Gujarati News

Gujarati News

News of Wednesday, 24th July 2019

વેપારીઓને રાહત : વ્યવસાય વેરામાં વ્યાજ માફી શરૂ

૩૧ ઓગસ્ટ સુધી જ યોજના : તમામ ધંધાર્થીઓને આ યોજનાનો લાભ લેવા બિનોબન આચાર્ય, બંછાનીધિ પાની, ઉદય કાનગડનો અનુરોધઃ ઓનલાઇન વ્યવસાય વેરો ભરી શકાશે

રાજકોટ, તા. ર૪ : રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજય સરકારએ જાહેર કરેલી ઙ્કવ્યવસાય વેરા વ્યાજ માફી યોજનાઙ્ખનો રાજકોટ મહાનગરપાલિકામાં આજે તા.૨૪-જુલાઇથી અમલ શરૂ કરવામાં આવેલ છે અને આ યોજના આગામી તા.૩૧ ઓગસ્ટ  સુધી અમલમાં રહેશે તેવી જાહેરાત કરી માન. મેયર બિનાબેન આચાર્ય, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ અને મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ રાજકોટ શહેરના સંબંધિત તમામ ધંધાર્થીઓ આ યોજનાનો લાભ લ્યે તેવો અનુરોધ પણ કર્યો છે.

તેઓએ એ વધુમાં એમ જણાવ્યું હતું કે, વ્યવસાયવેરામાં દ્યણા વ્યવસાયીઓ, ધંધાર્થીઓ, પેઢીઓ, તેમજ કામે રાખનાર (નોકરીદાતાઓ) કંપની / પેઢીઓ વ્યવસાયવેરો ભરવાને પાત્ર હોય તેમ છતાં વ્યવસાય વેરા કાયદા હેઠળ નોંધાયેલ નથી / રજીસ્ટ્રેશન કરાવેલ નથી તેમજ નોંધાયેલ કરદાતાઓ ભરપાઇ કરતાં નથી. આવા વ્યવસાયીઓ વ્યવસાયવેરા કાયદાની જોગવાઇનું પાલન કરે અને ચૂક સુધારી લેવાની તક મળે અને મહાનગરપાલિકાને વ્યવસાયવેરાની આવક પ્રાપ્ત થાય તેવા હેતુસર રાજય સરકારશ્રી હસ્તકના નાણાં વિભાગ અને રાજય વેરા કમિશનરશ્રીની કચેરી દ્વારા વ્યવસાયવેરા વ્યાજ માફી યોજના જાહેર કરવામાં આવેલ છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જેની અમલવારી આજ રોજ તા.૨૪ જુલાઇ શરૂ કરવામાં આવેલ છે. આ વ્યાજ માફી યોજના તા.૩૧.ઓગસ્ટ સુધી અમલમાં રહેશે.

આયોજના અંતર્ગત...

(૧) જે પેઢીઓ / સંસ્થા / વ્યવસાયીક વ્યવસાયવેરામાં રજીસ્ટ્રેશન મેળવવાને પાત્ર થાય છે પરંતુ રજીસ્ટ્રેશન કરાવેલ નથી તેવી પેઢીઓ તા.૩૧.ઓગસ્ટ સુધીમાં વ્યવસાયવેરા રજીસ્ટ્રેશન કરે તો તેવી પેઢીઓ ફકત નિયત દરે ભરવાપાત્ર રકમ જ વ્યવસાયવેરા પેટે ભરપાઇ કરવાની રહેશે. વ્યાજ ભરપાઇ કરવામાંથી મુકિત આપવામાં આવશે.

ઙ્ગ(૨) જે પેઢીઓ / સંસ્થા / વ્યવસાયીક વ્યવસાયવેરામાં રજીસ્ટ્રેશન કરાવેલ છે. પરંતુ કોઇપણ કારણોસર વ્યવસાયવેરો ભરપાઇ કરેલ નથી તેવી પેઢીઓ તા.૩૧.ઓગસ્ટ સુધીમાં વ્યવસાયવેરા ભરપાઇ કરે તો તેવી પેઢીઓ ફકત નિયત દરે ભરવાપાત્ર રકમ જ વ્યવસાયવેરા પેટે ભરપાઇ કરવાની રહેશે. વ્યાજ ભરપાઇ કરવામાંથી મુકિત આપવામાં આવશે.

આ યોજના તા.૩૧.ઓગસ્ટ સુધી જ અમલમાં હોવાથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટ મહાનગરપાલિકાની હદ વિસ્તારમાં આવેલ તમામ પેઢીઓ, વ્યવસાયીકોને જો વ્યવસાયવેરા કાયદા હેઠળ નોંધણી ન કરાવેલ હોય તો તાત્કાલિક નોંધણી કરાવી લઇને ફકત ભરવાપાત્ર વ્યવસાયવેરો વ્યાજ વગર ભરપાઇ કરવા અને નોંધણી કરાવેલ હોય પરંતુ કોઇપણ કારણોસર વ્યવસાયવેરો ભરપાઇ કરેલ ન હોય તો આ સમયગાળા દરમિયાન ફકત ભરવાપાત્ર વ્યવસાયવેરો વ્યાજ ભરપાઇ કરવા માટે આપના ધંધા / વ્યવસાયના કાર્યક્ષેત્રના વિસ્તારમાં આવતી વોર્ડ ઓફિસનો રૂબરૂ સંપર્ક કરીને અને વ્યવસાયવેરાની આ રાહત યોજનાનો લાભ લેવા માન. મેયરશ્રી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી અને મ્યુનિ. કમિશનરશ્રીએ જાહેર અનુરોધ કર્યો છે. તેમ તંત્રની સત્તાવાર યાદીમાં જણાવાયું છે.

(4:12 pm IST)