Gujarati News

Gujarati News

News of Monday, 24th September 2018

પરીન ફર્નિચરનો ૩૦,૦૦,૦૦૦ શેરનો આઇપીઓ આવી રહયો છેઃ કોન્સોલીડેટેડ સંપતિ રૂ.૫૭.૪૪ કરોડ

દેશના ૩૭૧ થી વધુ અને ૧૮ રાજયોમાં મલ્ટીબ્રાન્ડ સ્ટોરઃ નામાંકિત કંપની-બેંકો-હોસ્પિટલોમાં ફર્નિચર પુરૂ પાડે છે

રાજકોટ : રેડીમેડ ફર્નિચરમાં સુપ્રસિદ્ધ પરીન ફર્નિચર લીમીટેડનો ૩૦,૦૦,૦૦૦ ઈકિવટી શેરનો ઇશ્યુ આવી રહયો છે.

પરીન ફર્નિચર ઇશ્યુ સાઇઝ (શેરની માત્રા)- ૩૦,૦૦,૦૦૦ ઇશ્યુ સાઇઝ- રૂ. ૧૮.૯૦ કરોડ અને ફેસ વેલ્યુ-રૂ.૧૦ છે. ઇશ્યુનો ભાવ-રૂ. ૬૦-૬૩ છે. પોસ્ટ ઇશ્યુ પેઇડઅપ કેપિટલ -રૂ. ૧૧,૧૧,૮૦,૦૦૦ અને પોસ્ટ ઇશ્યુ પેઇડઅપ ઇમ્પ્લાઇડ મોર્કટ કેપ-રૂ. ૬૬.૭૧ કરોડ-૭૦.૦૪ કરોડ છે.

ઇશ્યુ પહેલાની ચુકવેલી મુડી ૮૧,૧૮,૦૦૦ ઇકિવટી શેર છે અને નવા ઇશ્યુથી ૧,૧૧,૧૮,૦૦૦ ઇકિવટી શેર થશે. જેનાથી ઇશ્યુ પછીની ચુકવેલી મૂડી અંદાજે ભાવ રૂ. ૧૧,૧૧,૮૦,૦૦૦ થશે. ઇશ્યુ પહેલા પ્રોમોટર અને પ્રમોટર ગ્રુપનો ભાગ ૧૦૦% છે જે ઇશ્યુ પછી ૭૩.૦૨% રહેશે. ઇશ્યુની કુલ રકમ રૂ. ૧૮.૯૦ કરોડ રહેશે અને ઇશ્યુનો ભાવ રૂ. ૬૦ થી રૂ.૬૩ રહેશે. કંપનીના માર્કેટમેકરના કુલ ૧,૬૦,૦૦૦ શેર, ય્ત્ત્ ના કુલ ૯,૯૪,૦૦૦ ય્ત્ત્ સિવાયના કુલ ૧૫,૬૨,૦૦૦ અને QIB  ના  ૨,૮૪,૦૦૦ શેર અનામત રહેશે. કંપનીના ઇકિવટી શેર દીઠ કિંમત રૂ. ૬૦ થી ૬૩ છે. કંપનીની કોન્સોલીડેટેડ સંપત્તિ રૂ. ૫૭.૪૪ કરોડ તેમજ કોન્સોલીડેટેડ રેવન્યુ રૂ. ૬૫.૩૨ કરોડ છે, જયારે કંપનીનો કોન્સોલીડેટેડ  EBITDA  રૂ. ૧૦.૩૧ કરોડ અને PAT રૂ. ૪.૧૬ કરોડ છે. ઇશ્યુ ૨૬ સપ્ટેમ્બર ૨૦૧૮ના રોજ ખુલશે અને ૨૮ સપ્ટેમ્બર ૨૦૧૮ના રોજ બંધ થશે. ઇશ્યુ  NSE ચ્ૃફૂશ્વફિંૂ માં લીસ્ટેડ છે અને હેમ સીકયુરીટીઝ લીમીટેડએ આ ઇશ્યુ માટે બુક રનીંગ લીડ મેનેજર છે. પરીન ફર્નિચરની સ્થાપના ૨૦૦૪માં ગુજરાત અને રાજકોટમાં ૨૦૦૬માં થઇ હતી. શ્રી ઉમેશ નંદાણી (મો. ૯૮૨૪૧ ૮૪૮૪૦)  અને સ્વ. શ્રી દિપેશભાઇ નંદાણી દ્વારા પ્રમોટ કરવામાં આવી હતી. જેમને ફર્નિચર ઇંન્ડસ્ટ્રીઝમાં આશરે ૩૫ કરતાં વધારે વર્ષનો અનુભવ છે, અને હાલમાં ત્રીજી પેઢીઓ ફર્નિચરના કામમાં પ્રવેશ કર્યો છે. એકિઝકયુટીવ ડાયરેકટર શ્રી પરીન નંદાણી (મો. ૮૧૪૧૩૦૦૦૧૩) મુખ્ય કાર્ય જેવા કે વેચાણ અને માર્કેટીંગ, સંસ્થાકીય વેચાણ અને બીરબી પ્રોજેકટ સંભાળે છે. પરીન ફર્નિચર લિમીટેડ વપરાશકારો માટે ફર્નિચર અને લાઇફસ્ટાઇલ ઉત્પાદનોની બહોળી અને ખાસ શ્રેણીની નિર્માતા અને સપ્લાયર છે. કંપનીએ પોતાની સબસિડીયરી દ્વારા પેનલ કટિંગ, પેંટીંગ લાઇન, ફેબ્રિકેશન, મોલ્ડિંગ, પોલિશિંગ અને પેકેજિંગની એક અતિઅત્યાધુનિક અને સુસજ્જ ઉત્પાદન પ્લાંટનું અધિગ્રહણ કર્યુ. ઇન હાઉસ(સ્વયંની) ડિઝાઇનીંગ ટીમ ગ્રાહકોની સુવિધાઓને ધ્યાનમાં રાખીને કંપનીને અતિ કન્ટેમ્પરરી ડિઝાઇન સાથે ઉત્તમ ગુણવત્તાનાં ઉત્પાદનો રજૂ કરવા માટે સક્ષમ બનાવી ે છે. પોતાની બહોળી પ્રોડકટ બાસ્કેટ દ્વારા કંપની હોમ ફર્નિચર, ઓફિસ ફર્નિચર, હોસ્પિટલ ફર્નિચર અને એજયુકેશન ફર્નિચર જેવાં ક્ષેત્રોની જરૂરીયાત પુરી કરે છે. ભારતમાં ૧,૨૫,૦૦૦ થી વધુ સ્કવેર ફીટ ડિસ્પ્લે ધરાવે છે. અને ગુજરાત રાજયમાં સોૈથી મોટું મેન્યુફેકચરિંગ સેટઅપ છે. તેનું કામકાજ દરેક મહત્વના ક્ષેત્ર જેવા કે રિટેલ, ઇ-કોમર્સ અને પ્રોજેકટ સુધી વિસ્તર્યા છે. પરીન ફર્નિચરે સ્વયંના ગુજરાતમાં જ રિટેલ આઉટલેટ કોકો (કંપની ઓનર કંપની ઓપરેટર) દ્વારા રાજકોટ (૪૫૦૦૦ સ્કે.ફુટ) અમદાવાદ (૧૨૦૦૦ સ્કે.ફુટ), મુંબઇ (૧૮૦૦૦ સ્કે.ફુટ) અને કલકત્તામાં કોકો સ્ટોરમાં સ્થાપિત થયેલ છે. કંપનીએ પોતાની ફ્રેન્ચાઇઝી જુનાગઢ (૬૫૦૦ સ્કે.ફુટ), મહેસાણા (૯૯૦૦ સ્કે.ફુટ) અને હૈદરાબાદ (૩૫૦૦ સ્કે.ફુટ)માં ફ્રેન્ચાઇઝી પણ શરૂ કરેલ છે. પરીન ફર્નિચરના મલ્ટીબ્રાન્ડ સ્ટોરમાં ૯૦૦ કરતાં વધારે ડિલર અને ડિસ્ટીબ્યુટર્સમાં વિસ્તૃત થયેલ છે. જે ભારતની ૩૭૧ થી વધુ સિટીમાં તથા લગભગ ૧૮ રાજયોમાં ઉપસ્થિતી ધરાવે છે. કંપની બિઝનેસ વર્ટીકલમાં ઇ-કોમર્સ તરીકે ઓનલાઇન માર્કેટ પણ ધરાવે છે. જેમાં પેપરફ્રાય અને ફલીપકાર્ટ તથા બીજી ઘણીબધી કંપનીઓ સાથે ઓનલાઇન કામ કરે છે. પરીન ફર્નિચર મેજર પ્રોજેકટમાં પણ મહત્વનું સ્થાન ધરાવે છે. પાન ઇન્ડિયામાં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા મેજર પ્રોજેકટ મળેલા છે અને એરપોર્ટચેરમાં કંપનીએ પોતાનું સ્થાન પ્રસ્થાપિત કરેલ છે. આ ઉપરાંત નેશનલાઇઝ બેંક એટલે કે બેકં ઓફ બરોડામાં ભારતમાં ૭ રાજયોની બ્રાન્ચમાં ઓફિસ ફર્નિચર પુરૂ પાડવામાં આવેલ છે. પરીન ફર્નિચર દ્વારા ગુજરાતની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલોમાં દરેક પ્રકારનું ફર્નિચર પુરૂ પાડવામાં આવે છે જેમાં ગુજરાત રાજયની ૧૪ મોટી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલોનો સમાવેશ થાય છે. ભારતની નામાંકિત કંપનીઓ જેવી કે રિલાયંસ હોમ સ્ટોર લિમીટેડ અને અદાણી ગ્રુપ (ધર્મા પોર્ટ, છત્તીસગઢ) સાથે પણ કામ કરે છે. પરીન ફર્નિચરના સબસિડીયરી તરીકે તાજેતરમાં ગુજરાતમાં સોૈથી મોટા મેન્યુફેકચરીંગમાં ફોમ ફર્નિચર, ઓફિસ ફર્નિચર, હોસ્પિટલ ફર્નિચર અને એજયુકેશન ફર્નિચરના પ્રોડકશન માટે અને મેક ઇન ઇન્ડિયાના કન્સેપ્ટ માટે પર્લ ફર્નિચર કંપનીને ગુજરાતના મુખ્ય મંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો તથા ગુજરાતની ફાસ્ટેસ્ટ ગ્રોઇંગ કંપની તરીકે પણ પરીન ફર્નિચરને સીએનબીસી આવાઝ દ્વારા એવોર્ડ એનાયત કરવામાં આવ્યો.

(3:38 pm IST)