Gujarati News

Gujarati News

News of Saturday, 24th August 2019

ખાડો ખોદે કો'ક,સલવાય કો'ક બીજુ...!!!

ખાડો ખોદે એ પડે...એવી કહેવત છે. પરંતુ સિવિલ હોસ્પિટલમાં ખાડો ખોદનારાના કાચા કામને કારણે બીજા કો'કને હેરાન થવાની વેળા આવી હતી. ચારેક દિવસ સુધી ડ્રેનેજનું ગંદૂ-ગોબરૂ પાણી ઇમર્જન્સી વોર્ડ સામે પોલીસ ચોકી પાસે વહ્યા બાદ અંતે રિપેરીંગ હાથ ધરાયું હતું અને ગંદકી ઉભરાતી અટકાવાઇ હતી. ફોલ્ટ શોધવા માટે રસ્તા પર મોટો ખાડો ખોદવો પડ્યો હતો...રિપેરીંગ પત્યા પછી આ ખાડાને સરખી રીતે બુરવામાં ન આવતાં તેમાં હોસ્પિટલનું જ ઓકિસજનના બાટલાની હેરફેર માટેનું ટ્રેકટર ફસાઇ ગયું હતું...ગઇકાલે આરોગ્ય કમિશનર જયંતિ રવિ સિવિલની મુલાકાતે આવ્યા ત્યારે જ આવું થયું હતું...મહામહેનતે ટ્રેકટર બહાર નીકળ્યું હતું...જો આ ટ્રેકટર સજીવ હોત તો કદાચ રોષ ઠાલવતા બોલ્યું હોત કે-ખાડા ખોદે કો'ક...ને સલવાવાનું અમારે?! (ફોટોઃ સંદિપ બગથરીયા)

(1:38 pm IST)