Gujarati News

Gujarati News

News of Saturday, 24th July 2021

મુંબઇમાં પૂજન સાથે ગુરૂવંદના કરતા ભૂપત બોદર

રાજકોટ : જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભૂપદ બોદર ઇશ્વર અને ગુરૂ પ્રત્યે અપાર શ્રધ્ધા ધરાવે છે. આજે ગુરૂપૂર્ણિમાંના પવિત્ર દિવસ નિમિતે તેમણે મુંબઇમાં મોમૈયાદેવી મંદિરમાં પરિવાર સાથે દર્શન કરી પૂજનવિધિ કરેલ. તેમણે સર્વ દેવ-દેવીઓ અને ગૂરૂજનોને વંદન કરી જનસમૂહને કોરોનાથી મુકત કરવા અને સર્વજીવોના કલ્યાણ માટેની કામના કરી છે. આ પ્રસંગે મોમૈયા દેવી મંદિર મુંબઇમાં હવન પુજન કરતા રાજકોટ જિલ્લા પ્રમુખ ભુપતભાઇ બોદર, શોભનાબેન બોદર, ફીલ્મ ડાયરેકટર રાજનવર્મા, હીરોઇન વૃંદા બ્રહ્મભટ્ટ, શીવમ બોદર તથા જૈમીન બોદર ઉપસ્થિત રહ્યા હતા. ( તસ્વીરઃ સંદિપ બગથરિયા)

(1:15 pm IST)