Gujarati News

Gujarati News

News of Saturday, 24th July 2021

ભારતના કૌશલ્યનું મહત્વ દુનિયાભરના દેશોએ સ્વીકાર્યુઃ નિતીન ભારદ્વાજ-અંજલીબેન રૂપાણી

વિદેશ નીતિ અંગે ભાવનગર-સુરેન્દ્રનગરના અપેક્ષીત શ્રેણીના કાર્યકર્તાઓના ઈ-ચિંતન અભ્યાસ વર્ગમાં ઉદ્બોધન

રાજકોટઃ. રાષ્ટ્રીય ભાજપની યોજનાનુસાર અને ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને આગળ ધપાવવા માટે તેમજ ભારતીય જનતા પાર્ટીને વટવૃક્ષ બનાવવામાં જનસંઘથી લઈ વર્તમાન સમય સુધીના અનેક મહાનુભાવોએ સતત ચિંતન અને ચિંતા કરી છે ત્યારે આવા ત્યાગી અને તપસ્વી મહામાનવના જીવનમાંથી કાર્યકર્તાઓને પ્રેરણા મળે તેવા આશયથી ભારતીય જનતા પાર્ટી દ્વારા સમયાંતરે વિવિધ શ્રેણીના કાર્યકર્તાઓ માટે અભ્યાસ વર્ગોનું આયોજન કરવામાં આવી રહ્યુ છે. દર મંગળવારે પ્રદેશ કક્ષાનો અને દર શુક્રવારે જીલ્લા અને મહાનગર કક્ષાનો અભ્યાસવર્ગ યોજવામાં આવતો હોય છે. ગઈકાલે શુક્રવારે 'આપણી વિદેશ નીતિ અને ઉપલબ્ધીઓ' વિષય પર પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભારદ્વાજ ભાવનગર શહેર અને જિલ્લાના અપેક્ષીત શ્રેણીના કાર્યકર્તાઓ સર્વશ્રી કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા, ભારતીબેન શીયાળ, વિનોદભાઈ ચાવડા, કશ્યપભાઈ શુકલ, ડો. ભરતભાઈ કાનાબાર, ડો. રેખાબેન ડુમરાણી, રાજીવભાઈ પંડયા, મુકેશભાઈ લંગારીયા, નારણભાઈ કાછડીયા, પરષોતમભાઈ સોલંકી, રાઘવભાઈ મકવાણા, કેશુભાઈ નાકરાણી, ભીખાભાઈ બારૈયા, આત્મારામભાઈ પરમાર, યોગેશભાઈ બદાણી, અરૂણભાઈ પટેલ, દેવેન્દ્રસિંહ ચુડાસમા, ભૂપતભાઈ બારૈયા, કેતનભાઈ કાત્રોડીયા, હરેશભાઈ વાંક, કીર્તીબેન દાણીધારીયા, ભરતસિંહ ગોહીલ સહીતના અગ્રણીઓ આ ઈ-ચિંતન શીબીર જોડાયેલ. આ તકે નિતીન ભારદ્વાજે ભાવનગર જીલ્લાના અપેક્ષીત શ્રેણીના કાર્યકર્તાઓને વકતવ્ય આપેલ. આ તકે સુરેન્દ્રનગર અને દેવભૂમિ દ્વારકાના કાર્યકર્તાઓને વર્ચ્યુઅલ ઈ-ચિંતન શીબીરના માધ્યમથી પ્રદેશ ભાજપ મહીલા અગ્રણી અંજલીબેન રૂપાણીએ માર્ગદર્શન પુરૂ પાડેલ. આ ઈ-ચિંતન શીબીરમાં બીનાબેન આચાર્ય, નીમુબેન બાંભણીયા, પ્રદિપભાઈ ખીમાણી, ડો. મહેન્દ્રભાઈ મુંજપરા, પૂનમબેન માડમ, વર્ષાબેન દોશી, જગદીશભાઈ મકવાણા, ખીમજીભાઈ જોગલ, અનીરૂદ્ધસિંહ પઢીયાર, હીતેન્દ્રસિંહ ચૌહાણ, જયેશભાઈ પટેલ, શૈલેષભાઈ કણઝરીયા, યુવરાજસિંહ વાઢેર, મયુરભાઈ ગઢવી, પબુભા વિરમભા માણેક, મુળુભાઈ બેરા, કિરીટસિંહ રાણા, ધનજીભાઈ પટેલ, પરષોતમભાઈ સાબરીયા સહિતના આગેવાનો જોડાયા હતા. નિતીન ભારદ્વાજ અને અંજલીબેન રૂપાણીએ રાજકોટ શહેર ભાજપ કાર્યાલય ખાતેથી વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા સંબોધન કરતા જણાવ્યુ હતુ કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી ભાજપ સરકાર દ્વારા છેલ્લા સાત વર્ષ દરમિયાન આપણા દેશને અન્ય ક્ષેત્રોમાં મળેલ સિદ્ધિઓ અને વિદેશ નીતિની સિદ્ધિઓ વર્ણવતા જણાવેલ કે ભારતના કૌશલ્યનું મહત્વ દુનિયાને કેવી રીતે સમજાવી શકાય એ દિશામાં કાર્ય થયેલ છે. આ ઉપરાંત દેશ સ્વતંત્ર થયા પછી દેશની શાંતિ, સલામતી અને સુરક્ષા, સમૃદ્ધિ માટે ભાજપની કેન્દ્ર સરકાર દ્વારા અનેકાનેક પ્રેરણાદાયક પગલા લેવાયા છે. સીમા પારના આતંકવાદને નાબુદ કરવા કેન્દ્ર સરકારે મજબુત અને કડક પગલા લીધા છે. વિશ્વના મોટાભાગના દેશો જેમ કે અમેરિકા, બ્રીટન, રશીયા, જાપાન, ઈઝરાયેલ આતંકવાદ સામેની લડાઈમાં ભારતની નીતિની સરાહના કરી રહ્યા છે. છેલ્લા સાત વર્ષોમાં ઘણુ પરીવર્તન આવ્યુ છે.વિશ્વના મોટા દેશોએ ભારતની આ નવી ક્ષમતાને ઓળખી છે, ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની સંપૂર્ણ પરીવર્તન કરવાની નેમ, કામ કરવાની વિશેષ પદ્ધતિ અને લોકો સાથે સંપર્ક બનાવવાની કુનેહને કારણે વિશ્વભરમાં 'ભારત માતા'નું ગૌરવ વધ્યુ છે. ભાવનગર જીલ્લા ઈ-ચિંતન શીબીરનું સંચાલન ભાવનગર શહેર મહામંત્રી દેવેન્દ્રસિંહ ચુડાસમાએ અને સુરેન્દ્રનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લાના ઈ-ચિંતન વર્ગનું સંચાલન સુરેન્દ્રનગર જીલ્લાના મહામંત્રી જયેશભાઈ પટેલે કરેલ હતું.

(2:58 pm IST)