Gujarati News

Gujarati News

News of Monday, 24th September 2018

ગણપતી મહોત્સવમાં વિવિધ સ્પર્ધાઓના વિજેતાઓને ભાજપ અગ્રણીઓના હસ્તે ઇનામ વિતરણ

રાજકોટઃ શહેર ભાજપ પ્રમુખ તથા ગણપતિ મંગલ મહોત્સવ સમિતિના ઇન્ચાર્જ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ સિધ્ધી વિનાયક ધામ ખાત. આયોજન ગણપતી મંગલ મહોત્સવ સમિતિ દ્વારા રોજેરોજ વિવિધ સ્પર્ધાઓ અને સાંસ્કૃતિક તથા સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. આ તમામ સ્પર્ધાઓના વિજેતાઓને શહેર ભાજપ અગ્રગણીઓના હસ્તેશીલ્ડ તેમજ રોકડ પુરસ્કાર દ્વારા સન્માનીત કરવામાં આવ્યા હતા. જેમાં ચિત્ર સ્પર્ધા, લાડુ જમણ હરીફાઇ, પાણીપુરી સ્પર્ધા, વેસ્ટમાંથી બેસ્ટ ગણપતિ બનાવવાની સ્પર્ધા, આરતી સુશોભન સ્પર્ધા, વન મીનીટ જેવી વિવિધ સ્પર્ધા સહીતની સ્પર્ર્ધાઓના ભાઇઓ-બહેનો-દીવ્યાંગો એમ ત્રણ કેટેગરીમાં વિજેતાઓને શહેર ભાજપ અગ્રણી નિતીન ભારદ્વાજ, ગોવિંદભાઇ પટેલ, અરવિંદ રૈયાણી, કિશોરભાઇ રાઠોડ, વિક્રમ પુજારા, અનિલભાઇ પારેખ, પુષ્કર પટેલ તેમજ મહીલા મોરચા દ્વારા પુરસ્કૃત કરવામાં આવ્યા. સમગ્ર ગણેશ મહોત્સવ દરમ્યાન ડો. મેઘાણી દ્વારા સ્વાઇન ફલુથી રક્ષણ મળે તેના માટેની નિઃશુલ્ક હોમીયોપેથી દવાઓનું વિતરણ કરાયું હતું તે બદલ તેમને શીલ્ડ તેમજ શાલ ઓઢાડી સન્માનીત કરાયા હતા. સાથે સાથે તમામ સ્પર્ધાઓના નિર્ણાયકો અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં કૃતીઓ રજુ કરનાર વિવિધ સંસ્થાઓનું શીલ્ડ અપર્ણ કરી બહુમાન કરાયું હતું કાર્યક્રમને સફળ બનાવવા સાંસ્કૃતીક સમિતિના ઇન્ચાર્જ તેમજ મુખ્ય માર્ગદર્શક કીશોરભાઇ રાઠોડ, માધવભાઇ દવે, બટ ુકભાઇ દુધાગરા, સી.ટી. પટેલ, રમેશભાઇ ઉધાડ, રાજુભાઇ ઘેલાણી સહીતના આગેવાનોએ જહેમત ઉઠાવી હતી. (૩.૧૮)

(3:35 pm IST)