Gujarati News

Gujarati News

News of Wednesday, 24th July 2019

ફુલછોડ બજાર કરતાં અડધી કિંમતે મળશે

ભરૂડી ખાતે સેમીનારમાં ડ્રેગન ફ્રુટની ખેતી-વેંચાણ કેવી રીતે કરી શકાય તેની માહિતી જેન્તીભાઇ ગજેરા આપશે : ગાયના દુધનો માવો, એલોવેરા જેલ, દેશી ઓસડીયા એકદમ રાહત દરે મળશેઃ શનિવારે ગોંડલ અને ભરૂડી ગામે તથા રવિવારે રાજકોટ અને ઉપલેટામાં કેમ્પ યોજાશેઃ વી.ડી.બાલા

રાજકોટઃ તા.૨૪,નવરંગ નેચર કલબ - રાજકોટ દ્વારા ખાખરાના બીજ વિના મૂલ્યે, દ્રાક્ષ, ખરખોડી અને કાજુના રોપા, કલમી આંબા, લોટણ નાળીયેરી, ગાયના દુધનો  માવો, ફૂલછોડ, પ્યોર મધનું રાહતદરે વિતરણ, જૈવિક દવા ઈયળો માટે, ગૌમુત્ર અર્ક અને ફીનાઈલ તેમજ દેશી મુખવાસ, વિવિધ જાતના કઠોળ, વિવિધ જાતના લોખંડના વાસણ મળશે, હાથવણાટના પાપડ, વિવિધ જાતના ફળ રાહત મળશે. ઓર્ગેનિક શાકભાજી, વિવિધ જાતના શાકભાજી ખેડુતો સીધા વેચવા આવશે. પુઠાના ચકલી ઘરઃ  રૂ.૫, વિવિધ જાતના ફુલછોડનું રાહત દરે વિતરણ,  પ્લાસ્ટીકના પોર્ટેબલ ચબુતરા, કિંમત રૂ. ૧૦ , કઠોળ ફણગાવવાના ડબ્બારૂ. ૫૦, રાહત દરે લીંબડા સાબુ,  ગાય આધારીત વસ્તુઓ,  ખરખોડી (ડોડી, જીવંતીકા) રોપા રૂ. ૨૦ માં વિતરણ કરવામાં આવે છે.

  ભરૂડી ખાતે ડ્રેગન ફ્રુટની ખેતીનો સેમિનારઃ ડ્રેગન ફ્રુટની ખેતી અને વેચાણ કેવી રીતે કરી શકાય તેની માહિતી જેન્તીભાઈ   ગજેરા આપશે તે થાઇલેન્ડથી આ રોપા લાવેલ છે. આની ખેતીમાં દવા અને રક્ષણની જરૂર નથી પાણીની જરૂરીયાત ખુબ ઓછી છે. દરેક વાડીએ આની ખેતી થઈ શકે તેમ છે. ડ્રેગન ફ્રુટના રોપા સામાન્ય કિંમતે આ ખેડુત આપવાના છે. ડ્રેેગન ફ્રુટની અત્યારની કિંમત ૧ કિલોના રૂ. ૩૦૦  છે. આ ભાવ રૂ. ૫૦  સુધી નીચો લઈ જવા માંગે છે. જેથી સામાન્ય લોકો પણ આ પોષ્ટીક ફ્રુટ ખાઇ  શકે.

  કલમી રોપાઃ કેશર કલમી આંબા રૂ. ૧૩૦, લોટણ નાળીયેર રૂ. ૮૦, કલમી જામફળ રૂ. ૧૦૦, દ્રાક્ષ રૂ. ૧૦૦, બીન કલમી રોપાઃ લીંબુડી, સીતાફળી, સીસમ, જામફળી, દાડમ વગેરે ૧ રોપાના રૂ. ૨૦   ગાયના દુધનો માવો : ખેડૂત જાતે ગાયના દુધનો માવો બનાવી અહીં વેચવા આવશે જેથી વચલી કળી નાબુદ થાય છે. ૧-કિલોના રૂ. ૩૦૦   લેખે વેચાણ થશે (બજાર ભાવ આનાથી ઘણો વધુ હોય છે. અજમાઃ ખેડૂતોએ ઓર્ગેનીક અજમો તૈયાર કરેલ છે એક ડબાની કિમત રૂ. ૪૦, દાડમઃ આ ઓર્ગેનીક દાડમ ભગવા સિંદુરી તરીકે ઓળખાય છે ખેડૂતે જાતે તૈયાર કરેલ છે અને પોતેજ વેચવા આવે છે. ઓર્ગેનિક વિવિધ શાકભાજી : નાના ખેડૂતો પોતાના ખેતરમાં ઓર્ગેનિક શાકભાજી તૈયાર કરીને અહીં સીધા વેચવા આવે છે.

 મધ (પ્રવાહી સોનું) : અહીં માત્ર રૂ. ૨૪૦ ના કિલોના હિસાબે વેચાણ થવાનું છે. આ મધના સેવનથી વજન ઘટે છે, લીવર-કિડનીને ફાયદો કરે છે, ચરબી ઓછી કરે છે, કબજીયાત દુર થાય છે. મધ એ પૃથ્વી ઉપરનું અમૃત ગણાય છે. મધ અને રોટલી, નાસ્તામાં ખાઈ શકાય, પાણી સાથે અને આદુ-લીંબુ સાથે પી શકાય. !

 અગરબતીઓ ઘરબેઠા રોજગારીનું નિર્માણ થાય તેવા હેતુથી આ ગાય આધારીત અગરબતીઓ બનાવી તેનું વેચાણ કરવામાં આવે છે. 

 ફુલછોડઃ કાશ્મીરી ગુલાબ અને ઈંગ્લીશ ગુલાબ (૧૫-જાતના રંગવાળા) ફુલોના ગુલાબના રોપા તથા મોગરો, મયુરપંખ, રાત રાણી, ક્રીસમસ ટ્રી, એકઝોરા, ક્રોટોન, ટેબલ પામ, સન ઓફ ઈન્ડિયા, ટગર, જસ્મીન, જુહી આમ વિવિધ જાતના રોપાઓ બજાર કિંમતથી અડધી કિંમતે મળશે.

  એલોવેરા જેલ : એલોવેરા જયુસ સપ્તચૂર્ણ રાહત દરે મળશે. લીમડા સાબુ તેમજ કોપરેલ સાબુ હાથે ખાંડી ને બનાવેલા વિવિધ જાતના આયુર્વેદિક દેશી ઓસડીયા મળશે.  ફીંડલા સરબતઃ હાથલા થોરના પાકા ફળમાંથી બનતું આ સરબત હીમોગ્લોબીન વધારે છે. રૂ. ૧૦૦ માં મળે છે.

 સ્થળઃ કોલેજ ચોક, કે.બી.બેરા કન્યાવિદ્યાલય, ગોંડલ. તા. ૨૭ શનિવાર, સમય સવારે ૮-૩૦ થી ૧ સુધી

 સ્થળઃ માધવ ફાર્મ એન્ડ નર્સરી, ભરૂડી, તા.ગોંડલ, જી. રાજકોટ. ડ્રેગન ફુટની ખેતી નો સેમિનાર તા. ૨૭ શનિવાર, સમય બપોરે ૩ થી ૭ સુધી

સ્થળઃ કોર્પોરેશનનું મેદાન, ૧૫૦ ફુટ રીંગ રોડ, અમીન માર્ગનો ખુણો, ગીરીરાજ હોસ્પીટલની સામે, રાજકોટ. તા. ૨૮ (દર રવિવાર રાજકોટ), સમય સવારે ૮-૩૦ થી ૧

 સ્થળ : સર ભગતસિંહ જી પ્રા. શાળા, બાપુના બાવલા ચોક, ઉપલેટા, તા. ૨૮ રવિવાર, સમય સવારે ૯ થી ૧, સંપર્કઃ હરી સુવા - ૯૮૨૫૫ ૧૬૩૮૦  તેમ એક યાદીના અંતમાં શ્રી  વી. ડી. બાલા. (પ્રમુખ), નવરંગ નેચર કલબ-રાજકોટ, (મો. ૯૪૨૭૫ ૬૩૮૯૮) એ જણાવ્યું છે.

(3:38 pm IST)