Gujarati News

Gujarati News

News of Saturday, 24th August 2019

સાતમની સાંજે જૂગારના પાંચ દરોડાઃ ૨૮ પકડાયાઃ ૧.૧૦ લાખની રોકડ કબ્જે

રાજકોટઃ  શહેર પોલીસે સાતમની સાંજે, રાત્રે પાંચ સ્થળે જૂગારના દરોડા પાડી ૨૮ પત્તાપ્રેમીઓને પકડી લઇ રૂ. ૧,૧૦,૩૬૦ની રોકડ કબ્જે લીધી હતી.

બી-ડિવીઝન પોલીસનો દરોડો

બી-ડિવીઝન પોલીસે ગ્રીનલેન્ડ ચોકડી પાસે તિરૂપતી બાલાજી સોસાયટી-૨ બ્લોક નં. ૫માં રહેતાં રાજેશ ઉકાભાઇ ડોબરીયાના ઘરમાં દરોડો પાડી તેને તથા લલીત મેપાભાઇ અજાણી (રહે. તિરૂપતી બાલાજી પાર્ક), શૈલેષ દેવરાજભાઇ ડોબરીયા (રહે. સિતારામ સોસાયટી પેડક રોડ), પ્રકાશ નારણભાઇ ડાંગર (રહે. તિરૂપતી બાલાજી સોસાયટી) તથા ભરત જીવરાજભાઇ રૈયાણી (રહ. તિરૂપતી બાલાજી સોસાયટી)ને તિનપત્તીનો જૂગાર રમતાં પકડી લઇ રૂ. ૧૫૩૦૦ની રોકડ કબ્જે લીધી હતી. પીઆઇ ફર્નાન્ડીઝની રાહબરીમાં પીએસઆઇ એમ.એફ. ડામોર, સુધાબેન, વિરમભાઇ, મોહસીનખાન, એભલભાઇ, કેતનભાઇ સહિતે દરોડો પાડ્યો હતો.

ભકિતનગર પોલીસનો દરોડો

જ્યારે ભકિતનગર પોલીસે કોઠારીયા ચોકડી પાસે વિનોદનગર આરએમસી કવાર્ટર બ્લોક નં. ૬ પાસે દરોડો પાડી જાહેરમાં જૂગાર રમતાં ફિરોઝ આમદભાઇ રાઉમા (રહે. વિનોદનગર કવાર્ટર), રજની ઉર્ફ લાલો રાજુભાઇ ગોસ્વામી (રહે. સુખરામનગર), યુનુસ હબીબભાઇ ખ્યાર (રહે. પોપટપરા), રાહુલ મહેશભાઇ નિમાવત (રહે. વિનોદનગર કવાર્ટર) તથા સોહિલ આમદભાઇ રાઉમા (રહે. વિનોદનગર કવાર્ટર)ને પકડી લઇ રૂ. ૧૨૩૧૦ની રોકડ કબ્જે લીધી હતી. પીઆઇ વી. કે. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ પી. બી. જેબલીયા અને ટીમે દરોડો પાડ્યો હતો.

આજીડેમ પોલીસનો દરોડો

આજીડેમ પોલીસે કોઠારીયા રોડ પર કિરણ સોસાયટીમાં મહાદેવના મંદિર સામે રાજેશ મોહનભાઇ નશીત (પટેલ)ના મકાનમાં દરોડો પાડી તેને તથા જેન્તી ગગજીભાઇ તોગડીયા (રહે. ગોવિંદનગર-૩), ધીરૂ મોહનભાઇ નશીત (રહે. દેવપરા-૨), અરવિંદ રત્નાભાઇ મોલીયા (રહે. સાધના સોસાયટી), તુલશીભાઇ મોહનભાઇ નશીત (રહે. દેવપરા) તથા ગોવિંદ મોહનભાઇ સાકરીયા (રહે. મેહુલનગર-૫)ને તિનપત્તીનો જૂગાર રમતાં પકડી લઇ રૈા. ૫૮૭૦૦ કબ્જે લીધા હતાં. ઇન્ચાર્જ એમ. જે. રાઠોડની રાહબરીમાં હેડકોન્સ. કનકસિંહ સોલંકી, કોન્સ. ધર્મેન્દ્રસિંહ ઝાલા સહિતે દરોડો પાડ્યો હતો.

ગાંધીગ્રામ પોલીસના બે સ્થળે દરોડા

ગાંધીગ્રામ પોલીસે હનુમાન મઢી ચોક પાસે હિરામનનગર-૪માં રહેતાં રણજીત શામજીભાઇ લુણીયાતર (ભીલ)ના મકાનમાં દરોડો પાડી તેને તથા વિશાલ જગદીશભાઇ લુણીયાતર (રહે. શિવપરા-૩), નિતીન કિશોરભાઇ વાગડીયા (રહે. હિરામનનગર-), મોહિત અજયભાઇ કડવાતર (રહે. હિરામનનગર-૧), સંજય જેન્તીભાઇ મુલિયાણા (રહે. શિવપરા-૪ રૈયા રોડ), સાહિલ અયુબખાન પઠાણ (રહે. શિવપરા ૪), કિરીટ બિજલભાઇ ચોૈહાણ (રહે. હિરામનનગર-૧), જયદિપ રાજુભાઇ ચોૈહાણ (રહે. શિવપરા-૧) તથા વિવેક વિનોદભાઇ હજારી (રહે. શિવપરા-૧)ને તિનપત્તી રમતાં પકડી લઇ રૂ. ૧૦૫૦૦ની રોકડ કબ્જે લીધી હતી.

આ ઉપરાંત બીજા દરોડામાં ઘંટેશ્વર ૨૫ વારીયા નં. ૧૩૯૮ પાસે ખુલ્લા મેદાનમાં તિનપત્તી રમી રહેલા રમેશ ઉર્ફ ગુડ્ડુ બાબુભાઇ બારૈયા (રહ. માનસતા ચોક ૨૫ વારીયા), બળદેવગીરી પ્રેમગીરી ગોસ્વામી (રહે. ખોડિયારપરા સુરેન્દ્રનગર), જીતુ વેજાભાઇ સોલંકી (રહે. ઘંટેશ્વર ૨૫ વારીયા) તથા રણછોડ મોતીભાઇ મીર (રહે. વૈશાલીનગર-૧૦)ને તિનપત્તી રમતાં પકડી લઇ રૂ. ૧૩૫૫૦ની રોકડ કબ્જે લીધી હતી.

બંને દરોડા પી.આઇ. વી.વી. ઓડેદરાની રાહબરીમાં પીએસઆઇ ભટ્ટ, હેડકોન્સ. રાહુલભાઇ વ્યાસ, કનુભાઇ બસીયા, વનરાજભાઇ, ગોપાલભાઇ પાટીલ, કિશોર ઘૂઘલ સહિતે દરોડો પાડ્યો હતો.

(11:24 am IST)