Gujarati News

Gujarati News

News of Friday, 24th August 2018

કોઠારીયા રોડ પર ૩ દુકાનનો કડુસલો : ૩૦ જગ્યાએથી છાપરા-ઓટાના દબાણો હટાવાયા

બીલ્ડીંગ-કોમર્શીયલ કોમ્પ્લેક્ષોનો માર્જીન -પાર્કીંગમાં ખડકાયેલ છાપરા-ઓટા, કેબીન તોડી પાડી જગ્યા ખુલ્લી કરાઇ : ટાઉન પ્લાનીંગ વિભાગ અને પોલીસ વિભાગ દ્વારા સંયુકત કાર્યવાહી

રાજકોટ, તા. ૧૬ :.  શહેરના જાહેર માર્ગો પર વાહન પાર્કિંગની સમસ્યા ઉકેલવા કોર્પોરેશન અને પોલીસ વિભાગના સંયુકત ઉપક્રમે કોમ્પલેક્ષ અને બિલ્ડીંગમાં પાર્કિંગ અને માર્જિનની જગ્યામાં થયેલ દબાણો હટાવવા ડિમોલીશન હાથ ધરવામાં આવ્યુ હતું. જે અંતર્ગત કોઠારીયા રોડ વિસ્તારના શોપીંગ મોલ અને કોમર્શીયલ કોમ્પ્લેક્ષોના માર્જીન- પાર્કિંગમાંથી આજે સવારે ટાઉન પ્લાનીંગ વિભાગ દ્વારા ૩૦ સ્થળોએથી છાપરા-ઓટલા, કેબીનો સહીતના દબાણો દુર કરાવી જગ્યા ખુલ્લી કરી છે તેમજ ૩ દુકાનોનું ડિમોલીશન કરવામાં આવ્યું હતું.

આ અંગે કોર્પોરેશનની ટાઉન પ્લાનિગ વિભાગની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ કમિશનર બંછાનિધિ પાનીની સુચના અનુસાર તથા ટાઉન પ્લાનીંગ ઓફિસર એમ.ડી. સાગઠીયાના માર્ગદર્શન હેઠળ  શહેરના જાહેર માર્ગો પર વાહન પાર્કિંગની સમસ્યાને અંતર્ગત  મ્યુનિ. કમિશ્નરશ્રી દ્વારા રજુ કરાયેલ એકશન પ્લાન અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા શહેરના ઇસ્ટ ઝોન વિસ્તારના રૈયા રોડ પર વન ડે વન રોડ અંતર્ગત પાર્કિંગ તથા માર્જીનમાં થયેલ દબાણ/ગેરકાયદેસર બાંધકામ દુર કરવા ડિમોલીશન હાથ ધરવામાં આવેલ છે. જે અન્વયે નીચેની વિગતે કુલ– ૩૪ સ્થળોએ માર્જીનમાં થયેલ ઓટા તથા છાપરાના દબાણ દુર કરવામાં આવેલ.

જેમાં ત્રિમૂર્તિ રેસ્ટોરન્ટ, ડો. એચ.કે. ઇસાણી, ડો. હિરેન જી. રાજદેવ, કનૈયા ઓટો ગેરેજ, દયાસિધુ મેડીકલ, કુરેશી પાન , રામકાજ સ્ટીલ ફેબ્રીકેશન, આતિફ પાન એન્ડ ટી સ્ટોલ, સ્પીડ એન્જી. એન્ડ કંટ્રોલ, રાધેશ્યામ ફરાળી પેટીસ, ગાત્રાળ ટી. સ્ટોલ, બજરંગી પાન એન્ડ કોલ્ડ્રીંકસ , બાપાસીતારામ પાન, દેવ પાણીપૂરી, સત્ આધાર પાન, શિવાલય વાટીકાની બાજુમાં, મોમાઇ પાન, જયશ્રી મોમાઇલ પાન, બાપાસીતારામ પાન, ગાત્રાળ ટી. સ્ટોલ, કોઠારીયા મેઇન રોડ, શ્રી રામ સ્ટીલ, મુરલીધર બિલ્ડીંગ મીટીરીયલની સામે, કોડીયાર ફેબ્રીકેશન, ગૌરવ મોબાઇલ સામે, ખોડીયાર મંડપ સર્વિસ, ઉમા પ્રોવિઝન સ્ટોર સામે, રણુજા મંદિર પાસે, મોમાઇ નાસ્તા સેન્ટર, ખેતલા આપા ટી  સ્ટોલ, સતિના ૩૦ સ્થળોએથી છાપરા-ઓટલા સહિતના દબાણ હટાવાયા.

આ ઉપરાંત એસ્ટેટ શાખા તરફથી ૪પ૦૦૦ જેવો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવેલ છે તથા ૩ દુકાનનું ડિમોલીશન કરવામાં આવેલ છે.

તાજેતરમાં કમિશ્નરશ્રી દ્વારા ગેરકાયદેસર પાર્કીંગ ઝુંબેશ અંતર્ગત કાર્યવાહી કરવા આદેશ કરવામાં આવેલ. જે અન્વયે આ કામગીરીમાં ઇસ્ટ ઝોનના આસિ. ટાઉન પ્લાનર શ્રી એ.એમ. વેગવડ, જી.ડી. જોષી તથા જે.જે. પંડયા તેમજ અન્ય ટી.પી. સ્ટાફ હાજર રહેલ.

આ ઉપરાંત સ્થળ પર ટ્રાફીક પોલીસ વિભાગનો સ્ટાફ, દબાણ હટાવ શાખાના આસિ. મેનેજર બી.બી. જાડેજા તથા તેમનો સ્ટાફ તથા બાંધકામ શાખાનો સ્ટાફ પણ હાજર રહેલ. આ ડિમોલીશનની કામગીરી દરમ્યાન કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે વિજિલન્સ શાખાનો સ્ટાફ સ્થળ પર હાજર રહેલ.

(3:36 pm IST)