Gujarati News

Gujarati News

News of Saturday, 24th August 2019

ઢાંઢણીના પાટીયે કાર ચાલક એકટીવાને ઉલાળી ભાગ્યોઃ રજપૂત દંતિના પગ ભાંગી ગયા

રાજકોટઃ તહેવારના દિવસોમાં અકસ્માતના બનાવનો વધી જતાં હોય છે. ત્રંબા નજીક ઢાંઢણી પાસે સાતમની સાંજે જીજે૦૪જેસી-૫૮૩૭ નંબરની ઇકો કારનો ચાલક એકટીવા જીજે૦૩એચએન-૦૮૫૭ને ઠોકરે લઇ ભાગી જતાં એકટીવા ચાલક સહકારનગર મેઇન રોડ કલ્યાણ સોસાયટી-૧માં રહેતાં રાજુજી ભનાજી ચોૈહાણ (રજપૂત) (ઉ.૩૫) તથા તેની સાથે બેઠેલા પત્નિ વિભુતીબેનને પગમાં ફ્રેકચર થઇ ગયા હતાં. જ્યારે પુત્ર જીલનો નજીવી ઇજા સાથે બચાવ થયો હતો. આજીડેમના હેડકોન્સ. પરેશભાઇ સાંગાણીએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

દારૂ પી બાઇક હંકારતો ભાસ્કર પાટીલ મોરબી રોડ પર પકડાયો

રાજકોટઃ મોરબી રોડ પર જય જવાન જય કિસાન સોસાયટી ૨૫ વારીયામાં રહેતો ભાસ્કર શિવાજીભાઇ પાટીલ (ઉ.૪૫) દારૂ પી જીજે૩એલએલ-૯૫૬ નંબરનું બાઇક હંકારી મોરબી રોડ પર જય જવાન જય કિસાન સોસાયટીના રોડ પરથી નીકળતાં હેડકોન્સ. મોહસીનખાન, વિરમભાઇ, કોન્સ. કેતનભાઇ નિકોલા સહિતે પકડી લીધો હતો.

(11:21 am IST)