Gujarati News

Gujarati News

News of Wednesday, 24th July 2019

વોર્ડ નં.૧૩માં કોર્પોરેશનની ઘોર બેદરકારીથી કચરાના ઢગલા ખડકાયા : રોગચાળાની ભીતી

રાજકોટ : શહેરના વોર્ડ નં.૧૩માં મ્યુ. કોર્પોરેશનની બેદરકારીથી કચરાના ઢગલા ખડકાયા હોવાના આક્ષેપો સાથે આ વોર્ડના કોંગી કોર્પોરેટર જાગૃતિબેન ડાંગરે ડે. કમિશનરને રજૂઆત કરી હતી. તે વખતની તસ્વીરમાં કોર્પોરેશનની આવાસ યોજના સામે ગંદકીના ઢગલા દર્શાય છે. અન્ય તસ્વીરમાં ડે. કમિશનર શ્રી નંદાણીને આવેદન પાઠવ્યું હતું તે વખતે ઉપસ્થિત કોર્પોરેટર જાગૃતિબેન ડાંગર, પ્રવિણભાઇ ડાંગર તથા લતાવાસીઓ નજરે પડે છે. આ ગંદકીના ઢગલા વરસાદમાં પલળવાથી રોગચાળો ફેલાવાની દહેશત હોઇ વહેલી તકે આ ઢગલા ઉપાડવા વ્યવસ્થા કરવા ઉગ્ર માંગ ઉઠાવી હતી.

(3:37 pm IST)