Gujarati News

Gujarati News

News of Saturday, 24th July 2021

નીવા ઇન્ફ્રાસ્ટ્રકચરના ડાયરેકટર અને બેકબોન એન્ટરપ્રાઇઝના ભાગીદારો સામે કોર્ટમાં દિવાની કેસ અને ફોજદારી ફરીયાદ

કેનાલ રોડ ઉપર આવેલ કાપડ મીલવાળી જગ્યામાં આવેલ મિલ્કત બાબતે

રાજકોટ, તા. ર૪ : અત્રે નીવા ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રા. લી.ના ડાયરેકટ તથા બેકબોન એન્ટરપ્રાઇઝના ભાગીદારો મનસુખભાઇ ઝાલાવડીયા વિગેરે પ વિરૂધ્ધ દિવાની કેસ તથા ફોજદારી ફરીયાદ કરવામાં આવી છે.

રાજકોટ સીટી સર્વે વોર્ડ નં. ૯, સીટી સર્વે નં. ૧૮૬૮ કેનાલ રોડ ઉપર આવેલ જુની કાપડ મીલ ની જમીન ચો.મી.આ. ૩પ૦૪૮-૪૮ ઉપર અમદાવાદ સ્થિતિ નીવા ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રા. લી. સાથે બેકબોન એન્ટરપ્રાઇઝ કોલોબ્રેશન કરીને સીટી ટ્રેડ સેન્ટર વેડીંગ મોલમાં પહેલા માળે આવેલ દુકાન નં. ૧૯૯/ બી જેનું ક્ષેત્રફળ ૪૭૩ ફૂટ બરાબર ૪૩-૯૬ ચો.મી. (સુપર બિલ્પઅપ) નો તા. ર૧-૦૮-ર૦૦૮ના રોજ મોટા અવેજ રકમ વસુલ કરી સાટાખત કરાર (૧) વિમલ ગોપાલભાઇ નમેરા, (ર) દિપકભાઇ એસ. શાહુ, (૩) ધીરજલાલ શિવલાલ ભાલારાને કરી આપેલ હતો.

ત્યારબાદ સદરહું મિલ્કતનું એક વખત વેચાણ આપેલ હોવા છતાં કોમર્શીયલના બદલે રહેણાંક હેતુ માટે વૈશ્ણવ એવન્યુના નામે જુદા જુદા હોર્ડીંગ અને જાહેરાત આપી રહેણાંક હેતુ માટેના ફલેટનું બુકિંગ ચાલુ કરી નીવા ઇન્ફ્રાસ્ટ્રકચર કંપની તથા બેકબોન એન્ટરપ્રાઇઝ દ્વારા અન્યને વેચાણ કરી રહ્યા છે. જેની સામે (૧) વિમલ ગોપાલભાઇ નમેરા, (ર) દિપકભાઇ એસ. શાહુ, (૩) ધીરજલાલ શિવલાલ ભાલારાએ ફોજદારી ફરીયાદ દાખલ કરેલ છે તથા સિવિલ કોર્ટ, રાજકોટમાં રે. દિ. કે.નં. ૧૩૩/ર૦ર૧ થી કરાર પાલન તથા વિજ્ઞાનપન અને કાયમી મનાઇ હુકમનો દાવો દાખલ કરેલ છે, જેના તરફે એડવોકેટ તરીકે ભાવેશ આર. ભાલારા રોકાયેલ છે.

(2:59 pm IST)