Gujarati News

Gujarati News

News of Saturday, 24th July 2021

સોનાના દાગીનામાં હોલમાર્ક સ્વીકાર્ય : HUID પદ્ધતિ સામે વાંધો:લાંબી અને ઝંઝ્ટભરી પ્રક્રિયાથી પરેશાની

દાયકાથી હોલમાર્ક અપનાવ્યા બાદ હવે દરેક દાગીનામાં યુનિક આઈડી નંબર આપવાની કામગીરીથી ધંધો ઠપ્પ : નવા રુલ્સથી જવેલર્સમાં પણ અંજપો : લાંબી પ્રક્રિયાથી હોલમાર્કિંગનું કામ કરવું કપરું - રજીસ્ટર્ડ મેઈન્ટેન્ટ કરવા મુશ્કેલ

રાજકોટ : હોલમાર્ક કાયદાની આંટીઘૂંટી અને લાંબી પ્રક્રિયાને પગલે સૌરષ્ટ્રભરના સુવર્ણકારોમાં રોષ ફેલાયો છે,પેઢી દર પેઢીથી ચાલતા જવેલરી વ્યવસાયને સરકાર જાણે ટૂંપો દેવા ઇચ્છતી હોય તેવો ભાસ સુવર્ણકારોને થઇ રહ્યાંનું જણાવી સોની વેપારીઓ કાયદાથી ભારે પરેશાન થયાનું કહી રહ્યાં છે
 વેપારીઓ હોલમાર્કને અપનાવી રહ્યા છે અને વર્ષોથી હોલમાર્ક આભૂષણોનો વેપાર કરે છે પરંતુ હવે એચયુઆઈડી દાખલ થતા પણોજણ વધી છે, દરેક દાગીનાને આઈડી નંબર આપવો અને તેનું રેકોર્ડ મેઇન્ટેન કરવું મુશ્કેલ હોવાનું જણાવી રહ્યા છે
 કાયદાની આટીઘૂંટીથી પરેશાન હોલમાર્ક સેન્ટરો પણ ત્રાહિમામ પોકારી ગયા છે લાંબી અને ઝંઝટવાળી પ્રક્રિયાથી રાજ્યમાં  કેટલાય હોલમાર્ક સેંટરોએ પોતાની કામગીરી અટકાવી દીધી છે ,
 એશિયાનું ગોલ્ડ હબ મનાતી રાજકોટની સોનીબજારમાં છેલ્લા કેટલાય દિવસોથી જવેલરી ઉદ્યોગને નવા રુલ્સથી ભારે પરેશાની થઇ રહી છે વેપારીઓ અને કારીગરોનો ધંધો ઠપ્પ થયો છે હોલમાર્કિંગની લાંબી અને ઝંઝ્ટભરી પ્રક્રિયાથી એકતરફ હોલમાર્ક સેન્ટરો તોબા પોકારી ગયા છે તો બીજીતરફ કારીગરો-વેપારીઓ અને જવેલર્સમાં પણ નારાજગી જોવા મળે છે
 હોલમાર્ક સેન્ટરોમાં લાંબી પ્રક્રિયાને કારણે સમયસર હોલમાર્કિંગ નહિ થતું હોવાને કારણે કારીગરો અને વેપારીઓ ગ્રાહકને સોનાનો દાગીનો સ,સમયસર આપી શકતા નથી, ઓર્ડર ગુમાવવાનો વારો આવી શકે છે જયારે જવેલર્સ પણ ગ્રાહકે પસંદ કરેલી નવી ડિઝાઇનનો દાગીનો ઘડાવ્યા પછી હોલમાર્કિંગ-એચયુઆઈડી ની લાંબી પ્રક્રિયાને કારણે ગ્રાહકને ઓછા સમયમાં ડિલિવરી આપવા અસમર્થતતા દર્શાવી રહ્યાં છે

 

(12:31 pm IST)