તા પ્રસાદીની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ પ્રસંગે શાપર કડવા પાટીદાર સમાજ દ્વારા પદયાત્રીકોને આવકાર્યા હતા.

શાપરથી પદયાત્રીકો દાળેશ્વર પ્રસાદ લઇ બપોર બાદ વાળીધર, કોલીથડ પહોંચ્યા હતા. જયાં રાત્રી રોકાણ કરી ત્યાર બાદ ગરનારા, ત્રાકુડા, ઉકરાળી, ધોળીધાર થઇને જામકંડોરણા ખાતે બપોરની પ્રસાદી તેમજ આરામ કરેલ.

બપોર બાદ પદયાત્રીકોનો સંઘ ત્યાથી પ્રસ્થાન કરી જસાપર, નાગબાઇની ધાર, ખજુરડા થઇ જામટીંબડી મુકામે રાત્રી પ્રસાદી લીધી. તેમજ રાત્રી રોકાણ કર્યુ હતું. આજે તા. ર૪ ને સોમવારના રોજ પદયાત્રીકો જામ ટીંબડીથી નીકળી સાજડીયાળી થઇ અરણી મુકામે ચા-નાસ્તો કરી ભાયાવદર મુકામે બપોરની પ્રસાદી લઇ, બપોર બાદ ખારચીયા, મોટી પાનેલી થઇને સિદસર મુકામે પહોંચ્યા હતા. જયાં શ્રી ઉમીયા માતાજી મંદિરે સાંજની આરતીનો લાભ લઇ ને રાત્રી પ્રસાદી તેમજ રાત્રી રોકાણ કરાશે.

આ પદયાત્રામાં ડ્રેસકોડમાં સજ્જ ૧૪ સમીતીમાં ૧૩૦ જેટલા કાર્યકરો દ્વારા પદયાત્રીકોની સેવા તેમજ સાર સંભાળની વ્યવસ્થા કરી રહયા છે. ભાવીકો ભજન-કિર્તના સાથે માતાજીના જયઘોષા સાથે પદયાત્રા કરે છે. રાજકોટથી સિદસર સુધીનું પદયાત્રામાં એક અનોખું ધાર્મિ વાતાવરણ ઉભુ થાય છે. શ્રી ઉમીયા માતાજી પ્રત્યે શ્રધ્ધા અને આસ્થા ધરાવતા ભાવીકો આ પદયાત્રામાં જોડાય છે. ટ્રસ્ટના પ્રમુખ વિનુભાઇ મણવર ઉપપ્રમુખ અતુલભાઇ ભુત, મંત્રી ધર્મેન્દ્રભાઇ ઉકાણી,  સહ મંત્રી જેન્તીભાઇ ભાલોડીયા, ખજાનચી ભુપતભાઇ જીવાણી, ટ્રસ્ટી રાજુભાઇ ત્રાંબડીયા, કાંતીભાઇ કનેરીયા જહેમત ઉઠાવી રહયા છે.

(3:43 pm IST)