Gujarati News

Gujarati News

News of Monday, 24th September 2018

વોર્ડ નં. ૬-૭-૯ ચોખ્ખો ચણાક કરાયોઃ ૮૩૦ વિસ્તાર માંથી ૧૨૬ ટન કચરાનો નિકાલ

 રાજકોટઃ  મહાનગરપાલિકા દ્વારા''વન ડે-થ્રી વોર્ડ'' સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવેલ છે. જેના અનુસંધાને વોર્ડ નં.૬-૭ તથા વોર્ડ નં.૯ માં ઝુંબેશ હાથ ધરાઈ હતી. જેમાં ૩ વોર્ડનાં ૮૩૦ વિસ્તારો માંથી ૧૨૬ ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો. આજની આ કામગીરીમાં  મેયર બીનાબેન આચાર્ય, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, શાસક પક્ષ દંડક અજયભાઈ પરમાર, અશ્વિનભાઈ ભોરણીયા, ડે.કમિશનર સી.કે.નંદાણી, ડે.કમિશનર ગણાત્રા, ડે.કમિશનર જાડેજા, સેનિટેશન કમિટી ચેરમેન અશ્વિનભાઈ ભોરણીયા, કોર્પોરેટર વોર્ડ નં.૦૭ કોર્પોરેટર હીરલબેન મહેતા, મહામંત્રી ઉન્નતિબેન ચાવડા, સોનલબેન દવે, દક્ષાબેન શાહ, નીશીતાબેન બારોલીયા, ચંદ્રેશભાઈ પરમાર, સંદીપભાઈ ડોડીયા, કિરીટભાઈ કામલીયા, નલિનભાઈ ગોટેચા, હિરેનભાઈ ગંગાણી, વોર્ડ નં.૦૬ના કોર્પોરેટર દેવુબેન જાદવ, નાયબ આરોગ્ય અધિકારી ચુનારા, અગ્રણીય મનસુખભાઈ જાદવ, એ.ટી.પી. આર.ડી. પ્રજાપતિ તેમજ વોર્ડ નં.૦૬ના હોદ્દેદારો, વોર્ડ નં.૦૯ કોર્પોરેટર રૂપાબેન શીલુ, શિલ્પાબેન જાવિયા તેમજ વોર્ડ નં.૦૯ના હોદ્દેદારો તથા બહોળી સંખ્યામાં વિસ્તારવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.(૨૨.૧૩)

(3:37 pm IST)