Gujarati News

Gujarati News

News of Saturday, 24th July 2021

હેતલબેન ઠકરારે એલ.એલ.એમ.માં ગોલ્ડ મેડલ મેળવ્યોઃ સર્વત્ર હર્ષ ફેલાયો

રઘુવંશી યુવા અગ્રણી જાણીતા એડવોકેટ અજય ઠકરારના પત્ની પતિના માર્ગે ચાલી અનેરી સિધ્ધિ મેળવી

રાજકોટ, તા.૨૪:  તાજેતરમાં ભકત કવિ  નરસિંહ મહેતા યુનિ.દ્વારા મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણી અને શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલા પ્રથમ પદવીદાન સમારોહમાં હેતલ પ્રફુલ ખગ્રામ પણ પૂ.ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા હસ્તે એલ.એલ. એમ મા ગોલ્ડમેડલ મેળવવા માટે ભાગ્યશાળી બન્યા હતા.અત્રે યાદ રહે કે હેતલબેન રઘુવંશી સમાજના યુવા અગ્રણી તથા જાણીતા એડવોકેટ ડો.અજયકુમાર તરૂણભાઇ ઠકરારના પત્ની છે, આમ હેતલબેન પણ પતિના પગલે ચાલી એક પછી એક સિદ્ધિઓ મેળવી રહ્યા છે.

મહિલા ઉત્કર્ષ માટે મુક  રહી પોતાની સેવા પ્રદાન કરતા હેતલબેન ઠકરાર ખગ્રામ  તે સ્વ.ત્રિભોવનભાઈ અમરશીભાઈ સોમમાણેકનાં દોહીત્રી (કુવાડવાવાળા) તથા સ્વ.વનરાવનદાસ તુલસીદાસ ખગ્રામ (શકિત ઓઈલમીલ- ભણગોરવાળા) હાલ જામનગરની પૌત્રી તથા શ્રીમતિ પ્રજ્ઞાબેન તથા સ્વ.પ્રફુલચંદ્ર વનરાવનદાસ ખગ્રામના દિકરી છે અને સ્વ.મેઘજીભાઈ વીરજીભાઈ ઠકરારના પૌત્રવધુ તથા શ્રીમતિ નિરૂપમાબેન તથા સ્વ.તરૂણકુમાર મેઘજીભાઈ ઠકરારના પુત્રવધુ છે.

તેઓ ખગ્રામ એસોસીએટ એડવોકેટસના પ્રોપરાઈટર દરજજે રાજકોટ ખાતે સને ૨૦૧૧થી બહોળી રેવન્યુ પ્રેકટીસ ધરાવે છે અને લોહાણા જ્ઞાતિમાં વિવિધ સેવાકીય પ્રવૃતિમાં પતિશ્રી ડો.અજયકુમાર તરૂણકુમાર ઠકરાર (એડવોકેટ) સાથે જોડાયેલા છે. આ ખુશીના અવસર પર સોમમાણેક પરિવાર, ખગ્રામ પરિવાર તથા ઠકરાર પરિવાર ગર્વ તથા ખુશીની લાગણી અનુભવે છે. આ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરવા બદલ રઘુવંશી સમાજ, રાજકોટ બાર એસોસીએસનના સભ્યો તથા મિત્ર વર્તુળ દ્વારા હાર્દિક અભિનંદન સહ ભવિષ્યમાં પણ આ રીતે સફળતાના શીખરો સર કરી સમાજ તથા પરિવારનું નામ ઉજાગર કરતા રહો તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.

(3:01 pm IST)