Gujarati News

Gujarati News

News of Wednesday, 24th July 2019

કણકોટના પાટીયા પાસેના અકસ્માત કેસમાં મહિલા કારચાલકનો નિર્દોષ છુટકારો

રાજકોટ, તા., ૨૪: આજથી ત્રણ પહેલા તા.૮-૪-ર૦૧૬ના રોજ સવારે ૯.૩૦ વાગ્યાના અરસામાં કણકોટના પાટીયા પાસે કાલાવડ રોડ રાજકોટ ખાતે જીજ્ઞેશભાઇ હરીપ્રસાદભાઇ જોશી તેમની પોતાની કાર મારૂતી ડીઝાયર જી.જે. ૩ સી.એફ. ૯૪૬પ લઇને જતા હતા ત્યારે ટ્રાફીકને કારણે કાર ઉભી રાખી ઉભા હતા ત્યારે પાછળથી ફીગો કાર નં. જી.જે. ૩ ડી.જી. રરપ૯ના સ્ત્રી ચાલક કાવ્યાબેન નીતીનભાઇ માંકડએ પોતાની કાર પુરઝડપે બેદરકારીપુર્વક ચલાવી જીજ્ઞેશભાઇની કાર સાથે અથડાવી અકસ્માત કરી તેમાં નુકશાન કરેલ. આ અંગેની જીજ્ઞેશભાઇ હરીપ્રસાદ જોશીએ (ફરીયાદીએ) માલવીયા નગર પોલીસ સટેશનમાં કાવ્યાબેન સામે ભારીતય દંડ સંહીતાની કલમ ર૭૯,૪ર૭ તથા મોટર વ્હીલક એકટની કલમ ૧૮૪, ૧૭૭ મુજબની ફરીયાદ નોંધાવેલી. જે કેસ ચાલી જતા કોર્ટે નિર્દોષ છોડી મુકેલ છે.

આ ફરીયાદની તપાસ માલવીયા નગર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ આર.એન.પટેલનાએ કરી આરોપી વિરૂધ્ધ ચાર્જશીટ કોર્ટમાં દાખલ કરેલ હતું.

આ કામ રાજકોટ જયુડી મેજી. શ્રી એમ.જે.ગઢવીની કોર્ટમાં ચાલી જતા કાર ચાલક કાવ્યાબેન નીતીનભાઇ માંકડને આ ગુન્હામાંથી છોડી મુકવા હુકમ ફરમાવેલ છે.

આ કામમાં આરોપી કાવ્યાબેન નીતીનભાઇના વકીલ તરીકે અર્જુન બૌવા, આર.એચ.માંકડ, એસ.એન.શાસ્ત્રી તથા જી.એન.ચાવડા રોકાયેલા હતા.

(3:20 pm IST)