Gujarati News

Gujarati News

News of Saturday, 24th July 2021

બિપીન અદાના ઘરે ગુરૂપુર્ણિમાંની ઉજવણીઃ નિતિનભાઇ ભારદ્વાજ સાથે મહિલા આગેવાનોની પણ હાજરી

રાજકોટઃ અહિંના સિલ્વર સ્ટોન મેઇન રોડ ઉપર ઓસ્કાર ટાવરવાળી શેરી, 'ભાવના સ્મૃતિ', ખાતે શ્રી બિપિન અદાના નિવાસ સ્થાને ગુરૂપુર્ણિમાંની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે પ્રદેશ ભાજપ અગ્રણી શ્રી નિતિન ભારદ્વાજ સહિતના આગેવાનોએ શ્રી બિપીન અદાનું શાલ ઓઢાડી સન્માન કર્યું હતુ. આ પ્રસંગે  મહેશ રાઠોડ, રઘુભાઈ ધોળકીયા, નિતીન ભુત, તેજશ જોષી, જયસુખ મારવીયા, પ્રીતીબેન દોશી, અશ્વીન પાંભર, બીપીન બેરા, કીરણબેન માકડીયા, અલ્કાબેન કામદાર, અનીલ ગોગીયા, રાજુ ડેડાણીયા, દીલસુખ રાઠોડ, ભરત રામોલીયા, ધર્મેન્દ્ર રાઠોડ , રમેશ ચાવડીયા, અશ્વીન રાખશીયા, શુભેન્દુ ગઢવી, નંદન માખેલા, ડી.બી. ખીમસુરીયા, રક્ષાબેન જોષી, હર્ષીતાબેન કાસુન્દ્રા  રાજશ્રીબેન વાગડીયા, રંજનબેન ઉમરાળીયા, અર્પીત ગણાત્રા, જસ્મીન મકવાણા, કૌશલ ખુંટ, ભગીરથસિહ, ખોડીદાસભાઈ, તેમજ ધૈવત પંડયા, દર્શન પંડયા, જીજ્ઞેશભાઇ ભટ્ટી અને હિરેનભાઇ ચૌહાણ ઉપસ્થિત રહયા હતા.

(2:58 pm IST)